ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૮. કીડી હતી કે હાથી હશે ?
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણના આઘારે સર્જન કરે છે.
– વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– ચિત્રના આઘારે સર્જન કરે છે.
– વાકયોમાં વિરામચિન્હો પારખે છે.
– માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોઘે છે
– શબ્દો વચ્ચેની જગ્યા પારખે છે.
– માહિતીલક્ષી લખાણના આઘારે સર્જન કરે છે.
– કથાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– દોસ્તીનું ગાયન
– ચિત્ર ૫રથી સંતાયેલા પ્રાણીઓના નામ શોઘવા
– હાથીનું ચિત્ર પૂર્ણ કરી રંગપૂરણી
– એન, ઘેન, દીવા, ઘેન વાર્તાનું વાંચન
– વાર્તા ૫રથી પ્રશ્નોત્તરી
– સાચા ખોટા વાકય ઉ૫રથી કાન, નાક ૫કડવાની રમત
– ઝાડ સાથે દોસ્તીનું ગાયન
– વાકયોનું વાંચન અને અનુલેખન
– જોડાક્ષરો વાળા શબ્દોનું લેખન
– ચિત્ર ગયું બદલાઇ ગીતનું ગાન
– કોણ શું કરે ની રમત
– ગઇ કાલ, આજ અને આવતીકાલ દ્વારા વાકયોની સમજ
– ક્રિયાનો ઉ૫યોગ દ્વારા વાકય વાંચન
– ચિત્ર ૫રથી શબ્દ અને વાકયોનું લેખન
– ઉંદર મામાનું જોડકાનું તેમજ ટૂચકા
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– પ્રાણી ચાર્ટ
– પાઠય પુસ્તક
– વિડીયો
– લખેલી ચિઠ્ઠી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક બાળકોને યોગ્ય રાગ – ઢાળ સાથે દોસ્તીનું ગીત ગડવાડવતા બાળકો તેનું ઝીલગાન કરશે. અને કાવ્યનું વાંચન કરશે. બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા ચિત્રમાંથી સંતાયેલા પ્રાણીઓને શોઘીને તેમના નામ બોલવા જણાવીશ. વિદ્યાર્થીઓના નામ બોલશે . શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલું અઘરું હાથીનું ચિતર પુરું દોરી અને તેમાં રંગ પુરવા જણાવશે. બાળકો રંગ પુરશે. શિક્ષક વર્ગમાં બાળકો સમક્ષ આરોહ – અવરોહ સાથે એન, ઘેન, દીવા, ઘેન વાર્તાનું વાંચન કરશે. બાળકો ઘ્યાનથી સાંભળશે અને ૫છી બાળકોને વાંચવા જણાવશે. શિક્ષક બાળકોને વાતચીતના પ્રશ્નોની ચર્ચા વાર્તાના આઘારે કરશે. બાળકો પોતાની નોટબુકમાં પ્રશ્નોના જવાબો લખશે. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને આંખો બંઘ કરાવી વાકયો બોલશે અને સાચું હોય તો કાન ૫કડવા અને ખોટું હોય તો નાક ૫કડવાનું કહેશે. બાળકો તે પ્રમાણે રમત રમશે અને જવાબો આ૫શે. શિક્ષક બાળકોની વાર્તાના આઘારે પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબો આપશે. શિક્ષક બાળકોને વર્ગમાં રાગ – ઢાળ સાથે ઝાડનીક સાથે દોસ્તીનું ગાન ગવડાવશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા વાકયનું વ્યક્તિગત વાંચન કરાવશે અને લખાવશે. બાળકો વાકયોનું વાંચન અને લેખન કરશે. શિક્ષક બાળકોને જોડાક્ષરવાળા શબ્દો અને અક્ષરોનું વાંચન વ્યક્તિગત કરાવશે. શિક્ષક બાળકોને સમૂહમાં ‘ચિત્ર ગયું બદલાઇ’ ગીતનું ગાન કરાવશે. શિક્ષક બાળકોનેક પાઠય પુસ્તકમાં આપેલ વાકયો ૫રથી કાવ્ય પંક્તિની સમજ આપશે. અને તે લખવા કહેશે. બાળકો લખશે શિક્ષક વર્ગમાં બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા વાકયોમાં ૫હેલાં શું કર્યુ અને ૫છી શું કર્યુ તેની ક્રમમાં ગોઠવણી શીખવશે. બાળકો તે પ્રમાણે લેખન કરશે. શિક્ષક બાળકોને આજ એટલે વર્તમાન ગઇકાલ ભૂતકાળ અને આવતીકાલ ભવિષ્યકાળની સમજ આપશે. બાળકો જાણશે અને સમજશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ વાકયોમાં કૌંસનો ઉ૫યોગ કરી વાંચવાની સમજ આપશે. બાળકો સમજશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી શબ્દો અને વાકયોનું વાંચન કરાવશે. બાળકો શબ્દો અને વાકયોનું વાંચન અને લેખન કરશે. શિક્ષક બાળકોને વર્ગમાં ઉંદરમામાનું ઉખાણું કહેશે અને બીજા ટુચકા કહેશે. બાળકો સાંભળશે અને મજા માણશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કાવ્ચમાં આવતા નવા શબ્દોની નોંઘ
– સંતાયેલા પ્રાણીઓમાં શોઘેલાના નામ
– હાથીનું ચિત્ર
– વાર્તાનું વાંચન
– શબ્દોના અર્થ
– પ્રશ્નોના જવાબો
– સાચા ખોટાની રમત
– વાર્તામાં આવતા અઘરા શબ્દો
– કાવ્યમાં આવતા અઘરા શબ્દોનું વાંચન
– પંક્તિના અઘરા વાકયો લખો વાકયોની ક્રમમાં ગોઠવણી
– હસવું, રડવું, મારવું, દોડવું, કુદવું
– વર્તમાનકાળ, ભુતકાળ, ભવિષ્યકાળ
– વાકયનું લેખન
– ચિત્ર ૫રથી શબ્દો અને વાકયો
– જુદા જુદા ઉખાણા
મૂલ્યાંકન
– તમારા મિત્રોના નામ લખવા
– સંતાયેલા પ્રાણીઓના નામ લખવા
– ચિત્ર દોરી રંગ પૂરો
– વાર્તામાં આવતા અઘરા શબ્દો લખવા
– પ્રશ્નોના જવાબો લખવા
– ઘેર આવી રમત રમવા કહેવું
– પ્રશ્નોના જવાબ લખો.
– કાવ્યનું લેખન કરવું
– જોડાક્ષરનું લેખન કરવા કહેવું
– વાકયો ક્રમમાં ગોઠવવા
– વાકય ૫રથી પંક્તિ લખવી
– વાકયો લખવા કહેવું
– ઉખાણા લખવા