ધોરણ : 4 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(9) અડધું અને પા
અધ્યયન નિષ્પતિ :
– અપૂર્ણાંક સાથે કામ કરે છે.
– આપેલ ચિત્રોમાંથી (કાગળને વાળીને) અને પદાર્થના જથ્થામાંથી અડધો, પા અને પોણો ભાગ ઓળખે છે.
– અડધો, પા અને પોણો જેવા અપૂર્ણાંક અને સંકેતોથી દર્શાવે છે. તથા અન્ય અપૂર્ણાંક વચ્હે સમાનતા દર્શાવે છે.
– મીટર ને સે. મી. માં ફેરવે છે. તેવી જ રીતે સે. મી ને મીટર માં ફેરવે છે.
– અમુક વજનીય કે વસ્તુનો ઉપયોગ કરી ટોળી બતાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– “બે બિલાડી અને વાંદરો” ની વાર્તાનું (પા. પૂ. માં આપેલી) કથન
– અડધું – અડધું
– અડધનું અડધું
– ઘણા ટુકડાનો અડધો ભાગ
– અડધા કાગળમાંથી બનતા આકાર
– અડધા ભાગ કરવાની બીજી રોતો
– ચોથા ભાગ કરવાની બીજી રીતો
– ચોથો ભાગ કરવાની ઘણી રીતો
– એક સરખા ભાગને લખવાની રીત
– કેક ના ભાગ પાડવા
– લોભી કુંદનની વાર્તા તેના દ્રારા 1,2/4,3/4 ભાગની સમજ
– વસ્તુની કિમત સાથેની સૂચીનો ઉપયોગ કરી વસ્તુની કિમત શોધો
– રેખાકૃતિ પૂર્ણ કરવી.
– મીટર નું અડધું અને પા
– મીટર સેન્ટિમીટર ની સમજ
– દૂધની વહેચણી
– લિટર – મિલીલીટર ની સમજ
– વજન સમતોલ કરવું
– શ માટે ખોટું છે ? ચર્ચા કરો.
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– મીટરપટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક માં આપેલ “બે બિલાડી અને વાંદરો” ની વાર્તાનું કથન કરીશ. જો તમને રોટલી એક સરખા ભાગે વહેચવાનું કહેવામાં આવેતો કેવી રીતે ભાગ પાડશો ? ચર્ચા કરીશ અડધું – અડધું અને અડધનું અડધું કેવી રીતે થાય તે પ્રવૃતિ કરી બતાવીશ. ઘણા ટુકડાનો અડધો ભાગ કેવી રીતે થાય તે બતાવીશ. કાગળ માંથી ત્રિકોણ આકારે અડધા બે સરખા ભાગ કરાવીશ. તેનાથી જુદા જુદા આકારો બનાવવાની પ્રવૃતિ કરાવીશ. અડધા ભાગ કરવાની બીજી રીતો બતાવીશ. લંબ ચોરસને જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકાય તે માટેની પ્રવૃતિ કરાવીશ. ચોથા ભાગ કરવાની રીતો બતાવીશ. . લંબ ચોરસને જુદી જુદી કેટલી રીતે ચાર એક સરખા ભાગ કરી શકાય તે માટેની પ્રવૃતિ કરાવીશ. એક સરખા ભાગને લખવાની રીત બતાવીશ. કેક ના સરખા કરવી 1,4, ¾ જેટલા ભાગોમાં રંગ પુરવીશ. લોભી કુંદનની વાર્તા દ્વારા સરખા ભાગ 1,4, 3/4 ની સમજ આપીશ. વિદ્યાર્થીઓને વસ્તુની કિમત સાથેની સૂચીનો ઉપયોગ કરી 1/2, 2/4, 3/4 સમજ આપીશ. વિદ્યાર્થીઓને વસ્તુની સાથેની સૂચીનો ઉપયોગ કરી 1/2 , 2/4, 3/4 જેટલી વસ્તુની કિમત શોધવા જણાવીશ. 1/2 ચિત્ર દોરેલ છે તેના આધારે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરાવીશ. મીટર પટ્ટી નો ઉપયોગ કરી એક મીટર દોરી કપાવીસ. તેની ઉપર 1/2 મીટર, 1/4 મીટર અને 3/4 મીટર ના નિશાન કરાવીશ. 1/2 મીટરના માપ ની દોરીનો ઉપયોગ કરી લીટી જમીન પર દોરવીશ. ટેલિટી કેટલા સેન્ટિમીટર ની છે તે કહેવા જણાવીશ. ચર્ચા કરીશ. બોટલ 1 લિટર દૂધની ભરેલ છે તેને ચાર બોટલમાં 1/4 લિટર સમય તે રીતો રેડવીશ. દરેક બોટલમાં કેટલા મિલી લિટર દૂધ હશે તેની ચર્ચા કરીશ. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરાવીશ. ખાલી પલ્લમ ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરાવીશ કે બંને પલ્લ સમાન થાય. રંગપુરણી કરેલ ભાગ ખોટ છે તે કેવી રીતે છે તે ચર્ચા કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવુતિ : અડધું ચિત્ર પૂર્ણ દોરી રેખાકૃતિ પૂર્ણ કરો
મૂલ્યાંકન
– મહાવરો લખો