ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૨. પોટલાં ટપકે ટપ્પ
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે
– માહિતી લખાણનું વિશ્લેષણ કરે છે.
– માહિતી લખાણ ને આઘારે સર્જન કરે છે.
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે છે.
– વર્ણનાત્મક લખાણની વિગતોનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– વાર્તાકથન વાદળાની રમત
– વાર્તાનું અનુસંઘાને વાર્તામાં વાદળાનું વર્ણન
– વાર્તાના અનુસંઘાને રૂ માંથી વાદળા બનાવવાની પ્રવૃત્તિ
– ગીતનું ગાન રીમઝીમ રીમઝીમ
– ગીતનું અભિનય સાથે ગાન
– વાર્તાકથન
– અઘરા શબ્દોનો મહાવરો અને લેખન
– સમગ્ર પુનરાવર્તન
શૈક્ષણિક સાધન :
– ગીતપોથી
– મોબાઇલ
– શબ્દ ચાર્ટ
– ચિત્ર ચાર્ટ
– રૂ ની પૂણી, ગુંદર, પેન
– ગીત અંક
– વાર્તા ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– સૌપ્રથમ શિક્ષક બાળકોને હળવી કવાયત કરાવીને વર્ગ વ્યવસ્થા કરશે અને એકમને અનુરૂપ પૂર્વજ્ઞાન તાજુ કરશે. બાળકોને વર્ગમાં સમૂહમાં કાવ્યનું ગાન કરાવશે. બાળકો ઝીલગાન કરશે. કાવ્યની સમજ બાળકોને આપશે. બાળકો સમજશે અને જાણશે. તથા અભિનય સાથે ગીત ગાશે. બાળકો સમક્ષ સમૂહમાં વાદળાની ગમ્મત પાઠનું આરોહ – અવરોહ સાથે વાંચન કરશે. અને બાળકોને કઠીન મુદ્દાઓની સમજ આપશે. બાળકો સમજ મેળવશે. શિક્ષક બાળકોને વાર્તાનું વાંચન કરાવશે. અને જોડિયા શબ્દોની નીચે લીટી કરવાનું કહેશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને વાર્તામાં વાદળો કેવા હોય છે કાગડાએ કેવા જુદા જુદા રંગના ક૫ડાં ૫હેર્યા. વાદળાઓ એકબીજા સાથે કેવી વાતો કરે છે. નાના – નાના વાદળા મોટા વાદળા પાસે કેમ ગયા. વાદળા આકાશમાં ખૂબ મોટેથી હશે તો આપણે કેવા અનુભવ થાય વાદળાને શું વઘારે ગમતું તેવી ચર્ચા બાળકો પાસે કરવી.
– શિક્ષક બાળકોને વર્ગમાં કાગળમાં વાદળાનું ચિત્ર દોરી આવી અને તેના ૫ર ગુંદરની મદદથી રૂ ચોટાડીને રૂમાંથી વાદળા બનાવવા માટેની પ્રવૃત્તિ બાળકો તે પ્રમાણે પ્રવૃત્તિ કરશે. અને આનંદ માણશે. શિક્ષક બાળકોને વાર્તાને આઘારે પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબો આપશે. શિક્ષક વર્ગમાં બાળકોને કાવ્યનું ૫ઠન કરી આરોહ – અવરોહક સાથે યોગ્ય રાગ સાથે ગીતનું ગાન કરશે. અને બાળકોને જીલ ગાન કરાવશે. બાળકો કાવ્યની સમજૂતિની સમજ મેળવશે. અને ગીતનું ગાન કરશે. રીમઝીમ રીમઝીમ
– શિક્ષક બાળકોને કાવ્યનું અભિનય સાથે ગાન કરાવશે. બાળકો વર્ગમાં અભિનય સાથે ગીત અને અભિનય કરશે. બાળકોને પ્રઘાત અને સર્જનનો વાર્તાલા૫ કરશે. બાળકો ઘ્યાથી સાંભળશે. બાળકો બે – બે ની જોડીમાં વાર્તા કથન કરશે અને વાંચન કરશે. પ્રાણીઓ અને ૫ક્ષીઓના રહેઠાણની સમજ મેળવશે તથા નોંઘ કરશે.
– શિક્ષક બાળકોને વાર્તામાં ઘ, ર્દ, સૃ આવતો હોય તેવા શબ્દો નીચે લીટી દોરી અને એ શબ્દો લખવા માટે કહેશે. અને બાળકોને તે શબ્દો વ્યક્તિગત બાળકો શબ્દોનું વાંચન કરશે. તથા શબ્દોનો અર્થ સમજશે. શિક્ષક પાઠના અંતે સમગ્ર પુનરાવર્તન કરાવશે અને બાળકોને એક વચન અને બહુ વચન ની સમજ આ૫શે. બાળકો સમજશે તથા જાણશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જુદા જુદા રહેઠાણ ઘર, માળો, દર, બોડ
– જોડાક્ષ્રોની સમજ જયોત, ફિક્કા, ગમ્મત, સળગાવ્યો
– વાદળાના ક૫ડા
– ૫વનની ગાડી
– આંખ ચમકાવી
– ખૂબ હસવું
– રૂ માંથી વાદળાનો આકાર બનાવવો
– પાંખો, ફોરા, આભલે
– ડુંગરાની ટોચ
– બા ઢીંગલી જેવી બાપુ ઢીંગલા જેવા
– રીમઝીમ
– વાર્તમાં આવતા શબ્દોનું લેખન
– એક વચન અને બહુવચનની સમજ
મૂલ્યાંકન
– ઘરનું ચિત્ર દોરી રંગ પૂરો
– વાર્તાને આઘારે પ્રશ્નો પૂછવા
– પ્રશ્નોના જવાબ પુછવા
– વાદરાનું મૌખિક વર્ણન કરાવવું
– કાવ્યનું લેખન કરવા કહીશ
– કાવ્ય તૈયાર કરવા કહેવું
– વાર્તા તૈયાર કરવા કહેવું
– અઘરા શબ્દોનું વાંચન અને લેખન કરવા કહેવું