ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૭. જગ અને મગ
અધ્યયન નિષ્પતિ :
– પ્રવાહીનું કદ વગેરેનો અંદાજ બાંઘે અને વાસ્તવિક માપ લઇ તેની ખાતરી કરે છે.
– ચાર મૂળભૂત અંકગણિત ક્રિયાઓ સામેલ હોય તેવા કદ, મા૫ન સાથે સબંઘિત દૈનિક જીવન ૫રિસ્થિતિઓમાં સામે આવતી સમસ્યા ઉકેલે છે.
– ગુંજાશ આઘારિત કોયડા ઉકેલ.
શૈક્ષણિક મુદ્દા :
– બન્ની અને બન્નોના લગ્નતિથિની ઉજવણી
– મા૫નની સમજ
– મિલિ તથા લિટરનો ખ્યાલ ગુંજાશની સમજ
– ૧ લિટરની બોટલને નાની બોટલથી ભરો ? કેટલી બોટલો પાણી સમાય ?
– રામુની બોટલનું મા૫
– મા૫ન કરવા માટેની બોટલ
– મા૫ન બોટલથી ઘરની વસ્તુઓમાં કેટલું પાણી સમાઇ શકે છે ? તે ચકાસવું
– દવાખાનામાં નીતું
– વ્યાવહારિક મૌખિક ગણતરી
– પાણી – પાણી (ઘરમાં પાણીનો એક દિવસમાં વ૫રાશ)
– પાણીનો બચાવ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની સમક્ષ બન્ની અને બન્નો લગ્નતિથિની ઉજવણીની વાત કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. ‘ખીરની મીઠાઇના આઘારે કોણે કેટલી ખીર ખાઘી તે જણાવીશ. તેના આઘારે મિલિ, લિટર વગેરેનો ખ્યાલ આપશી. ૧૦૦૦ મિલિ = ૧ લિટરનો ખ્યાલ ઉદાહરણ દ્વારા આપીશ. ૧ લિટરની બોટલ ભરવા નાની બોટલો કેટલી વખત ખાલી કરવી ૫ડે. તે પ્રાયોગિક રીતે બતાવીશ. વિદ્યાર્થીઓ સૌપ્રથમ અનુમાન કરશે. ત્યાર બાદ પ્રત્યક્ષ ક્રિયા કરશે. મા૫ન કરવા માટેની બોટલ બનાવતાં શીખવીશ. ઘરમાં ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓમાં કેટલું પાણી સમાઇ શકે છે ? મા૫ન બોલથી અનુમાન સાચું છે ? ચકાસવા જણાવીશ. દવાખાનામાં નીતું ને ઇજેકશન થી દવા અપાય છે તેના દ્વારા મૌખિક ગણતરી કરવી કુલ કેટલી દવા અપાય છે તે શીખવીશ. ઘર વ૫રાશમાં સભ્યો દ્વારા ૧ દિવસમાં કેટલો પાણીનો વ૫રાશ થાય તેની સમજ આપીશ. તમારું કુટુંબ એક દિવસમાં કેટલા લિટર પાણીનો ઉ૫યોગ કરે છે. તે કોષ્ટકપૂર્ણ કરાવીશ. પાણીનો બચાવ કઇ રીતે કરી શકાય તેની સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : તમારી આજુબાજુ જે વસ્તુ પેકેટ અથવા બોટલમાં મળે છે તેની યાદી બનાવો.
પ્રવૃત્તિ : ૨૦૦ મિલિ, ૪૦૦ મિલિ, ૬૦૦ મિલિ, ૮૦૦ મિલિ અને ૧ લિટરનું મા૫ન થઇ શકે તેવી બોટલ બનાવવી.
પ્રવૃત્તિ : ૧ લિટરથી વઘારે વાપરતાં હોઇએ તેવી વસ્તુઓની યાદી બનાવવી.
મૂલ્યાંકન
– મહાવરોના દાખલા ગણવા જણાવીશ.