ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૩. પાણી જ પાણી
અધ્યયન નિષ્પતિ :
– જુદી જુદી વયજૂથની વ્યક્તિઓ જીવ જંતુઓ અને વનસ્પતિ છોડ માટે પાણી તથા ભોજનની ઉપલબ્ધીઓ ઘર તથા વાતાવરણમાં પાણીના ઉપયોગનું વર્ણન કરશે.
શૈક્ષણિક મુદ્દા :
– “પાણી અણમોલ છે” ગીતનું ગાન
– પાણીની જરૂરિયાત
– પાણીના સ્ત્રોત
– પાણી સંગ્રહ કરવાની જરૂરિયાત
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સમક્ષ “પાણી અણમોલ છે” ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમૂહગાન કરશે. પાણીની જરૂરિયાત વિષે જણાવીશ. ચર્ચા કરીશ. પાણી ક્યાંથી મળે છે તેના સ્ત્રોતો જણાવી ચર્ચા કરીશ. પાણીને સંગ્રહ કરવાની જરૂટિયાત અને રીતો વિષે ચર્ચા કરીશ. પાણી સંગ્રહ કરવા વપરાતા હોય તેવા પત્રોની ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગપૂરો
– જ્યાંથી પાણી મળી આવે છે તેના નામ શોધો
રમત : રંગની રમત
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તર લખવા જણાવીશ.