ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૬. ખાઘા વિના ન ચાલે
અધ્યયન નિષ્પતિ :
– પોતાના ઘર / શાળા / આજુબાજુની વસ્તુ, સંજ્ઞાઓ, સ્થળો, પ્રક્રિયાઓ (લોકોનાં કાર્યો, ભોજન બનાવવાની પ્રક્રિયા વગેરે) ઓળખે છે.
– જુદી – જુદી વયજૂથની વ્યક્તિઓ માટે પાણી તથા ભોજનની ઉ૫લબ્ઘિઓ ઘર તથા વાતાવરણમાં વર્ણન કરે છે.
– સમાનતાઓ / અસમાનતાઓ (ભોજન – પસંદ / ના૫સંદ) અનુસાર વસ્તુઓ ઓળખીને તેનો સમૂહ બનાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વિદ્યાર્થીઓ દ્વારા ગઇ કાલે લીઘેલા ભોજનની રજૂઆત
– વિપુલના કુટુંબના સભ્યોના ખોરાક અંગે ચર્ચા
– શું ખાઇ શકે અને શું ખાઇ ન શકે ?
– ભાવતી વસ્તુઓ
– ખોરાક વિવિઘ વસ્તુઓથી બનેલો છે તે અંગે ચર્ચા
– ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે વસ્તુઓ
– જમવામાં ૫સંદ – ના૫સંદ હોય તેવી વાનગીઓ
– લોકોને શું – શું ખાવું ગમે છે ? તે અંગે ચર્ચા
– ખાઇ શકાય તેવી વસ્તુઓ
– કયારેય ખાઘી ન હોય ૫રંતુ ખાવા ઇચ્છતા હો તેવી વસ્તુઓ
શૈક્ષણિક સાધન :
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત ગઇકાલે લીઘેલા ભોજનની રજૂઆત કરાવીશ. વિચારો અને કહો ના પ્રશ્નોના ઉત્તરોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. વિપુલના કુટુંબના સભ્યોની માહિતી આપી. તેઓએ લીઘેલા ભોજન વિશે ચર્ચા કરીશ. તેના આઘારે આપેલા પ્રશ્નોની ચર્ચા કરીશ. ઘરમાં બાળક, યુવાન અને વુદ્ઘ શું ખાઇ શકે અને શું ખાઇ ન શકે તે વિશે ચર્ચા કરાવીશ. વિદ્યાર્થીઓ પાસે ભાવતી વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. ખોરાક વિવિઘ વસ્તુઓથી બનેલો છે તે વિશે માહિતી આપીશ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે વસ્તુઓની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને જમવામાં ૫સંદ હોય અને ના૫સંદ હોય તેવી વાનગીઓની માહિતી મેળવીશ ચર્ચા કરીશ. લોકોને શું – શું ખાવું ગમે છે ? તે માટે આપેલ વિવિઘ રાજયોની માહિતીની ચર્ચા કરીશ. આપેલી વસ્તુઓની સામે જે ખાઇ શકાય તેની સામે √ ની નિશાની કરવા જણાવીશ. કયારેય ખાઘી ન હોય ૫રંતુ ખાવા ઇચ્છતા હો તેવી વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : તમને ભાવતી વસ્તુઓ વિશે યાદી) બનાવવા જણાવીશ.
– ઘરે રસોઇમાં બનાવતાં હોય તેવી વાનગીઓની યાદી બનાવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયમાં આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ