ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૪. છોટુ નું ઘર
અધ્યયન નિષ્પતિ :
– પોતાના ઘર (જુદા જુદા પ્રકારના ઘર) ને ઓળખે છે.
– પરિવારના સભ્યોની સાથે પરસ્પર સબંધોને સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રનું અવલોકન અને તેના આધારે પ્રશ્નોત્તરી
– જુદા જુદા પ્રકારના ઘરની ઓળખ
– ઘર ના સભ્યોની માહિતી
– ઘર માં પ્રાણીઓનો પણ સમાવેશ
– જોડકાનનું ગાન
– ઘરની સ્વચ્છતા
– ઘરની સજાવટ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકમાં આપેલા છોટુન ઘરના ચિત્રનું અવલોકન કરાવીશ. વિદ્યાર્થીઓ ચિત્રોનું અવલોકન કરશે. પ્રશ્નો પૂછીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. વિવિધ પ્રકારના ઘરની ઓળખ કરાવીશ. ચર્ચા કરીશ. ઘરના સભ્યોની માહિતી મેળવશે. પરિવારના સભ્યો સાથે કેટલાક પ્રાણીઑ ઘરમાં છે તેની ચર્ચા કરીશ. “ઘર પ્રિય ઘર” વિષે ના જોડકાનનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમૂહગાન કરશે. વિદ્યાર્થીઓને ઘરની સ્વચ્છતા રાખવા માટે શું કરવું જોઈએ તે જણાવીશ. ઘરની સજાવટ કરવા શું કરવું જોઈએ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો
– ઘરમાં જોવા મળતા અન્ય બે જીવના ચિત્રો દોરો
મૂલ્યાંકન
– સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.