ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૩. આપણી લાગણી ઑ ની ભાગીદારી
અધ્યયન નિષ્પતિ :
– પરિવારના સભ્યોની સાથે પરસ્પર સબંધોને સમજે છે.
– જુદી જુદી વય જુથ ની વ્યક્તિઓનું વર્ણન કરે છે.
– મૌખિક / લેખિત કે અન્ય પ્રકારે પરિવારના સભ્યોની ભૂમિકા પરિવાર નો પ્રભાવ (ગુણ લક્ષણ, આદત (ટેવ) વ્યવહાર અને સાથે રહેવા માટે ની જરૂરિયાત નું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સીમાના પરિવારની વાત
– ઘર ના સભ્યો વિષે વિશેષ વિગત
– સીમાના ભાઈ ની વાત યાદ કરો અને કહો – ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– રમત ‘’ આંખે પાટા’’ રમો તથા ચર્ચા કરો અને કહો.
– વિચારો અને કહો – ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– ‘’ બ્રેઇલ લિપિ’’ વિષે સમજ તથા તેના વિષે વિશેષ માહિતી
શૈક્ષણિક સાધન :
– બ્રેઇલ લિપિ ના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સીમાના પરિવારની વાત કરીશ. સીમાને જે બે માણસો સાથે ઘરમાં વાત કરવાની ગમે છે તેમના વિષે જણાવીશ. વિદ્યાર્થીઓને ઘરના દરેક સભ્યો વિષે વિશેષ વિગત જણાવવા કહીશ. સીમાના ભાઈની વાત કહીશ. સીમાના હબાઈ અંધ હોવાના કારણે તે કેવી રીતે કામ કરે છે. તે અંગે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને કુટુંબમાં કે બહાર કોઈ વ્યક્તિ કે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય ? તેવી વ્યક્તિ વિષે કહેવા જણાવિશ. ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ. આંખે પાટા ની રમત રામડીશ. રમત ને આધારે ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર વિષે અને કહો માં આપેલા પ્રશ્નો ના ઉત્તરની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. “બ્રેઇલ લિપિ” વિષે જણાવી વિશેષ માહિતી આપીશ. વિદ્યાર્થીઓ ને જોયા વગર આકાર ઓળખાવો મુશ્કેલ છે કે સરળ છે ? તે પ્રવૃતિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– રમત આંખે પાટા
– પ્રવૃતિ : જોયા વગર આકાર ઓળખાવો મુશ્કેલ છે કે સરળ છે ?
મૂલ્યાંકન
– વિચારો અને લખો
– પ્રશ્નો ના ઉત્તરો લખવા જણાવીશ.