ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૦૪ ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
- ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?
ઉત્તર : ભગવદ્ ગીતામાંથી
2. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્યવ્યવસ્થાનું સ્વરૂપ ……………. શાસનવ્યવસ્થા જેવું હતું.
ઉત્તર : કબિલાઈ
3. કબિલાઈ શાસનવ્યવસ્થામાં વડાને શું કહેવામાં આવતો?
ઉત્તર : રાજન્ય
4. વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી?
ઉત્તર : વૈદિક કાળમાં સભા અને સિમિત જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી.
5. ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ કયા વિસ્તારમાં જુદાજુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ?
ઉત્તર : ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદાજુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ.
6. ‘જનપદ’ એટલે શું?
ઉત્તર : ‘જનપદ’ એટલે ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસના જુદા જુદા સમૂહોના માઘ્રસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન.
7. ‘જનપદ’ શબ્દ કથા અર્થમાં વપરાતો હતો?
ઉત્તર : રાજ્યના
8. જનપદ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સભ્યોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, અને જનપદ કહેવામાં આવતાં, ‘જનપદ’ એટલે માણસના વસવાટેનું એક ક્ષેત્ર કે સ્થાન, જનપદ રાષ્ટ્ર રાજ્યના અર્થમાં વપરાતી, તેમાં ઋગ્વેદકાલીન કબિલાઈ સમાજવ્યવસ્થાથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્યવ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોનાં રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.
9. મહાજનપદ કેટલાં હતાં?
ઉત્તર : 16
10. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
ઉત્તર : બે
11. મહાજનપદોમાં કયા બે પ્રકારની શાસનવ્યવસ્થા હતી?
ઉત્તર : મહાજનપદોમાં આ બે પ્રકારની શાસનવ્યવસ્થા હતીઃ (1) રાજાશાહી (2) લોકશાહી.
12. 16 મહાજનપદોનાં નામ રાજધાની સહિત જણાવો :
ઉત્તર : સોળ મહાજનપદોનાં નામ રાજધાની સહિત નીચે મુજબ છે :
ક્રમ | મહાજનપદ | રાજધાની |
1 | અંગ | ચંપા |
2 | વજિજ | વૈશાલી |
3 | મલ્લ | કુશીનારા |
4 | કાશી | વારાણસી |
5 | મગધ | ગીરીવ્ર્જ (રાજગૃહ) |
6 | કોસલ | શ્રાવસ્તી, અયોધ્યા |
7 | વત્સ | કૌશાંબી |
8 | ચેદિ | સુક્તિમતી |
9 | પાંચાલ | અહિછત્ર, કામ્પિલ્ય |
10 | સુરસેન | મથુરા |
11 | કુરુ | ઇન્દ્રપ્રસ્થ |
12 | અશ્મક | પૌડ્ન્યા |
13 | અવંતી | ઉજ્જયિની |
14 | મત્સ્ય | વિરાટનગર |
15 | ગાંધાર | તક્ષશિલા |
16 | કંબોજ | લાજપુર |
- ગોરખપુર આસપાસનો પ્રદેશ …………… મહાજનપદનો સીમાવિસ્તાર હતો.
ઉત્તર :મલ્લ14. સૌથી વધુ મહાજનપદો હાલના કયા રાજ્યમાં હતાં? કયાં કયાં?
ઉત્તર :સૌથી વધુ મહાજનપદો હાલના ઉત્તરપ્રદેશમાં હતાં. મલ્લ, કાશી, કોસલ, વત્સ, પાંચાલ, સૂરસેન.15. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?
ઉત્તર : કુરુનો16. નર્મદા અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં કયું મહાજનપદ હતું?
ઉત્તર : ચેદિ17. હાલના જયપુર પાસે કહ્યું મહજનપદ હતું?
ઉત્તર : મત્સ્ય
18. વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર કોને ગણવામાં આવે છે?
ઉત્તર : વર્તમાન સમયમાં દિલ્લી અને મેરઠની આસપાસનો પ્રદેશ કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર ગણવામાં આવે છે.19. ‘અંગુત્તરનિકાય’ ગ્રંથ …………… ભાષામાં લખાયેલો છે.
ઉત્તર : પાલિ20. મહાજનપદો ક્યા કાળમાં હતાં?
ઉત્તર : અનુવૈદિક21. રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
ઉત્તર :
રાજાશાહી | લોકશાહી |
(1) રાજાશાહી રાજયવ્યવસ્થામાં રાજા મુખ્ય હોઈ છે. | (1) લોકશાહીમાં લોકો દ્વારા ચુંટાયેલ પ્રતિનિધિઓ હોઈ છે, જેને ગણતંત્ર પણ કહે છે. |
(2) રાજાનું પદ વંશપરંપરાગત હોઈ છે. | (2) જે – તે પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિ ચુંટે છે. |
(3) વૈદિક કાળના રાજાશાહી રાજ્યો : મગધ, કોસલ, વત્સ, અવંતિ વગેરે. | (3) વૈદિક કાળનાં ગણતંત્ર રાજ્યો : વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા, કુશીનારા વગેરે. |
-
સત્તા માટે કર્યાં ક્યાં રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી?
ઉત્તર :સત્તા માટે મગધ, કોસલ, વત્સ અને અતિ આ રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી.23. નીચેનામાંથી કયું રાજ્ય રાજ્યતંત્ર વ્યવસ્થા ધરાવતું ન હતું?
ઉત્તર :કાશી24. રાજાશાહી રાજ્યતંત્રોમાં …………. સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
ઉત્તર : મગધ25. મગધમાં કયા મજબૂત વંશે શાસન કર્યું હતું?
ઉત્તર : હર્યક, નાગ, નંદ
26. મને ઓળખો : હું હર્ષક વંશનો સ્થાપક રાજા છું.
ઉત્તર : બિંબિસાર
27. કોના સમયમાં પાટિલપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?
ઉત્તર : અજાતશત્રુનાં28. મગધની રાજધાની …………. હતી.
ઉત્તર : રાજગૃહ29. મગધ કઈ કઈ નદીઓના કિનારે આવેલું હતું?
ઉત્તર : ગંગા અને શોણ30. બિબિસાર પછી તેનો પુત્ર…………….શાસન પર આવ્યો.
ઉત્તર : અજાતશત્રુ
- અજાતશત્રુએ …………….. ને પોતાની રાજધાની બનાવી હતી.
ઉત્તર :પાટલીપુત્ર32. અજાતશત્રુએ કેવી રીતે પોતાનો રાજ્યવિસ્તાર કર્યો હતો?
ઉત્તર :અજાતશત્રુએ વિજ્જિસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવીને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.33. હર્ષક વંશ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : હર્ષક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની રાજગૃહ (ગિરિવજ) હતી, જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલી હતી. બિબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલિપુત્ર (પટના)ને રાજધાની બનાવી. તેણે વિજ્જસંધ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.
- મગધ પર હર્ષક વંશ બાદ કર્યો વંશ સત્તા પર આવ્યો?
ઉત્તર :નાગ વંશ35. નંદ વંશના સ્થાપકનું નામ જણાવો.
ઉત્તર :મહાપદ્મનંદ36. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
ઉત્તર : મહાપદ્મનંદે37. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ……………. સૌથી શક્તિશાળી વંશ હતો.
ઉત્તર : નંદ વંશ38. સિકંદરના ભારત પર આક્રમણ સમયે મગધમાં કોનું શાસન હતું?
ઉત્તર : ધનનંદ39. ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.
ઉત્તર : ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જેને પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસન પદ્ધતિ વિશેષતા ગણી શકાય.40. ગણરાજ્ય એટલે શું?
ઉત્તર : એક કરતાં વધારે સભ્યસંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજય.41. લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ……………. કહેવામાં આવતું.
ઉત્તર : ગણરાજ્ય42. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું.
ઉત્તર : વૈશાલી43. ગણરાજ્યોનાં નામ જણાવો.
ઉત્તર : વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓનાં ગણરાજ્યો હતાં.44. ટૂંક નોંધ લખો : ગણરાજ્ય
ઉત્તર : ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એકથી વધુ સભ્યોની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય તે સમયે એવાં પણ ગણરાજ્યો હતાં જેમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતા. વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે તે સમયના પ્રજાઓનાં ગણરાજ્યો હતાં. વળી તે વ્યવસ્થામાં દરેક સભ્યને રાજા જેવો દરરજો આપવામાં આવતાં.45. વજિજસંઘ નામનું સંઘરાજ્ય કોણે સ્થાપ્યુ હતું?
ઉત્તર : લિચ્છવી, વજ્જિ, શાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા વજિજસંઘ નામનું સંધરાજ્ય સ્થાપ્યું હતું.46. વજિજસંઘ મુખ્ય સ્થાન ……………… પાટનગર વૈશાલી હતું.
ઉત્તર : લીચ્છવીઓનું
47. ગણસભાના સભાસ્થળનું શું નામ હતુ?
ઉત્તર : સંથાગાર48. ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે કોની પસંદગી થતી?
ઉત્તર : યુવાનો અને વૃદ્ધો49. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?
ઉત્તર : સભ્યો પાસે50. ગણરાજ્યની સભામાં કેવા પ્રશ્નો પર ચર્ચા થતી?
ઉત્તર : ગણરાજ્યની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણય લેવાતા.
51. ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી?
ઉત્તર : કાર્યવાહક52. ટૂંક નોંધ લખો : વૈશાલી વિજ્જ રાજ્ય
ઉત્તર : લિચ્છવી, વજ્જિ, સાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ રાજસત્તાક રાજ્યોથી રક્ષણ મેળવવા એક સંઘરાજ્ય સ્થાપ્યું જે વજ્જિસંઘ નામે ઓળખાયું. તેનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હોવાથી તે વૈશાલીના વિજ્જસંઘનું ગણરાજ્ય કહેવાયું. આ ગણરાજ્યના રાજ્યવહીવટનું સંચાલન સભા દ્વારા થતું. સભાના તમામ સભ્યો પાસે રાજ્યની બધી સત્તા રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધાં કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતાં. સભા ભરાતી તે જગ્યા સંથાગાર કે નગરભવન તરીકે ઓળખાતી.
ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી. તે સભ્યોમાંથી પ્રમુખ પસંદ કરવામાં આવતા. સભાનો પ્રત્યેક સભ્ય રાજા ગણાતો. સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણયો લેવાતા. સભ્ય નિયત થયેલ સમય સુધી જ સભ્યપદ ભોગવતા. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી.53. ગણરાજ્ય સમયમાં લોકો …………….. માંથી બનાવેલાં વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા.
ઉત્તર : માટી54. ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા?
ઉત્તર : ગણરાજ્યના લોકો ધઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા.
55. ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.
ઉત્તર : ગણરાજ્યોના લોકો સાદાં ઘરોમાં રહેતા અને પશુપાલનની પ્રવૃત્તિ કરતા. તેઓ ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ જેવા પાકો ઉગાડતા. તેઓ માટીનાં વાસણોનો ઉપયોગ વધુ કરતા હતા. તેમનાં માટીનાં કેટલાંક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગનાં હતાં.
56. ગણરાજ્ય સમયનાં ભૂખરા રંગનાં ચિત્રિત વાસણોને …………….. કહે છે.
ઉત્તર : ઘૂસરપાત્ર57. ગણરાજ્ય સમયની રાજ્યવ્યવસ્થા વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : ગણરાજ્ય સમયે શાસક પોતાના રાજ્યના રક્ષણ માટે રાજધાનીની આસપાસ મજબૂત અને ઊંચા કિલ્લાઓ બંધાવતો. આ કિલ્લા ઈંટો અને પથ્થરના બનાવાતા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દીવાલો તૈયાર કરાવતા. કિલ્લો અને દીવાલ બનાવવા લોકો પાસેથી કર લેવાતો. આ કર જુદા જુદા લોકો જુદી જુદી રીતે ભરતા હતા. ખેડૂતો પાકનો છઠ્ઠો ભાગ રાજકોપમાં આપતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. જ્યારે વેપારીઓ ખરીદ-વેચાણ પર કર આપતા હતા.58. મહાજનપદો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતાં?
ઉત્તર : મહાજનપદો પોતાનો રાજ્યવિસ્તાર વધારવા માટે અવારનવાર એકબીજા સાથે યુદ્ધ કરતાં રહેતાં જેથી પ્રજાની સુરક્ષા જોખમાતી હતી. તેથી તેઓ પોતાના રાજ્યની સુરક્ષા માટે મજબૂત અને ઊંચા કિલ્લા બંધાવતા. આ કિલ્લાઓથી રાજ્યનું, પ્રજાનું અને રાજ્યની સંપત્તિનું સંરક્ષણ થતું.59. ગણરાજ્યમાં કારીગર વર્ગ …………. માસમાં એક દિવસ રાજ્યનું કામ કરી આપતો.
ઉત્તર : એક60. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?
ઉત્તર : પશુઓ61. મહાજનપદોના સમયગાળામાં ………….. નાં ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો.
ઉત્તર : લોખંડ
62. ગણરાજ્યમાં વેપારીઓ શેના પર કર ભરતા?
ઉત્તર : ગણરાજ્યમાં વેપારીઓ સામાનના ખરીદ-વેચાણ પર કર ભરતા.63. અલાહાબાદના કિલ્લાની દીવાલ શાની બનેલી છે?
ઉત્તર : અલાહાબાદના કિલ્લાની દીવાલ ઈંટોની બનેલી છે.64. અલાહાબાદથી મળેલી ઈંટની દીવાલ આશરે ……………. વર્ષ પહેલાની ગણાય છે.
ઉત્તર : 250065. ‘A’ વિભાગમાં આપેલાં રાજ્યોનાં નામ સામે ‘B’ વિભાગમાં આપેલાં રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો :
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મગધ | (A) કોંશાંબી |
(2) ગાંધાર | (B) ઉજ્જયિની |
(3) વત્સ | (C) રાજગૃહ |
(4) અવંતિ | (D) તક્ષશિલા |
જવાબ |
(1) – (C) |
(2) – (D) |
(3) – (A) |
(4) – (B) |
- જોડકા જોડો :
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મત્સ્ય | (A) માળવાનો પ્રદેશ |
(2) વજિજ | (B) બરેલી આસપાસનો પ્રદેશ |
(3) પાંચાલ | (C) જયપુર પાસેનો પ્રદેશ |
(4) અવંતિ | (D) ઉત્તર બિહાર |
જવાબ |
(1) – (C) |
(2) – (D) |
(3) – (A) |
(4) – (B) |