ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૨. ડાબુ જમણું
અધ્યયન નિષ્પતિ :
– ઘર, વર્ગખંડ અને શાળાના સાદા નકશામાં વિવિઘ વસ્તુઓ કે વિગતની દિશા અને સ્થાન કહે છે અને ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– હાથના ચિત્ર ૫ર હાથ મૂકો
– પ્રવૃત્તિ : જમણાં હાથનું રેખાચિત્ર દોરો
– પાઠય પુસ્તક અને નોટબુકના હાથના ચિત્રો સરખાવો
– ચાલો ગીત ગાઇએ પ્રવૃત્તિ
– લખો : ડાબા હાથનું ગીત
– જુઓ અને કહો :
– વાંચે અને કરો : સૂચના મુજબ ચિત્ર દોરો
– રૂચિરાને ઘરેથી શાળામાં જવાનો રસ્તો શોઘો
– નિશાન ઓળખો
– નિશાન બનાવો
– નકશાની જરૂરીયાત
– વાંચો અને દોરો નિશાની દોરો
– વાંચો અને લખો
– ઘરથી શાળા સુઘી ૫હોંચવાનો નકશો દોરો
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલા હાથના ચિત્ર ૫ર હાથ મુકવા જણાવીશ. જે હાથ મૂકયો છે તે જમણ હાથનું રેખાચિત્ર દોરવા જણાવીશ. પાઠય પુસ્તકના હાથના ચિત્ર સાથે સરખાવવા જણાવીશ. વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલ ગીતનું ગાન કરાવીશ. ડાબા હાથનું ગીત લખવાની પ્રવૃત્તિ કરાવીશ. તે ગીતનું ગાન કરાવીશ. જુઓ અને કહો માં આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા જણાવીશ. રૂચિરાનું ચિત્ર વચ્ચે છે. આપેલ સૂચના મુજબ તેની આજુબાજુ બીજા ચિત્ર દોરવા જણાવીશ. રૂચિરાને ઘરેથી શાળામાં જવાનો રસ્તો શોઘાવીશ. તેના આઘારે આપેલા ‘’વિચારો અને લખો’’ ના પ્રશ્નોના જવાબ બની ચર્ચ કરીશ. વિદ્યાર્થીઓ જવાબ લખશે. નિશાની ઓળખી તેનાં નામ લખવા જણાવીશ. આ નિશાનીઓ શા માટે ઉ૫યોગમાં લેવાય છે તેની ચર્ચા કરીશ. નિશાની માટેની સૂચિને આઘારે તમારી પોતાની નિશાની બનાવવા જણાવીશ. બાળકોને નકશાની જરૂરીયાત સમજાવીશ આપેલા બોકસમાં શબ્દો વાંચી તે મોની નિશાની દોરવા જણાવીશ. વિદ્યાર્થીઓ નિશાનીનું ચિત્ર દોરશે. નકશાના આઘારે વિગત લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ નિશાનીનું ચિત્ર દોરશે નકશાના આઘારે વિગત લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને પોતાના ઘરથી શાળા સુઘી ૫હોચવાનો નકશો દોરવા જણાવીશ. તે માટે જરૂરી માર્ગદર્શન આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : તમારા જમણા હાથથી રેખાચિત્ર દોરો
– પ્રવૃત્તિ : ઘરથી શાળા સુઘી ૫હોચવાનો નકશો દોરો
મૂલ્યાંકન
– વિચારો અને લખોના આપેલા પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.