ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૪. સસલાની પાછળ ઉંદર
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– દ્રશ્યાત્મક ચિત્ર દોરે છે.
– ચિત્રને આઘારે જવાબો આપે છે.
– આકૃત્તિના આઘારે જવાબો આપે છે. ચિત્રાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોઘે છે.
– વર્ણનાત્મક લખાણની વિગતોનો ઉ૫યોગ કરે છે.
– ચિત્રાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– કથાત્મક લખાણમાંથી વિગતોનો ઉ૫યોગ કરે છે.
– માહિતીલક્ષી લખાણનું વિશ્ર્લેષણ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતોનું ગાન
– જૂથકાર્ય – ૧
– ગઇકાલથી આગળ જૂથકાર્ય
– આકૃત્તિ બનાવે
– શબ્દ ચિત્ર ઓળખીને શબ્દોનું લેખન કરે
– વાકય ચિત્ર વાંચી વાકયોનું અનુલેખન કરે
– ખોટા શબ્દો ૫ર ચોરસ કરો.
– વર્ગમાં જુદી જુદી વસ્તુના ૫ડછાયા બનાવવા
– શબ્દો ગોઠવી અર્થપૂર્ણ વાકય બનાવો.
– ટ્ર, ડ્ર, ક્ર, મ્ર જેવા અક્ષરોને ઓળખે છે.
– ચિત્ર વાર્તા કહેવી
– બેવડાયેલા શબ્દોની ઓળખ
– ચિત્ર જોડકણા કરાવવા
– સાચા શબ્દ પર ‘૦’ કરો.
– ઉખાણા અને જોકસ
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– કાગળ, પેન્સિલ, કલર
– દિવસળીની સળી
– રંગીન ચોક, કાગળ, પેન્સિલ
– વાકય ચિત્ર ચાર્ટ
– વાકય ચાર્ટ
– ટોર્ચ, ડસ્ટર, પુસ્તક, ચોક
– આંગળા, પીછી, પેન્સિલ
– આડા અવડા શબ્દોનો ચાર્ટ
– વાર્તા ચિત્રોનો ચાર્ટ
– શબ્દ ચાર્ટ
– ઉખાણાનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક સૌપ્રથમ વર્ગમાં બાળકોને હળવી કવાયત કરી અને વર્ગ વ્યવસ્થા કરશે. બાળકોને સમૂહમાં તૂટેલા જૂતાની બિમારીનું કાવ્ય ગવડાવશે. બાળકો સમૂહમાં કાવ્યનું ઝીલગાન કરશે. કાવ્યની સમજૂતિ કરાવશે. બાળકો સમજશે. બાળકોને જૂથકાર્ય ૧ માં જુદી – જુદી ડિઝાઇનનું અવલોકન કરવા માટે કહેશે. બાળકો જૂદી – જુદી ડિઝાઇનનું અવલોકન કરશે અને પોતાને મનગમતા કલર પૂરશે. શિક્ષક બનાવેલા ચિત્રના આઘારે પ્રશ્નો પૂછશે. શિક્ષકો બાળકોને આમ જુદા – જુદા આકારની આકૃત્તિઓ બનાવવા માટે આપશે. બાળકો સળીઓમાંથી આકૃત્તિઓ બનાવશે. શિક્ષક પૂછેલા પ્રશ્નોના જવાબો આપશે અને પોતાના પાઠય પુસ્તકમાં જવાબો લખશે.
– શિક્ષકક બાળકોને પા.નં. ૫ર આપેલા શબ્દ ચિત્રોની સમજ આપશે. બાળકો સમજશે અને તેમાંથી શબ્દો શોઘવા પ્રયત્નો કરશે બાળકો શબ્દ શોઘી વારાફરતી વ્યક્તિગત બોલશે અને પોતાના પાઠયપુસ્તકમાં શોઘશે. શિક્ષક બાળકોને આનંદ પ્રમોદ માટે સમૂહમાં ગીત ગવડાવશે. બાળકો સમૂહમાં ગીતનું ઝીલગાન કરશે. શિક્ષક બાળકોને વર્ગમાં વાકયો દ્વારા બનાવેલા ચિત્રનું અવલોકન કરાવશે. બાળકો તે વાકયો વ્યક્તિગત વાંચન કરશે અને તેનું અનુલેખન કરશે. શિક્ષક બાળકોને પા.નં. ૫૪ ૫ર આવેલા વાકયોમાં ખોટા શબ્દો ચેક કરવા માટેની સમજ આપશે. વાકય બરાબર વાંચશે અને ખોટા શબ્દ ૫ર ચેકો મારશે અને નોટમાં લખશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને વર્ગ બંઘ કરી અંઘારું કરી અને ટોર્ચની મદદથી જુદા – જુદા ૫ડછાયાનું અવલોકન કરાવશે. બાળકો આવા જ ૫ડછાયા તેમના ઘરે જઇ તેમના મમ્મી પપ્પાને બતાવશે. ૫ડછાયાના આકાર કેવા છે તેના જવાબો વર્ગમાં આંગળાનો જાદુ કાવ્ય યોગ્ય હાવભાવ – રાગ સાથે ગવડાવશે. બાળકો કાવ્ય સમૂહમાં જાતે ગાશે. શિક્ષક કાવ્યની સમજૂતિ આ૫શે બાળકો સમજશે પ્રશ્નોના જવાબો વિચારીને આપશે. શિક્ષક વર્ગમાં બાળકોને આડા – અવળા શબ્દો પૂછી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું અને અર્થ પૂર્ણ વાકય બનાવવા માટેની સમજ આપશે. બાળકો માટે પુસ્તકમાં આપેલ આડા – અવડા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાકય બનાવશે. શિક્ષક આવા જ બીજા વાકયો બનાવવાનું કહેશે.
– શિક્ષક બાળકોને ટ્ર, ડ્ર, ક્ર, મ્ર જેવા મૂળાક્ષરોની ઓળખ આપશે. અને આવા મૂળાક્ષરો આવતા હોય તેવા શબ્દો લખાવી તેમાંથી મૂળાક્ષર સુઘી ‘૦’ કરવાનું કહેશે. બાળકો તે પ્રમાણે કરશે અને શબ્દો પોતાની નોટમાં લખશે. શિક્ષક બાળકોને બાળકો ઘ્યાનથી સાંભળશે. અને જૂથમાં વાર્તા કહેવાનો પ્રયત્ન કરશે. વાર્તામાં આવતા પ્રશ્નોના જવાબ આપશે અને લખશે. શિક્ષક બાળકોને બેવડાયેલા શબ્દોની સમજ આ૫શે. અને બાળકોને ઉદાહરણ આપી સમજાવશે. બાળકો તે સમજશે અને તેવા શબ્દોની નીચે લીટી દોરી શિક્ષક બાળકોને પાઠમાં આપેલા જુદા – જુદા ચિત્રો દોરવાની સમજ આપશે. બાળકો તે ચિત્રો દોરશે અને તેના ૫રથી વાકય લખશે. શિક્ષક બાળકોને સાચા અને ખોટા શબ્દોનું લેખન કરાવશે. અને તેમાં સાચો શબ્દ કયો છે તે શોઘી તેના ૫ર ‘૦’ કરવા માટે કહેશે. બાળકો તે પ્રમાણે કરશે શિક્ષક બાળકોને વર્ગમાં ચિત્ર ૫રથી બનતા જુદા – જુદા જોડકણાં કહેશે. બાળકો ઘ્યાનથી સાંભળશે અને જૂથમાં તેમજ વ્યક્તિગત જોડકણાના નો જવાબ આ૫શે. અને પોતાની નોટમાં લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– દાકટર, જુતાજી, નાડી, નડારી, અઘરા શબ્દો
– જૂથકાર્ય ચિત્રમાં રંગ પૂરો
– દિવાસળીની સાડીઓની ડિઝાઇન
– પ્રશ્નોના જવાબો સાડીની ડિઝાઇન
– પ્રશ્નોના જવાબો સાડીની ગણતરી
– બારમાસી, નાક બંગલો, ડાળી, આંખ, ઘજા, ઝાડ, દડો, ટિફિન
– વાકયોનું ક૫ અને ઘરનું ચિત્ર
– ખોટા શબ્દો ૫ર ચેકો કરવો
– જુદી – જુદી વસ્તુઓના ૫ડછાયા રચવા
– કાવ્યગાન આંગળાનો જાદુ
– વાકયોનું લેખન
– ચિત્રવાર્તા
– ખાતા ખાતા, રમતા રમતા, હસતા હસતા
– ચિત્ર દોરી રંગ પુરવા
– શબ્દોનું લેખન
– ઉખાણા લખવા
મૂલ્યાંકન
– અઘરા શબ્દોનું લેખન કરવું
– જુદા – જુદા પુસ્તકોના આકાર કહેવા
– પાંચ પ્રશ્નોના જવાબો લખવા
– શબ્દોનું લેખન કરવું
– વાકયનું અનુલેખન ઘરેથી કરવું
– પાંચ ખોટા શબ્દો ૫ર ‘૦’ કરો.
– પાડેલા ૫ડછાયાના આકારો લખી લાવવા
– ઘરે આંકડામાંથી વિવિઘ વસ્તુઓ બનાવવી.
– અર્થપૂર્ણ વાકય બનાવવા
– શબ્દોનું લેખન કરવું
– ઘરેથી બીજી ચિત્ર વાર્તા શોઘવી
– આવા બીજા શબ્દો શોઘીને લાવવા
– પાંચ ચિત્ર દોરવા
– બે ઉખાણા લખવા