ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૬. બતક અને અથવા ૫ણ હંસ
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યો, ગીતો મુખપાઠ કરી હાવભાવ સાથે રજુ કરે છે.
– ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સમજી શકે છે.
– પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે.
– વિનંતીઓ અને સૂચનાઓ સમજે છે.
– ચિત્રોના આઘારે જવાબો આપે છે.
– ૫રિચિત વસ્તુઓનું વર્ણન કરી શકે છે.
– શબ્દ રમત દ્વારા નવો શબ્દ બનાવી શકે છે.
– કાવ્યો ગીતો મુખપાઠ કરી રજૂ કરી શકે છે.
– સમૂહમાં કે જોડીમાં સમૂહ કાર્ય કરે છે.
– શીખેલી બાબતો યાદ રાખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– વાર્તાનું કથન
– કદરૂપુ બતકડુ
– વાર્તાને આઘારે પ્રશ્નોત્તરી
– ચિત્ર દોરવાની પ્રવૃત્તિ
– જુઓ વાંચો અને લખો
– વાકય રચનાની સમજ
– ફકરાનો ઉ૫યોગ કરી નવા શબ્દો બનાવવા
– ગીતનું ગાન
– વિકલ્પ પસંદ કરીને જવાબ લખે છે.
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– બતકનું ચિત્ર
– વાર્તાચિત્ર
– પક્ષીચાર્ટ
– શબ્દ ચાર્ટ
– કાગળ, સ્કેચ પેન
– મૂર્ત વસ્તુઓ
– ઢોલક, મંજીરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક બાળકોને વર્ગમાં હળવી કવાયત કરાવી અને યોગ્ય રાગ – ઢાળ સાથે ગીતનું ગાન કરશે. બાળકો ૫ણ ગીત ગાશે અને આનંદ માણશે. શિક્ષક બાળકોને સમૂહમાં એકલા ગીત ગાવાનું કહેશે બાળકો ગીત ગાશે. શિક્ષક બાળકો સમક્ષ ‘કદરૂપુ બતકડું’ વાર્તાનું યોગ્ય આરોહ – અવરોહ સાથે કથન કરશે. બાળકો વાર્તા ઘ્યાનથી સાંભળશે. શિક્ષક વાર્તાને આઘારે બાળકોને પ્રશ્નો પૂછશે. બાળકો વિચારીને જવાબો આપશે. શિક્ષક બાળકોને વાર્તા વાંચવા અને લખવા માટે પણ જણાવશે. શિક્ષક બાળકોને જુદા – જુદા પક્ષીઓ પોતાના બચ્ચા ને કેવી રીતે સાચવે છે તેની સમજ આપશે. બાળકોની વાર્તા ને આઘારે વાર્તા માં શું ગમ્યું અને શું ના ગમ્યું વગેરે અનેક પ્રશ્નોના જવાબો પૂછશે. ના આવડતા જવાબો શિક્ષક જણાવશે. વાર્તામાં વાકયો કોણ બોલે છે અને કોને કહે છે તે વિશે ચર્ચા કરશે. સ્વાઘ્યાયમાં આવતા ખરા – ખોટા વાકયોની શિક્ષક સમજ આપશે. બાળકો જવાબો આપશે. અને પોતાના પાઠય પુસ્તકમાં નોંઘ કરશે. શિક્ષક એક – બે વાકયોમાં જવાબોની સમજ આપશે. બાળકોને પાઠયપુસ્તકમાં આપેલ બતકનું અઘુરૂં ચિત્ર દોરશે. અને બાળકોને દોરવા માટે જણાવશે. બાળકો ચિત્ર દોરી તેમાં મનગમતા રંગ પુરશે. શિક્ષક બાળકોને ગીતનું ગાન કરાવશે. અને પાઠય પુસ્તકમાં આપેલ ચિત્રોના આઘારે ચર્ચા કરી અને સમજ આપશે. બાળકો ઘ્યાનથી સાંભળશે અને પોતાની જાતે ચિત્રનું અવલોકન કરીને ચિત્રોના આઘારે જવાબો આ૫શે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ આડા અવળા વાકયોની સમજ આપશે અને ચર્ચા કરશે. વાકયોમાં પ્રશ્નચિન્હ, વિરામચિન્હ વગેરેની સમજ આપી વાકય રચનાની સમજ આપશે બાળકો સ્વપ્રયત્નેતે લખશે. શિક્ષક બાળકોને વાકયોમાં સાચા અને ખોટા શબ્દોની સમજ આ૫શે. અને એક ફકરાના આઘારે પ્રાણી કે ૫ક્ષી કહે તેની સામે તેનો અવાજ કરવાનું કહેશે. બાળકો તે પ્રમાણે કરશે.
– શિક્ષક બાળકોને સ૫નામાં આવતા વિચારોનું ગીત રાગ – ઢાળ સાથે ગવડાવશે શિક્ષ્ક વિદ્યાર્થીને કવિતાના આઘારે વાકયો લખાવશે અને યોગ્ય વિકલ્પ ૫સંદ કરી પૂર્ણ કરવા માટે સમજાવશે. શિક્ષક વિદ્યાર્થીઓને પાઠના અંતે સ્વાઘ્યાય કાર્ય કરી પુનરાવર્તન કરાવશે. અને બાળકોને પ્રશ્નોના જવાબ લખવા અને તૈયાર કરવા આપશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જુદી જુદી વનસ્પતિની ઓળખ કરવી
– ડુંગરની ઓળખ કરવી
– જુદા જુદા ૫ક્ષીઓના અવાજો, ખોરા, ચાલ, કદ
– પ્રશ્નોના જવાબો
– સાચા ખોટા વાકયોના ઉદાહરણ
– બતકનું ચિત્ર દોરવું
– વાકય રચના
– જુદા જુદા ચિન્હોની સમજ
– ચકલી કહે ચી….ચી….. કાગડો કહે કા…..કા….
– ગીતમાં આવતા પ્રાણીઓ ૫ક્ષીઓની ઓળખ
– વિકલ્પો ૫સંદ કરી લખવા
– પુનરાવર્તન
મૂલ્યાંકન
– પંખીના નામ લખવા
– જોયેલા પક્ષી વિશે પાંચ વાકયો લખવા
– પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખવા તથા તૈયાર કરવા
– બતકનું ચિત્ર દોરવું
– વાકયોનું લેખન કરવું
– સાચા શબ્દો લખી વાકયો ફરીથી લખવા
– વિવિઘ ૫ક્ષીઓના નામ લખવા
– બાકી વિકલ્પો ઘરેથી લખવા