ધોરણ : 3 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૮) વધુ ભારે પડે કોણ ?
અધ્યયન નિષ્પતિ :
– સાદા ત્રાજવાથી વસ્તુઓનું વજન ગ્રામ અને કિલોગ્રામ જેવા પ્રમાણિત એકમોથી શોધે છે.
– ગ્રામ અને કિલોગ્રામ માં આપેલ માપવાળા સરવાળા બાદબાકી કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગોળ અને મગફળીમાં વજન કોનું વધારે ?
– કોળું- ટામેટાંનો પંગો
– વર્ગના મિત્રોનું વજન
– વજન થી બમણું
– ગ્રામ તથા કિલોગ્રામ એકમ
– મસ્ત મસ્ત ખિચડી
– મહાવરો – ચર્ચા
– વજનીયાં અને ત્રાજવાં
– મુલાકાત : ભંગાર વેચનાર વેપારી, શાકભાજી અને કરિયાણાની દુકાન
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ૧ કિલો ગોળ અને ૧ કિલો ગ્રામ મગફળીમાં વજન કોનું વધારે છે તે અનુમાન કરાવીશ. ચર્ચા કરીશ કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે ? અથવા તે માત્ર વધારે દેખાય છે ? વિદ્યાર્થીઓ પાસે અનુમાન કરાવીશ કે આમાંથી કોણ માટે તમારે વધારે મોટી (બેગ) થેલિની જરૂર છે ? ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓએ કરેલ અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરાવીશ. “કેળું- ટામેટાં નો પંગો” વાત રજૂ કરીશ. તેના આધારે વિદ્યાર્થીઓને અનુમાન કરાવીશ કે કેટલા નાના ટામેટાં કેળાને ખીચવા પર ઊભું કરી સકે ? કેટલી મોટી કેરીઓ કોલને સમતોલ રાખી સકે ચર્ચા કરીશ,. વિદ્યાર્થીઓ અનુમાન કરશે. વિધ્યાર્થીઓ ને તેમના મિત્રોના વજન વિશે પૂછીશ કે જેમનું વજન સરખું હોય, વધારે હોય કે ઓછું હોય. ભારતીના જન્મ દિને તેના માતા -પિતા દર વર્ષે ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઇ ગરીબ લોકોને વહેછે છે. ભરતીની ૧ થી ૫ વર્ષની ઉમરને ધ્યાનેમાં રાખી વજન અને મીઠાઈન જથ્થાનું અનુમાન કરાવીશ. ખિચડી બનાવવાના દરેક વસ્તુના જથ્થામાં કઇંક ઘણું જ ખોટું થયું છે ? તો તે વસ્તુના સાચા જથ્થા સાથે જોડાવીશ. વિદ્યાર્થીઑ સાથે મહવારોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને નજીકમાં ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત કરાવીશ. જૂથમાં ચર્ચા કરાવીશ. પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ રમત
પ્રવૃતિ : હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઊચકી શકશો ?
પ્રોજેક્ટ : ભંગાર વેચનાર વેપારી શાકભાજી અને કરિયાણાની દુકાનની મુલાકાત પ્રશ્નોત્તરી
મૂલ્યાંકન
– મહાવરો લખવા જણાવીશ.