ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૮. રમતા રમતા
અધ્યયન નિષ્પતિ :
– વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ જેમ કે લોકો, રમતો, વાસણો અને કપડાં અંગેની પ્રવૃત્તિઓ વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખે છે.
– સમૂહકાર્યો, ઇનડોર કે આઉટડોર રમતોના નિયમોનું અવલોકન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ૫ગથિયાંની રમત (અવંતિકા અને તેની બહેન નંદિતા દ્વારા)
– સ્થાનિક રમતો : ૫ગથિયાંની રમત, સાત લાઇન, લંગડી, સંતા-કૂકડી, સતોડિયું અને બીજીવ રમતો વિશે ચર્ચા પ્રશ્નોત્તરી
– ઘરમાં રમાતી રમતો : ઘર ઘર, ચેસ, કેરમ તથા બીજી રમતો વિચારી લખો.
– જૂથ ચર્ચા – પ્રશ્નોત્તરી
– કોષ્ટક પૂર્ણ કરો.
– રમતનું ચિત્ર દોરવું
– યાદ કરો અને લખો.
– કુટુંબના સભ્યો સાથે રમતાં હોય તેવી રમતો
– પ્રખ્યાત રમતવીર (સ્થાનીક)
– પૂછો અને લખો : વડીલો બાળક હતા ત્યારની રમતો વિચારો અને જોડો
– રમત સિવાયની પ્રવૃત્તિઓ
– કુટુંબના સભ્યો બીજું શું કરે છે ?
શૈક્ષણિક સાધન :
– રમતોના સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને અવંતિકા અને તેની બહેન નંદિતા દ્વારા રમાતી ૫ગથિયાંની રમત વિશે માહિતી આપીશ. વિદ્યાર્થીઓને સ્થાનિક રમતો જેવી કે ૫ગથિયાંની રમત, સાત લાઇન, લંગડી, સંતાકૂકડી, સતોડીયું અને બીજી રમતો કેવી રીતે રમાય તે અંગે માહિતી આપીશ. ઘરમાં રમાતી રમતો ઘર – ઘર, ચેસ અને કેરમ વિશે માહિતી આપીશ. વિદ્યાર્થીઓના જૂથ બનાવી રમતો રમાડીશ. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામેની નિશાની તથા ઘરની બહાર રમાતી હોય ત્યાંની નિશાની દોરાવીશ. તે રમતો રમવા જોઇતા ખેલાડીઓની સંખ્યા તથા જોઇતી વસ્તુઓ નોંઘવા જણાવીશ. વિદ્યાર્થીઓ જૂથમાં ચર્ચા કરી કોષ્ટક પૂર્ણ કરશે. વિદ્યાર્થીઓને રમતાં હોય તેવી કોઇ રમતનું ચિત્ર દોરવા જણાવીશ. તમારા કુટુંબના સભ્યો સાથે રમત – રમતાં હોય તેવી રમતોની યાદી લખો. સ્થાનિક પ્રખ્યાત રમતવીર વિશે માહિતી એકત્ર કરી જણાવી ચર્ચા કરીશ. વડીલો જયારે બાળક હતા ત્યારે કઇ રમતો રમતા હતા ? તેની યાદી બનાવી લાવવા જણાવીશ. કોયડાને ચિત્રો સાથે જોડાવીશ. તથા આપેલ જગ્યામાં રમતનું નામ લખાવીશ. વિદ્યાર્થીઓને રમત રમવા ઉ૫રાંત બીજું શું કરે છે ? તે પૂછી ચર્ચા કરીશ. નવરાશની ૫ળોમાં કુટુંબના સભ્યો શું કરે છે ? તે ચિત્રોમાં રંગ ભરાવીશ. જરૂર જણાય ત્યાં ચિત્ર દોરાવીશ અને લખાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : વડીલો જયારે બાળક હતા ત્યારે કઇ રમતો રમતા હતા ?
– પ્રવૃત્તિ : ચિત્રમાં રંગ પૂરો
મૂલ્યાંકન
– ફળિયામાં રમાતી રમતોના નામ લખો.
– તમારા કુટુંબના સભ્યો રમતા એ રમતોના નામ લખો લાવવા