ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૪. આપણો ખોરાક
અધ્યયન નિષ્પતિ :
– શાળા કે પરિવારમાં થતાં અનાજ, ખોરાક અને પાણી ના દૂર ઉપયોગ વિષે મૌખિક અભિપ્રાય આપે છે.
– સારો કે ખરાબ સ્પર્શ વિવિધ કર્યો માટે ની પ્રથાઓ, જાતિની ઓળખ વિષે મૌખિક અભિપ્રાય આપે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બે કુટુંબના ચિત્રોનું અવલોકન તથા ચર્ચા પ્રશ્નોત્તરી
– વિચારો અને લખો
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– પૂછો અને લખો – ચર્ચા પ્રશ્નોત્તરી
– આપણે ખાઈએ છીએ, તે કયાથી આવે છે ?
શૈક્ષણિક સાધન :
– વિવિધ વનગીઓના ચિત્રો કે વિડીયો
– વૃક્ષો ના ચિત્રો કે વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને બે કુટુંબ ના ચિત્રો આપેલા છે તેનું અવલોકન કરવા જણાવીશ. તેના આધારે પ્રશ્નોત્તરી કરીશ. વિચારો અને લખો માં આપેલા પ્રશ્નોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. કોષ્ટકમાં આપેલ કામ તમારા ઘર માં અને મિત્રો ના ઘરમાં કોણ કામ કરે છે. તે પૂછી નોંધ કરાવીશ. આપેલ વાનગીઓની થોડી વાનગીઓ યાદીમાં ઉમેરવા જણાવીશ. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિ માંથી મળે છે ત્યાં લીલો રંગ તથા જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે, ત્યાં ‘૦’ માં લાલ રંગ કરવા જણાવીશ. વિચારો અને લખો માં જે બીમારી થાય ત્યારે કઈ દવા લો તે લખવા જણાવીશ. ઔષધીય વનસ્પતિઑ વિષે વિસ્તૃત માહિતી આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. દરેક પોટલા માટે સાચી વસ્તુ પસંદ કરો. જોડવા માટે રેખાનો ઉપયોગ કરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
–
મૂલ્યાંકન
– પ્રશ્નો ના ઉત્તરો લખવા જણાવીશ.