ધોરણ : 3 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૩) સ્માર્ટ ચાર્ટ
અધ્યયન નિષ્પતિ :
– માહિતી નિયમન સમજે છે.
– ચિહનોનો ઉપયોગ કરી માહિતીની નોંધ કરી ચિત્રાત્મક રજૂઆત કરે છે. અને તારણો કાઢે છે.
શૈક્ષણિક મુદ્દા :
– જુદા – જુદા રંગોના ફૂલો
– બગીચામાં જોયેલા ફૂલો
– ફૂલો ના આધારે કોસત્યક પૂર્ણ કરો
– પ્રવૃતિ : માં પસંદ ફૂલ દોરો
– આપણે રસ્તા પર શું જોઈએ છીએ ?
– ટ્રાફિકના ચિત્રનું અવલોકન
– રમત : પાસાની રમત
– આસપાસ ના લોકો પાસેથી માહિતીનું એકત્રીકરણ
– મિત્રો પાસે થી ઘરના માણસોની સંખ્યા ની માહિતી એકત્રિત (જૂથમાં)
– સહપાઠી મિત્રોએ લાવેલ નાસ્તાની વિગતનું એકત્રીકરણ (જૂથમાં)
– ચાર્ટ સાથે સ્માર્ટ બનો
– તમારો હાથ કેટલો લાંબો છે ? પ્રવૃતિ
– બાળકો શાળાએ આવે છે તે આવવાની રીતનું ચિત્રમાં અવલોકન
– ચાર્ટ બનાવવો.
– અનગમતી શાકભાજી
– કોઠાણ આધારે ચાર્ટ બનાવો
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને જુદા જુદા રંગના ફૂલોના ચિત્રોનું અવલોકન કરાવીશ. બગીચામાં જોયેલા જુદા જુદા ફૂલોની માહિતી મેળવીશ. ચિત્રમાં આપેલ ફૂલોના આધારે કોષ્ટક પૂર્ણ કરાવીશ. ફૂલ દોરવાની પ્રવૃતિ કરાવીશ. કોષ્ટકના આધારે ખાલી જગ્યા પુરવીશ. ટ્રાફિકના ચિત્રનું અવલોકન કરવી કોઠો ભરવીશ. કોઠાણ આધારે આપેલ ખાલી જગ્યા પુરવીશ. વિદ્યાર્થીઓને પાસાની રમત રામડીશ. તેના આધારે કોષ્ટક ભરવીશ. પ્રશ્નોના ઉત્તર લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને આસપાસના લોકો પાસેથી તેમની માં પસંદ મીઠાઇ અંગે જાણી લાવવા કહીશ. તેના આધારે કોઠો ભરવીશ. કોઠા પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવા જણાવીશ. વિદ્યાર્થીઓના જુથ બનાવી તેમના મિત્રોના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછી કોઠો ભરવીશ. તેના આધારે ખાલી જગ્યા પુરવીશ. તથા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે તે વાનગીનું નં અને વિદ્યાર્થીઓની સંખ્યા લખવા જણાવીશ. ખાલી જગ્યા પુરવીશ. વિદ્યાર્થીઓને હાજરી ચાર્ટનું વાંચન કરાવીશ. તથા ગેર હાજરી ચાર્ટનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓને ચાર્ટ ના આધારે ખાલી જગ્યા પુરાવા જણાવીશ. વિદ્યરીઓને ૪-૪ મિત્રોના જુથ બનવડાવીશ. નકામા કાગળની પટ્ટીઓ કપાવીસ. દરેક વિદ્યાર્થીઓને હાથ કાગળની પત્તિથી મપાપટ્ટી વન સ્તંભ આલેખ ચાર્ટ પ્રમાણે ચોટડાવીશ. ચિત્રના આધારે ખાલી જગ્યા પુરવીશ. બાળકો શાળાએ આવે છે તે ચિત્રનું અવલોકન કરવા જણાવીશ. તેના આધારે કોઠો ભરવીશ. તે સંખ્યાને આપેલ ચાર્ટમાં ચહેરા દોરી બતાવવા જણાવીશ. તેના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરાવીશ. પક્ષી / પ્રાણી ના આધારે માહિતીનો ચાર્ટ તૈયાર કરવા જણાવીશ. વિદ્યાર્થીઓને પોતાના મિત્રોને અણગમતી શાકભાજી વિશે પૂછવા જણાવીશ, તેના આધારે કોઠો પૂર્ણ કરાવીશ. કોઠા ના આધારે ચાર્ટમાં બાળકોની સંખ્યાના ચહેરા દોરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃતિ : તમને માં પસંદ કોઈ ફૂલ દોરી રંગ પૂરો
પ્રોજેક્ટ : તમારી આસપાસ ના લોકો પાસેથી તેમની માં પસંદ મીઠાઇ જાની કોષ્ટક પૂર્ણ કરો
પ્રવૃતિ : હાથના માપ ની કાગળની સરખી પહોળાઈ વળી પટ્ટીઓ કાપો.
મૂલ્યાંકન
– ચિત્ર ના આધારે પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– મહાવરો : તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો સ્માર્ટ ચાર્ટ બનાવો.