ધોરણ : ૬ વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૨) આહાર ના ઘટકો
અધ્યયન નિષ્પતિ :
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
– પ્રક્રિયા અને ઘટનાને કારણે સાથે જોડે છે.
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે ?
– સ્ટાર્ચ, પ્રોટીન, ચરબીનું પરીક્ષણ
– વિવિઘ પોષણ દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે ? તે અંગે ચર્ચા
– સમતોલ આહાર
– ત્રુટિજન્ય રોગો
શૈક્ષણિક સાધન :
– પાઠયપુસ્તક
– ચાર્ટસ ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને વિવિઘ ક્ષેત્રો / રાજયોનાં તથા પોતે લેતાં હોય તેવા ભોજન વિશે ચર્ચા કરી માહિતીનું એકત્રીકરણ કરાવીશ. વિભિન્ન પ્રકારના ખાદ્યપદાર્થોમાં શું હોય છે તે વિશે માહિતી આપી ચર્ચા કરીશ. ખાદ્ય પદાર્થોમાં રહેલા વિવિઘ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે તે જણાવીશ સમતોલ આહાર એટલે શું ? તેમાં રહેલા પોષક દ્રવ્યો અંગે ચર્ચા કરીશ. ત્રુટિજન્ય રોગો એટલે શું ? તથા વિટામીન અને ખનીજક્ષારોના ઉણપથી થતા રોગ અંગે ચર્ચા કરીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ :
પ્રવૃતિ :
વિવિઘ ક્ષેત્રો / રાજયોનાં કેટલાંક સામાન્ય ભોજનનું એકત્રીકરણ કરવું.
પ્રયોગ :
સ્ટાર્ચનું પરીક્ષણ
પ્રયોગ :
ચરબી માટેનું પરીક્ષણ
પ્રયોગ :
પ્રોટીન માટેનું પરીક્ષણ
પ્રવૃતિ :
ફળ તથા શાકભાજીમાં પાણીની માત્રા તપાસી.
મૂલ્યાંકન :
સ્વાઘ્યાય ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો લખવા આપીશ.