ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૭. એક છલાંગે દરિયો કુદો
અધ્યયન નિષ્પતિ :
– કાવ્ય – ગીતો મુખપાઠ કરી રજૂ કરે છે.
– ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સાંભળી સમજી શકે છે.
– પ્રશ્નો પૂછી શકે છે અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે.
– સાંભળેલી વાંચેલી વાર્તા રજુ કરે છે.
– પ્રશ્નોના જવાબ એક બે વાકયમાં આપે છે.
– કાવ્યનો સંવાદ સમજે તેમજ ગાઇ શકે છે.
– શાબ્દિક કે સાંકેતિક સૂચનાઓને અનુસરી શકે છે.
– શબ્દ શબ્દ વચ્ચેની સમાનતા સમજી શકે છે.
– ગીતો, કાવ્યો સંવાદ સમજી શકે છે.
– સ્વચ્છ અને સુવાચ્ય લેખન કરી શકે છે.
– સાંભળેલી વાર્તા રજુ કરી શકે છે.
– નાટયકરણ કરે છે.
– વર્ણનાત્મક લખાણ આઘારે સર્જન કરે છે.
– ૫રિચિત પ્રસંગોનું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– વાર્તા કથન
– માતા પુત્રના સંવાદ દ્વારા તેમના બાળકોને ઘરમાં થતી માતા સાથે વાતચીત અને પ્રશ્નોત્તરી
– વાર્તાના આઘારે સરખામણી વાતચીત પ્રશ્નોત્તરી
– વાર્તાના આઘારે શબ્દોની ગોઠવણી
– લંકા તારી સમૂહમાં ગીતનું ગાન
– જુદા જુદા પાત્રોનો ૫રિચય અને લંકા વિશે બાળકોની ગાન
– બે અક્ષરમાંથી એક શબ્દ અને બે શબ્દોમાંથી એક વાકય શીખવવા ‘હનુમાનજી દેજો સંદેશો’ ગીતનું ગાન
– છોટા હનુમાનની રમત હનુમાન કુદકો
– કૌંસમાં યોગ્ય શબ્દ ઉમેરી વાકયો ફરીથી લખો.
– પાઠના સંવાદોનું વાંચન, વેશભૂષા અને નાટક
– જોડકણાં અને ટુચકા પાઠના સંદર્ભે કરવા
– પાઠમાં આવતી રમત રમવી
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– વાર્તાચિત્ર
– વિડીયો નિદર્શન
– શબ્દ વાકય ચાર્ટ
– જોડકણા ચાર્ટ
– ઢોલક, મંજીરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં હળવી કવાયત કરી વર્ગ વ્યવસ્થા કરી ગીતનું રાગ – ઢાળ સાથે ગાન કરશે. બાળકોને ગીતનું સમૂહમાં ગાન કરાવશે. શિક્ષક સોનાની લંકાની સમજ આપશે. બાળકો સમજશે. શિક્ષક બાળકોને હનુમાનજીની વાર્તા કહેશે. બાળકો વાર્તાનું ઘ્યાનથી શ્રવણ કરશે અને સમજશે. શિક્ષક બાળકોને વાર્તાના આઘારે તેમાં શું ગમ્યું અને શું ના ગમ્યું તેની વાતચીત દ્વારા ચર્ચા કરશે. શિક્ષક બાળકોને વાર્તાના એક બે વાકયો ના જવાબોના પ્રશ્નો પૂછશે. બાળકો જવાબો આ૫શે. શિક્ષક બાળકોને ઘરમાં થયેલી માતા – પિતા સાથેની વાર્તાની ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબો પૂછશે. શિક્ષક બાળકોને વાર્તાની સરખામણી કરી બાળકોને જુદા – જુદા પ્રશ્નો પૂછશે અને વાર્તાના આઘારે જુદા – જુદા શબ્દોની ગોઠવણી કરવા માટે સમજાવશે. બાળકો તે પ્રમાણે ગોઠવશે અને વાકયો લખશે. શિક્ષક બાળકોને અનુમાન કરવાનું કહેશે કે તમે નાના – મોટા થઇ શકો, પંખી બની ઉડી શકો તો શું કરશો. બાળકો જાતે અનુમાન કરી અને જુદા – જુદા જવાબો આ૫શે અને એક બીજાના જવાબો સાંભળી આનંદ માણશે. શિક્ષક બાળકોને સમૂહમાં ‘લંકા તારી બળી ગઇ’ ગીતનું સમૂહમાં ગાન કરાવશે. શિક્ષક બાળકોને ટી.વી.મા આવતા જુદા – જુદા પાત્રોનો ૫રિચય અને લંકામાં કોણ હતું શું થયું ત.ની ચર્ચા કરશે. બાળકોને લંકાના રાજા રાવણને કોણે માર્યો જેવા પ્રશ્નોની સમજ વાર્તા દ્વારા આ૫શે. શિક્ષક બાળકોને બે અક્ષર ૫રથી શબ્દ અને બે શબ્દોથી બનતા વાકયો શીખવશે. બાળકો સ્વપ્રયત્ને બનાવશે. શિક્ષક બાળકોને ‘હનુમાનજી દેજો સંદેશો’ ગીતનું ગાન સમૂહમાં કરાવશે. બાળકો કાવ્યનો ભાવાર્થ સમજી કોષ્ટકના પ્રશ્નોના જવાબ આપશે. શિક્ષક બાળકોને ‘હનુમાનજીનો કુદકો’ બાળકોના જૂથ બનાવી રમાડશે. બાળકો રમત રમશે અને આનંદ માણશે. શિક્ષક બાળકોન વાર્તા નાટયરૂપે વાંચન કરી અને નાટક ભજવવા માટે જણાવશે. બાળકોને પાઠને અનુરૂપ જુદા – જુદા ઉખાણા લખાવવા અને તેમને આવડતા ઉખાણા બોલવાવવા અને લખવા જણાવશે. બાળકોને વ્યક્તિગત પાઠનું વાંચન કરાવી અને રમત રમાડશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કવિતામાં આવતા અઘરા શબ્દો જોડિયા શબ્દોનું લેખન
– વાર્તામાં આવતા અઘરા શબ્દોની નોંઘ
– જુદા – જુદા પ્રશ્નો લખાવવા
– સરખામણી
– વાર્તાના આઘારે શબ્દની ગોઠવણ
– અનુમાન કરવું
– લંકા ગીતનું ગાન
– રામાયણમાં આવતા પાત્રોની યાદી
– શબ્દો ૫રથી વાકય
– હનુમાનજીની રમત
– ઉખાણા
– વાંચન, રમત
મૂલ્યાંકન
– શબ્દોનું લેખન કરવું
– પ્રશ્નોના જવાબો લખવા
– ઘરમાં થયેલી વાતની ચર્ચા કરવી.
– વારકયોનું અનુલેખન
– શબ્દ લેખન કરવા જણાવું પંખી બનો તો શું કરો ? ગીતનું લેખન કરવું
– લંકાદહન વાર્તા લખવી અને વાંચવી
– શબ્દોનું લેખન કરવું
– વાર્તામાં આવતા પાત્રોના નામ લખવા
– ગમતા બે ઉખાણા પાકા કરવા
– દરિયા વિશે પાંચ વાકયો લખો.