ધોરણ : 4 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૧) ઘડિયા અને ભાગાકાર
અધ્યયન નિષ્પતિ :
– ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયામાં પેટર્ન શોઘે છે.
– રોજિંદા જીવનમાં વ્યાવહારૂ કોયડા બનાવે છે, અને ચાર ગાણિતિક ક્રિયાઓમાંથી કોઇક એક ક્રિયાનો ઉ૫યોગ કરીને આવા કોયડા ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– શ્યામનો બગીચો
– અભરાઇમાં બરણીઓ
– ઘડિયાળની રચના
– કેટલી બિલાડીઓ ?
– કૂદકા મારતાં પ્રાણીઓ
– દરિયાઇ છીપલાં
– ગંગુ મીઠાઇ
– ભાગાકારની ગણતરીની રીતો
– વ્યવહારું કોયડા
– કૂટ પ્રશ્નની રચના
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને શ્યામના બગીચામાં રોપેલા રોપાના આઘારે ગુણાકારની સંકલ્પના સ્પષ્ટ કરીશ. અભરાઇમાં બરણીઓ દ્વારા દરેક હારની સમજ આપીશ. ર અને પ ના ઘડિયા દ્વારા ૭ ના ઘડિયાની રચના શીખવીશ. તે જ રીતે ૪ નો ઘડિયો રચવા જણાવીશ. કેટલીક બિલાડીઓ ની પ્રવૃત્તિ દ્વારા ગુણાકારની મૌખિક પ્રક્રિયા સમજાવીશ. ‘’કૂદકા મારતાં પ્રાણીઓ’’ દ્વારા ભાગાકારની ક્રિયા શીખવીશ. દરિયાઇ છી૫લાંના ઉદાહરણ દ્વારા વ્યવહારું ભાગાકારના દાખલાની ગણતરી કરાવીશ. ભાગાકારની ગણતરીની રીતો ઉદાહરણ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓને કૂટપ્રશ્નોની રચના આપેલ ચિત્ર તથા માહિતીને આઘારે કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ કૂટપ્રશ્નની રચના કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ :
મૂલ્યાંકન
– મહાવરોના ભાગાકારની ક્રિયા કરી દાખલા ગણો.
– મહાવરોના દાખલા લખો.
– પ્રયત્ન કરો ના દાખલા ગણો.