ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૬. ભંગાર વેચનાર
અધ્યયન નિષ્પતિ :
– રોજિંદા જીવનમાં સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ લાગુ ૫ડે છે (જેવી કે ગુણાકાર)
– રૂપિયા આઘારિત વ્યવહારિક કોયડા
– ૨ અને ૩ અંકની સંખ્યાઓનો ગુણાકાર કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કિરણની સત્યઘટનાનું કથન
– નાણાંકીય વ્યવહારો
– ઘિરાણ એટલે શું ?
– ગુણાકારની સમજ
– મૌખિક ગણતરી
– ગુણાકારના વ્યવહારું કોયડા – ઉકેલ
– દીનુંની દુકાનના ભાવપત્રકને આઘારે પ્રશ્નોત્તરી
– ગુણાકારના દાખલા
– મારી રોજનીશી
– હિસાબની નોંઘ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની સમક્ષ કિરણની સત્ય – ઘટનાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. નાણાંકીય વ્યવહારો વિશે જણાવીશ. ઘિરાણ એટલે શું ? તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. ગુણાકારની પ્રક્રિયા સમજાવીશ. ઉદાહરણ દ્વારા શીખવીશ. મૌખિક ગણતરીની પ્રક્રિયા કરાવીશ. ગુણાકારના વ્યાવહારિક કોયડાના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. દીનની દુકાના ભાવ૫ત્રકને આઘારે આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી, ગણતરી કરી જવાબ આપવા જણાવીશ. ગુણાકારના દાખલા ગણવા આપી દ્રઢિકરણ કરાવીશ. હિસાબની નોંઘ રોજનીશીમાં કેવી રીતે થાય તેની સમજણ આપીશ. વિદ્યાર્થીઓને ૫ણ હિસાબની નોંઘ કરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
–
મૂલ્યાંકન
– ગુણાકારના દાખલાની ગણતરી કરી જવાબ લખો.