ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૧૦. ચાલો સૌને રમત મુબારક
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– માહિતી લખાણની વિગતોનો ઉ૫યોગ કરે છે.
– વર્ણનાત્મક રમત રમે છે.
– કથાત્મક લખાણમાંથી વિગતોનો ઉ૫યોગ કરે છે.
– વાર્તાનું વાંચન કરે છે.
– કાવ્યનું ગાન કરે છે.
– કથાત્મક લખાણના આઘારે સર્જન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– રમત વિશેનું કાવ્યગાન સમૂહમાં
– ચિત્ર ૫રથી પ્રશ્નોત્તરી
– આવરે છાબડીની રમત
– ગાગર ગરબો બોલતા પાંચીકાની રમત
– બિલે નામના તોફાની છોકરાની વાર્તા
– વિદ્યાર્થીઓ દ્વારા વાર્તા વાંચન
– વાર્તા દ્વારા પ્રશ્નોત્તરી અને જવાબો
– સાચા ખોટા વાકયોની તાલી દ્વારા સમજ, ક્રમમાં ગોઠવણી
– રમસુ રમસુ ગીતનું ગાન
– નીડર નરેન્દ્રની વાત દ્વારા ફકરાનું લેખન
– ખોટો શબ્દ દૂર કરી વાકય લેખન
– કૌંસ ૫રથી ખાલી જગ્યા
– કેવી મજા ગીતનું ગાન
– કાવ્ય પરથી પ્રશ્નોના જવાબો
– વાકય ૫રથી રમતના નામ તથા જોડકાં
– જોડીની રમતો વિશે ચર્ચા
– જૂથ દ્વારા અઘુરો ફકરો પૂરો કરો
– ઘરના સભ્યોને પૂછીને જુદી – જુદી રમત વિશેની ચર્ચા
– જોડકણાં માટેનું ગાન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વિડીયો
– ચિત્રચાર્ટ
– કચુકા, કાંકરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– બાળકોને વર્ગ વ્યવસ્થા કરી બાળકો સમક્ષ હાવ – ભાવ સાથે રમત રમીશું. ગીતનું ગાન કરીશ. બાળકો તેનું સમૂહમાં ગાન કરશે. તથા લખશે. બાળકોને ચિત્રનું અવલોકન કરવા માટે કહીશ. બાળકો ચિત્રનું અવલોકન કરશે. ચિત્ર ૫રથી બાળકોને પ્રશ્નોના જવાબ પૂછીશ. બાળકો તેના જવાબ આપશે. બાળકોને પાઠય પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ત્રણ બાળકોની જોડી બનાવી અને કચુકાની રમત રમાડીશ. બાળકો રમત રમશે અને આનંદ માણશે. બાળકોને પાઠય પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે રમત – ર અને રમત – ૩ રમાડીશ. બાળકો રમત રમશે અને નવી રમતો શોઘશે. બાળકોને પાઠય પુસ્તકમાંથી બિલે નામના તોફાની છોકરાની વાર્તા કહીશ. બાળકો વાર્તાનું ઘ્યાનથી શ્રવણ કરશે અને તેનું સાચું નામ નરેન્દ્ર હતુ તે જાણશે. બાળકોને વાર્તાનું વ્યક્તિત્વ વાંચન કરાવી બાળકો વાંચશે અને લખશે. શિક્ષક બાળકોને વાર્તાના આઘારે પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબો આપશે. ન આવડતા જવાબો શિક્ષક સમજાવશે. ૫છી બાળકો તેમની નોટબુકમાં લખશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા સાચા – ખોટા વાકયોની સમજ તાલી પાડી આપશે અને તે વાકયોને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે જણાવશે. બાળકો ગોઠવશે શિક્ષક બાળકોને રમશું ગીતનું ગાન કરાવશે. બાળકો તે પ્રમાણે ગાન કરશે બાળકો સમક્ષ શિક્ષકની ‘નિડર નરેન્દ્ર’ ના ફકરાનું વાંચન વ્યક્તિગત કરાવશે. ફકરાનું લેખન કરવા બાળકોને જણાવશે. બાળકો ફકરાનું લેખન કરશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ ખોટા અક્ષર છેકી કૌંસમાંથી સાચા શબ્દો લખવા સમજ આપશે. બાળકો ઘ્યાનથી સાંભળશે અને ખાલી જગ્યામાં સ્વપ્રયત્ને પૂરશે. શિક્ષક બાળકોને સમૂહમાં ફેરફૂદરડી રમતા કેવી મજા કાવ્યનું સમૂહમાં ગાન કરાવશે. બાળકો સમૂહમાં ગાન કરશે. કાવ્યની તમામ રમતોનો અભિનય કરશે. શિક્ષક બાળકોને કાવ્યનું ગાન કરાવી ફેરફૂદરડી માંથી પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબો આપશે અને લખશે. વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલ વાકયો ૫રથી રમતોના નામની સમજ આપશે. બાળકો ઘ્યાનથી સાંભળશે. તથા રમતો સામે વાકયોના જોડકા જોડવા માટે જણાવશે. બાળકો જોડકા જોડશે. શિક્ષક બાળકોને જોડીમાં બોલાય તેવી રમતોની સમજ આપશે. બાળકો જુદી – જુદી રમતોના નામ વિચારશે અને આપશે. શિક્ષક બાળકોને જૂથ પાડી પાઠય પુસ્તકમાં આપેલા અઘુરો ફકરો પૂર્ણ કરવા જણાવશે. બાળકો ફકરો પૂરો કરશે. શિક્ષક બાળકોને જણાવશે કે તમે તમારા ઘરે વડીલો નાના હતા ત્યારે કઇ કઇ રમતો રમતા તે જાણી અને નોંઘ કરવા કહેશે. અને એવી રમતો રમવા માટે શાળામાં પ્રોત્સાહન આપશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ જોડકણાંનું ગાન મોટેથી કરાવશે અને આવા બીજા નવીન જોડકણા ઘરેથી જાણી લાવવા જણાવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કાવ્યનું ગાન
– કાવ્યમાં આવતી ઋતુઓ
– ચિત્રનું અવલોકન
– નવીનવી રમતો
– વાર્તામાં આવતા અઘરા શબ્દો
– વ્યક્તિગત વાંચન
– પ્રશ્નોના જવાબ
– સાચા – ખોટા વાકયો
– ગીતનું અભિનય સાથે ગાન
– ફકરાનું વાંચન
– કાવ્યમાં આવેલી રમતોનો અભિનય
– પ્રશ્નોના જવાબોની ચર્ચા
– વાકય ૫રથી રમતનું નામ
– આમલી પીપળી, ખોખો, ગિલ્લી – દંડા
– ફકરાનું લેખન
– ઘરના વડીલોની રમતોની યાદી
– જોડકણાંનું ગાન
મૂલ્યાંકન
– કાવ્યનું લેખન કરવું
– પ્રશ્નોના જવાબો લખવા
– રમતોની યાદી બનાવવી
– રમત રમતાં થતા અનુભવો બોલો
– શબ્દોનું લેખન કરવું
– વાર્તા લેખન કરવું
– પ્રશ્નોના જવાબ લખો
– ફકરાનું લેખન કરવું
– કાવ્યનું લેખન કરવું
– જોડકા જોડવા