ધોરણ : 4 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(8) ગાડું અને પૈડાં
અધ્યયન નિષ્પતિ :
– વર્તુળની ત્રિજયા વ્યાસ અને કેન્દ્ર ને ઓળખે છે
શૈક્ષણિક મુદ્દા :
– ગોળ વસ્તુઓ
– ગોળ બંગડી
– વર્તુળની આકૃતિ દોરવા ઉપયોગી વસ્તુઓ
– વર્તુળ સાથે ની રમત
– દોરડાની મદદ થી વર્તુળ બનાવવું.
– વર્તુળની ત્રિજયા
– માપપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજયા માપવી
– વાહનોના પૈડાં
– દળજીતની ડિઝાઇન
– પરિકારનો ઉપયોગ
– વર્તુળનું કેન્દ્ર
– કેન્દ્ર શોધો
– સંતુલનની પ્રવૃતિ
– ચકરડી બનવવી
– ચકરડી ફેરવવી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ગોળ વસ્તુઓ
– ખીલી દોરડું
– માપપટ્ટી
– રકાબી પૂંઠા કતાર દિવાસળીની પેટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને નોટબૂકમાં આજુબાજુની જોયેલી ગોળ વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. ઘરેથી બંગડીઓ લાવવા જણાવીશ. કઈ બંગડી તમારા માપણી છે ? તે અનુમાન કરાવીશ. આજુબાજુ ની વર્તુળની આકૃતિ દોરવાની વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. શક્ય તેટલી વસ્તુઓની નોટબૂકમાં વર્તુળ દોરવા જણાવીશ. વર્તુળ સાથેની રમત વિદ્યાર્થીઓને રમાડીશ. મેદાન પર વિદ્યાર્થીઓને વર્તુળ દોરવાની પ્રવૃતિ કરાવીશ. કોને સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે ? તે ચર્ચા કરી બતાવીશ. દોરડાની મદદ થી બંને છેદેખીલીનઔપયોગ કરી વર્તુળ દોરવીશ. વિદ્યાર્થીઓ જુથ બનાવી પ્રવૃતિ કરશે. કયું વર્તુળ નાનું અને કયું વર્તુળ મોટું છે તે બતાવીશ. વર્તુળની ત્રિજયા દોરવીશ. વિદ્યાર્થીઓએ દોરેલ વર્તુળની ત્રિજય સૌથી લાંબી છે ? વિદ્યાર્થીઓએ દોરેલ વર્તુળની ત્રિજય માપપટ્ટીની મદદ થી મપાવીશ. વિદ્યાર્થીઓએ જોયેલા વાહનોના પૈડાના આધારે પ્રશ્નોત્તરી કરીશ. દળજીતે બનાવેલી ડિઝાઇન જેવી ડિઝાઇન બનવડાવીશ. તે માટે પરિકારનો ઉપયોગ કરાવીશ. તેના આધારે વર્તુળના કેન્દ્રની સમજ આપીશ. પરિકર વડે વિવિધ આકૃતિઓ બનાવવાની પ્રવૃતિ કરાવીશ. શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે તે ચર્ચા કરીશ. દોરેલ વર્તુળમાં તમારા વર્તુળનું કેન્દ્ર કયા છે ? તે શોધવીશ. તે માટેની પ્રવૃતિ કરાવીશ. પાન નં. 88 પરથી આકૃતિ બનવડાવીશ. વિદ્યાર્થીઓને આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણ ને સંતુલિત કરવાની પ્રવૃતિ કરાવીશ. વિદ્યાર્થીઓને પૂંઠા માંથી વર્તુળ દોરવી ચકરડી બનાવવાની પ્રવૃતિ કરાવીશ. પછી ચકરડી ફેરવવા જણાવીશ. આકૃતિ માં આપેલ ચકરડી ને ફેરવવાથી શું થાય છે ? તે પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
–
મૂલ્યાંકન
–