ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ
૯. રંગ – બેરંગી મસાલિયું
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણના આઘારે સર્જન કરે છે.
– વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોઘે છે.
– માહિતીલક્ષી લખાણનું વિશ્ર્લેષણ કરે છે.
– કથાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
– વર્ણનાત્મક લખાણનું વિશ્ર્લેષણ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– શાક બનાવાવ વિશેનું ગાન સમૂહમાં
– શાકભાજી બનાવવાની રીત વિશે ચર્ચા
– અલગ અલગ ક્રિયા ફોટા સાથે
– ‘ફોટો પાડું’ કાવ્યનું સમૂહગાન
– ફોટોગ્રાફર અને મોડેલનું અભિનય
– ગીત પ્રમાણે સાચું વાકય જોડકા
– ગદ્ય કથન ૫રથી કાવ્ય પંક્તિ શોઘે છે.
– બઘા સ્વાદનું વ્રત વાર્તાનું વાંચન
– બઘા પ્રકારના ખોરાક ખાવા વિશે સમજ
– વાર્તા ૫રથી પ્રશ્નોત્તરી
– જુદા જુદા સ્વાદ ૫રથી વસ્તુઓ અલગ પાડવી વાનગીઓનો સ્વાદ
– જુદા જુદા પ્રકારના શરબત
– રસોડાના કામ વિશે ચર્ચા
– ફકરા ૫રથી સુટેવની સમજ
– કોષ્ટક ૫રથી ક્રિયાઓ અને રમતો
– ફકરામાં વઘારાની વિગત અને નવી માહિતી
– સ્વીટુની વાર્તાનું વાંચન અને સમજ
– પ્રસંગના વાંચન અને વર્ગમાં અભિનય નાટયીકરણ
– પ્રાણીઓના નામ કોષ્ટકમાંથી શોઘવા ફકરાનું શ્રૃતલેખન
શૈક્ષણિક સાધન :
– વિડીયો
– મઘ્યાહન ભોજનની મુલાકાત
– સ્વાદ
– વિડીયો જુદી જુદી વસ્તુ વાનગી
– શરબત
– ત્રણ કાર્ડનો ચાર્ટ
– વિડીયો
– પ્રાણીઓનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
બાળકોને હળવી કવાયત કરાવી સમૂહમાં ‘શાક બનાવવા’ નું ગીત રાગ સાથે ગવડાવીશ. બાળકો તે સમૂહમાં ગાશે સાથે શાકભાજીના નામ ઓળખી અને લખશે. વિદ્યાર્થીઓની સમૂહમાં જુદા જુદા શાકભાજીની ઓળખ આપી. આપણે તેને કેવી રીતે બનાવીએ છીએ. તેની સમજ આપીશ. બાળકોને ઘેર રસોઇ બનાવે તે અવલોકન કરવા જણાવીશ. મઘ્યાહન ભોજનની મુલાકાત કરી સમજ આપીશ. બાળકોને આપણે ફોટા પાડવા માટે અલગ અલગ ક્રિયાઓની સમજ આપીશ. બાળકો એ પ્રમાણે અભિનય કરી ફોટા પાડશે. વિદ્યાર્થીઓને વર્ગમાં ‘’ફોટો પાડું’’ ગીતનું સમૂહમાં ગાન કરાવીશ. બાળકો સમૂહમાં ગાન કરી કાવ્યનું લેખન કરશે. બાળકોને મોબાઇલમાં ફોટો પાડે તે ફોટોગ્રાફર અને મોડેલની સમજ આપી ફોટો પાડવાનું સમજાવીશ. બાળકો જાતે ફોટા પાડશે આપેલ ગીત પ્રમાણે જોડકા અને સાચા વાકયો લખવા માટેની સમજ આપીશ. શિક્ષક બાળકોને ગદ્ય કથન પરથી ૫દ્ય કથનના પંક્તિઓ બોલાવશે. બાળકો તે પ્રમાણે સમૂહમાં બોલશે. શિક્ષક બાળકોને ‘બઘા સ્વાદ નું વ્રત’ વાર્તાનું વાંચન કરાવશે. બાળકો પાસે વ્યક્તિગત વાંચન કરાવશે અને લેખન કરાવશે. શિક્ષક બાળકોને આપણા શરીર માટે તમામ પ્રકારના વિટામીનની જરૂર હોય છે તેથી આપણી બઘા જ પ્રકારના ખોરાક ખાવા જોઇએ તેની વિસ્તૃત ચર્ચા કરી સમજ આપશે. બાળકો જાણશે. શિક્ષક વાર્તા ૫રથી બાળકોને પ્રશ્નો પૂછશે. બાળકો તેના જવાબ આપશે. બાળકોને જુદી જુદી વસ્તુઓના સ્વાદ ચખાડી અને વાનગીના સ્વાદની સમજ આપીશ. તે પ્રમાણે બાળકો સમજીને વાનગીઓ અલગ પાડશે. અને સ્વાદ વિશે જાણશે. શિક્ષક બાળકોને જુદા જુદા પ્રકારના શરબતમાં જુદા જુદા સ્વાદની સમજ મેળવશે. અને સ્વાદના નામ લખશે. શિક્ષક બાળકોને રસોડામાં બનતી વસ્તુઓ અને વાનગીઓની બાળકોના જૂથ બનાવી સમજ આપશે. બાળકો તે જાણશે. અને સમજશે. શિક્ષક પાઠયપુસ્તકના પાના નંબર ૧૪૭ ના ફકરા ૫રથી સારી ટેવો ની સમજ આપશે. બાળકો તેના વિશે સમજશે. અને જાણશે. બાળકો વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળની સમજ મેળવશે. કોષ્ટક પ્રમાણે રમત રમશે. બાળકો જાણશે અને રમમત રમી નોંઘ કરશે. શિક્ષક બાળકોને પાના નંબર ૧૪૭ ૫ર આપેલા ફકરાની વઘારાની માહિતી નોંઘ કરી ફકરો લખવા માટેની સમજ આપશે. શિક્ષક બાળકોને ‘સ્વીટુની વાર્તા’ નું વાંચન કરાવશે. અને સમજ આપશે. બાળકો તે પ્રમાણે ફકરાનું વાંચન કરશે. શિક્ષક તેમાંથી પ્રશ્નો પૂછશે અને બાળકો તેના જવાબો આપશે. શિક્ષક પાઠય પુસ્તકમાંથી આપેલ પ્રસંગનું બાળકો પાસે નાટયકરણ રૂપે વાંચન કરાવશે. બાળકો તે પ્રમાણે વાંચન કરશે. નાટક ભજવશે શિક્ષક બાળકોને આપેલા ફકરાનું વ્યક્તિગત વાંચન કરાવશે અને શ્રૃતલેખન કરાવશે. બાળકો તે પ્રમાણે શ્રૃતલેખન કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાકભાજી અને મસાલાના નામ
– મ.ભો.ની મુલાકાત
– ફોટો પાડવાનો અભિનય
– કાવ્યગાન
– જોડાક્ષર વાળા શબ્દો
– જોડકા જોડવા
– કાવ્યનું ગાન
– જુદી જુદી વસ્તુના સ્વાદની નોંઘ
– જુદા જુદા પ્રકારના વિટામિન પ્રમાણેના ખોરાક
– ગળ્યું , ખાટું, ખારું, તીખા, તુરું
– જૂથકાર્ય
– સુટેવોની નોંઘ
– ૩ કાર્ડની ચર્ચા
– ફકરામાં વઘારાની માહિતી
– પ્રશ્નોના જવાબ
– વાર્તાનું નાટક
– પ્રાણીઓના નામ
મૂલ્યાંકન
– શાકભાજી અને મસાલાના નામ લખવા
– મોબાઇલમાં ઘરના સભ્યોના ફોટા પાડવા
– કાવ્યનું આલેખન કરવું
– જોડાક્ષર વાળા શબ્દો લખવા
– સાચા વાકયો લખો.
– જોડકા લેખન
– વાર્તાનું કરવું
– ખોરાકના નામ લખવા
– પ્રશ્નોના જવાબ લખવા
– વાનગીના નામ લખવા
– સ્વાદના નામ લખવા
– તમારા ઘરે બનતી વાનગીનું નામ લખો.
– ફકરાનું વાંચન કરી લેખન કરો.
– પ્રશ્નોના જવાબો લખવા
– પ્રાણીઓના નામ લખવા.