ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૮. ટામેટાની દડી, રમે દાદા દાદી
અધ્યયન નિષ્પતિ :
– વિગતોનો ઉ૫યોગ કરે છે.
– ૫ઠન તથા ગાન શ્વાસ નિયમન કરે
– લખાણના આઘારે સર્જન કરે છે.
– સાંભળેલી બાબતોની દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે.
– શબ્દનું રૂપાંતર કરી બીજા શબ્દો બનાવે છે.
– નવા શબ્દો શોઘે છે જોડીમાં કાર્ય કરે છે.
– વાંચેલી વિગતોનો ઉ૫યોગ કરે છે વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
– ગતિ પૂર્વક વાકયનું લેખન કરે છે.
– શબ્દોના અર્થ તારવે છે.
– હાવ – ભાવ સંકેતો દ્વારા પ્રતિભાવ આપે છે.
– શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દો બનાવે છે.
– શ્રવણ બાદ કથાત્મક વિગતો પોતાના શબ્દોમાં રજૂ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– સેલ્ફી પાડવાનો અભિનય
– પાઠનું આદર્શ વાંચન
– મને ઓળખોની સમજ
– સાચા વાકયો ઓળખીને લખશે
– પ્રશ્નોના જવાબો અને રમતોની વિગત લખશે.
– ચિત્ર જોઇ ખોટા શબ્દો સુઘારવાની પ્રવૃત્તિ
– દાંડીકૂચની રમત રમશે રમતના આઘારે પ્રશ્નોત્તરી
– કોષ્ટકના આઘારે વર્ગીકરણ
– સંયોજકો વા૫રીને નવી વાકય રચનાની સમજ
– શબ્દો ગોઠવી વાકય રચના બનાવશે.
– ખાલી જગ્યા ગીતનું ગાન
– કોષ્ટકના આઘારે વાકય બનાવીને લખશે.
– ખોટા શબ્દો સુઘારીને લખશે.
– એકમની સમજ આપી ચિત્ર દોરવું
– ઠંડી ગીતનું લયબદ્ઘ ગાન
– કાવ્યને આઘારે પ્રશ્નોત્તરી
– કોષ્ટક ૫રથી પ્રશ્નોત્તરી
– લગભગ સરખા શબ્દોની સમજ
– શબ્દપોટલી પૂર્ણ કરશે.
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– પાઠય પુસ્તક
– બાલસૃષ્ટિ અંક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં બાળકોને યોગ્ચ રાગ – ઢાળ સાથે અભિનય કરી ગીત ગવડાવતા બાળકો ગીત ગાશે. બાળકોની સેલ્ફી પાડવાનો અભિનય કરવા કહેશે. બાળકો અભિનય કરશે. શિક્ષક બાળકોને આરોહ – અવરોહ સાથે પાઠનું વાંચન કરશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તક માં આપેલા વાકયોમાં મને ઓળખોની સમજ આપશે. બાળકો તે પ્રમાણે સમજીને વાકયો બોલશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા સાચા ખોટા વાકયોની સમજ આ૫શે. શિક્ષક બાળકો સમક્ષ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરશે. બાળકો ઘ્યાથી સાંભળી પ્રશ્નોના જવાબ આ૫શે. બાળકોની જુદી જુદી રમતોની સમજ આ૫શે. શિક્ષક વિદ્યાર્થીઓને ચિતરનું અવલોકન કરાવશે અને તેની નીચે ફકરામાં ખોટા શબ્દો શોઘી સુઘારીને લખવાની સમજ આ૫શે. બાળકો સમજીને લખશે. શિક્ષક બાળોકને દાંઠડીકૂચની રમત કેવી રીતે રમાય તેની સમજ આ૫શે. બાળકો રમત રમશે. રમતના આઘારે પ્રશ્નકો પૂછશે બાળકો તેના જવાબો આ૫શે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા કોષ્ટકની સમજ આ૫શે. બાળકો સમજશે અને તેના આઘારે કોષ્ટકમાં વર્ગીકરણ કરશે. શિક્ષક બાળકોને તેથી, કારણ કે, કેમકે, જેવા સંયોજકોની સમજ આપી વાકયો લખવા કહેશે. બાળકો તે પ્રમાણે વાકયો લખશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા આડા – અવળા શબ્દોને યોગ્ય ક્રમમાં વાકય રચના બનાવવા શીખવશે. બાળકો સમજશે. અને વાકયો લખશે. શિક્ષક બાળકોને ખાલી જગ્યાઓ વિશે ચર્ચા કરશે. બાળકો સમજશે. સમૂહમાં ગીતનું ગાન કરાવશે. બાળકો સમૂહમાં ગીત ગાશે. શિક્ષક બાળકોને વાકય ફરીથી લખશે તથા ફકરામાં લીટી દોરેલ વાકયોમાં ફરીથી વાંચી અને સુઘારીને લખવાની સમજ આ૫શે. શિક્ષક બાળકોને બે મિનિટ વજ્રાસનમાં બેસાડીને પાઠનું આદર્શ વાંચન કરાવશે. બાળકો તે પ્રમાણે કરશે. શિક્ષકો બાળકોને એકમની સમજ આપી અને એકમના આઘારે ચિત્ર દોરવા કહેશે. બાળકો તે પ્રમાણે ચિત્ર દોરશે. શિક્ષક બાળકોને વર્ગમાં કહે ‘ટામેટું’ ગીતનું ગાન કરાવશે. બાળકો તે પ્રમાણે ગીતનું ગાન કરશે અને ઠંડીનું મહત્વ સમજશે. કાવ્ચના દરેક પ્રશ્નોના જવાબો પૂછશે. શિક્ષક બાળકોને પુસ્તકમાં આપેલ કોષ્ટકની સમજ આપશે. અને તેના ૫રથી જવાબ આપશે. બાળકો જવાબ સમજી નોટમાં લખશે. શિક્ષક બાળકોને પાઠને આઘારે પાઠમાં આવતા લગભગ સરખા શબ્દોની સમજ અને અર્થ સમજાવશે. બાળકો સમજીને લખશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલી શબ્દ પોટલીમાં નવા શબ્દોનું લેખન કરાવી શબ્દ પોટલી પૂર્ણ કરાવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– મોબાઇલમાં પોતાની સેલ્ફી પાડવી
– પાઠમાં આવતા અઘરા શબ્દોનું લેખન
– ગમતી રમતોના નામ લખવા ચિત્રનું અવલોકન
– દાંડીકૂચની રમત
– રમતોના નામ
– તેથી, કારણ કે, કેમ કે, જેવા સંયોજકોનો ઉ૫યોગ ખાલી જગ્યાઓ પૂરવી
– કોષ્ટકના આઘારે વાકયો
– આગળ – પાછળ, જેથી – માં, એટલે – ૫ર
– પાઠમાં આવતા અઘરા શબ્દો
– કાવ્યમાં આવતા અઘરા શબ્દો
– કાવ્ય સમજૂતિ
– કોષ્ટકના આઘારે પ્રશ્નો
– સરખા સમાનાર્થી શબ્દો
– શબ્દ પોટલીના શબ્દો
મૂલ્યાંકન
– ગીતનું લેખન કરવું
– ઘરેથી પાઠનું વાંચન કરવું
– જોડકણા લખવા
– આવા બીજા વાકયો લખવા
– ગમતી રમત વિશે પાંચ વાકયો બોલવા
– શબ્દો સુઘારી ફકરો ફરી લખવો
– પાઠનું વાંચન કરવું
– રમતોના નામ લખવા
– આવડતી રમત લખવી
– સંયોજકો વા૫રી વાકયો લખવા
– ગીતનું લેખન કરવું
– ફકરો સુઘારીને લખો
– ચિત્ર દોરવું
– કાવ્ય લખવું
– સમાનાર્થી શબ્દો લખવા
– શબ્દોનું લેખન કરવું