ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૫. કોરો કાચ બોભીનો ચાંદો
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– માહિતી લક્ષી લખાણમાંથી વિગતો શોઘે છે.
– વર્ણનાત્મક લખાણના આઘારે સર્જન કરે છે.
– નિર્જીવ વસ્તુમાંથી નિર્માણ કરે છે.
– શીખેલી બાબતો યાદ રાખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– ચિત્ર દોરવાની પ્રવૃત્તિ વાર્તાનું વાંચન
– ઉદાહરણ મુજબના શબ્દો શોઘીને લખે
– વાકય સાચું છે કે ખોટું તે કહે
– શબ્દ વાંચનની પ્રવૃત્તિ
– રૂમાલમાંથી પેરાશૂટ બનાવે
– પો૫ટના ગીતનું ગાન
– ચિત્ર ૫રથી ૫રિચય
– ફકરાનું અનુલેખન
– રમુજી ટુચકાઓ
– પુનરાવર્તન
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– દેશી હિસાબ
– વાર્તા ચિત્ર
– વાકય ચાર્ટ
– શબ્દ ચાર્ટ
– ફકરા ચાર્ટ
– કાવ્ય બુક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં બાળકોને હળવી કવાયત કરાવી અને વર્ગ વ્યવસ્થા કરશે.પ્રાણીઓને લગતુ ગીત યોગ્ય રાગ અને ઢાળ સાથે ગાશે. બાળકો તેનું ગાન કરશે. બાળકો સમૂહમાં ગીતનું ગાન કરશે. શિક્ષક બાળકોને ગીતનું લેખન કરવા કહેશે. શિક્ષક બાળકોને પ્રાણીઓના જુદા – જુદા ચિત્રો બતાવશે અને દોરાવશે. તેમાં રંગ પુરાવશે. બાળકો મનગમતા કલર પુરશે. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને આરોહ – અવરોહ સાથે વાંચન કરશે. બાળકો સાંભળશે. બાળકો વાર્તામાં કોના વિશે કહેવામાં આવ્યું તે કહેશે. શિક્ષક બાળકોને ચાંદો ૫કડયો વાર્તા કહેશે અને તેમાંથી પ્રશ્નોના જવાબ પૂછશે. બાળકો જવાબ આપશે. અને નોટમાં લખશે. શિક્ષક બાળકોને પાઠમાં આવતા શબ્દો જેવા કે રમતા – રમતા એવા અન્ય શબ્દોની સમજ આપશે. તેના ૫રથી વાકય બનાવવાની સમજ આપશે. બાળકો વાકય બનાવશે. શિક્ષ્ક પાઠને અનુલક્ષીને અમુક વાકયોને સાચા અને ખોટા વાકયો લખશે. અને બાળકોને ૫ણ લખાવશે. શિક્ષક તેમાંથી સાચા વાકયો અને ખોટા વાકયો જણાવવા માટે કહેશે. શિક્ષક વર્ગમાં બાળકોને ચિત્ર બતાવી તેમાંથી અમુક શબ્દો લખાવશે. બાળકો વિચારીને શબ્દો વાંચશે. શિક્ષક વર્ગમાં બાળકોને રૂમાલ માંથી પેરાશુટ કેવી રીતે બનાવાય તે સમજાવશે. બાળકો પોતાની જાતે પેરાશૂટ બનાવશે. શિક્ષક બાળકોને વર્ગમાં પોપટનું ગીત યોગ્ય રાગ ઢાળ સાથે ગાન કરાવશે. બાળકો તે રીતે ગાશે. શિક્ષક પક્ષીઓની ઓળખ આપશે. બાળકો જાણશે. શિક્ષક બાળકોને વર્ગમાં ૫ક્ષીઓના ચિત્ર ચાર્ટ બતાવશે તે ચિત્ર ૫રથી પ્ંખીનો ૫રિચય આપી. સમજાવશે. બાળકો સમજશે. શિક્ષક બાળકોને ચાર્ટમાં લખેલો એક ફકરો બતાવશે અને તેનું વાંચન કરશે. બાળકો ફકરો વાંચી તેનું લેખન કરશે. શિક્ષક વર્ગમાં બાળકોને સમૂહમાં કાચબાનું ગાન કરાવશે. બાળકો સમૂહમાં ગાન કરશે. શિક્ષક બાળકોને પાણીમાં રહેતા પ્રાણીઓની ઓળખ કરાવશે. બાળકો તે ઓળખશે. અને નામ બોલશે. તથા બાળકો સાથે રમુજી ટુચકાઓ કહેશે. અને બાળકોને અન્ય બીજા ટુચકા શોઘી લાવવા કહેશે. શિક્ષક બાળકોને પાઠના અંતે સ્વાઘ્યાયકાર્ય કરાવી અને પુનરાવર્તન કરાવશે. બાળકોને પ્રશ્નોના જવાબો લખી લાવવા કહેશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
-પ્રાણીઓના નામ
– પ્રાણીઓની ઓળખ
– ચિત્રમાં રંગ પુરવા
– જોડાક્ષરવાળા શબ્દો ૫રથી વાકયોનું લેખન
– શબ્દોનું લેખન
– રૂમાલમાંથી પેરાશૂટ બનાવવું
– પોપટનું ચિત્ર
– પંખીનું ચિત્ર દોરો
– ફકરા લેખન
– કાચબાનું ચિત્ર
– મગર માછલી,
– રમુજી ટુચકા
– પુનરાવર્તન
મૂલ્યાંકન
– દસ પ્રાણીઓના નામ લખવા
– આપલા ચિત્રમાં રંગ પુરવા
– પાંચ પ્રશ્નોના જવાબ લખવા
– દસ શબ્દો ૫રથી વાકયો લખવા
– શબ્દોનું લેખન કરવું
– ઘરેથી પેરાશૂટ બનાવવું
– પંખીનું ચિત્ર દોરો
– પાણીમાં રહેતા પાંચ પ્રાણીઓના નામ લખો
– રમુજી ટુચકા લખવા એન તૈયાર કરવા
– પ્રશ્નોના જવાબ લખવા.