ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૨. આપણા કામ
અધ્યયન નિષ્પતિ :
– પોતાના ઘર, શાળા, આજુબાજુ ના સ્થળો, પ્રક્રિયાઓ (લોકોના કર્યો) ને ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રોનું અવલોકન
– અલગ અલગ લોકોના કામ
– આસ પાસ પાડોશ ના લોકો કેવા કામ કરે છે ? તે અંગે ચર્ચા
– આપેલ યાદી માંથી બહુમાળી મકાનો પર કરો. મકાન માં કયા કયા કામ થાય છે તે અંગે ચર્ચા.
– ચિત્રોનું અવલોકન અને તેના આધારે પ્રશ્નોત્તરી
– દિપાલી ના પ્રસંગ નું કથન
– વિવિધ ક્રિયાનો સમય ઘડિયાળમાં નોંધાવો
– ઘર ના સભ્યો કયા કયા કામ કરે છે . – શાળાએ ન જતાં હોય તે બાળકોની માહિતી તૈયાર કરવી.
શૈક્ષણિક સાધન :
– ચાર્ટ્સ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ દ્વારા પાઠ્ય પુસ્તક માં આપેલ ચિત્રોનું અવલોકન કરાવીશ. તેના આધારે આપેલ માહિતીનું વાંચન કરાવીશ. તેના આધારે આપેલ માહિતીનું વાંચન કરાવીશ. ચિત્રોના આધારે અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખાવીશ. આસપાસ પાડોશ ના લોકો કેવા કામ કરે છે તે લખી. આ કારીગરો ને શું કહેવાય તે નોંધાવીશ. આપેલ યાદી માંથી બહુમાળી મકાનો પર કરવા જણાવીશ. તેમાંથી પાંચ મકાનના નામ અખાવી તેમ કયા કયા કામ થાય છે તે લખાવીશ. ચિત્રોમાં અવલોકન કરવી આપેલ પ્રશ્નો પૂછીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. દિપાલીના પ્રસંગનું કથન કરીશ. તેના આધારે પ્રશ્નના ઉત્તરની ચર્ચા કરીશ. નીચે આપેલી વિવિધ ક્રિયાઓ દિવસ ના કયા સમયે કરો છો તે ઘડિયાળમાં નોંધાવીશ. ઘર ના સભ્યો કયા કામો કરે છે ? તે પૈકી કયા સભ્યો પૈસા કામવાનું કામ કરે છે તે નોંધાવીશ. ઘરના વડીલો પાસેથી તેઓ બાળક હતા ત્યારે કયા કામ કરતાં હતા તે જાણી લાવવા જણાવીશ. આજુ બાજુ પાડોશમાં છ વર્ષ સુધીનું બાળક શાળાએ ન જતાં હોય તેની વિગત લખી કેવી શાળા ગમે તે અંગે નોંધ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : વિવિધ કારીગરોના ચિત્રો એકત્રિત કરો.
– પ્રવૃતિ : ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે અને બીજા કયા કામ કરે છે તે જાણવા જણાવીશ.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો લખવા જણાવીશ.