ધોરણ ૬ વિજ્ઞાન પાઠ ૨ આહારના ઘટકો
પાઠ ૨ આહારના ઘટકો
- રાજમા અને સરસવનું શાક…………..રાજ્યની જાણીતી વાનગી છે.
ઉત્તર : પંજાબ - પોષક દ્રવ્યો એટલે શું? આપણા આહારનાં મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં ક્યાં છે?
ઉત્તર : શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ માટે આહારમાં રહેલાં આવશ્યક ઘટકોને પોષક દ્રવ્યો કહે છે. આહારના મુખ્ય પોષક–દ્રવ્યોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનીજક્ષારોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પાચક રેસાઓ તથા પાણી આવશ્યક છે.3. આયોડિનનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવશો?
ઉત્તર : પાણીથી અડધી ભરેલી ટેસ્ટટ્યુબમાં ટીંચર આયોડિનનાં થોડાં (10-12) ટીપાં ઉમેરવાથી આયોડિનનું મંદ દ્રાવણ બનશે.4. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા કેટલાં મિલીલીટર પાણીમાં કેટલાં ગ્રામ કૉપર સલ્ફેટ ઓગાળશો?
ઉત્તર : કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ ઘન કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે.5. કોસ્ટિક સોડા અને પાણી કેટલા પ્રમાણમાં લેવાથી પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ મેળવશો?
ઉત્તર : 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી પ્રોટીન હાજરી ચકાસવા માટેનું દ્રાવણ બનશે. જે પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ છે.6. ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત ઘટકની હાજરી ચકાસવા……………….નો ઉપયોગ થાય છે.
ઉત્તર : આયોડિન દ્રાવણ7. …………………કાર્બોદિત પદાર્થ સાથે ભૂરો રંગ આપે છે.
ઉત્તર : આયોડિન8. જે ખાદ્ય પદાર્થ કોપર–સલ્ફેટ અને કોસ્ટિક સોડા સાથે જાંબલી રંગ આપે, તેમાં………………….હોય છે.
ઉત્તર : પ્રોટીન9. ………………કાગળને દૂધિયો બનાવે છે અને તે તડકામાં ભાષ્પીભવન પામતો નથી.
ઉત્તર : ચરબી10. આપેલ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત અને પ્રોટીનની હાજરી ચકાસવાના પ્રયોગનું વર્ણન કરો:
ઉત્તર :
હેતુ : આપેલ ખાદ્યસામગ્રીમાં કાર્બોદિત અને પ્રોટીનની હાજરી ચકાસવી.
સાધન–સામગ્રી : ટેસ્ટટ્યુબ, ડ્રોપર, ટેસ્ટટ્યુબ–સ્ટેન્ડ, ચમસી, વોચગગ્લાસ/સ્પેટ, બટાકા, દૂધ, પનીર, ચણા, ઘઉં અને ચોખાનો લોટ, તુવેરની બાફેલી દાળ.
પદાર્થ : આયોડિનનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ
આકૃતિ :
પદ્ધતિ :
(1) સૌ પ્રથમ ચોખાનો લોટ, ઘઉંનો લોટ તથા ચણાનો લોટ વગેરેને થોડી થોડી માત્રામાં અલગ અલગ ટેસ્ટટ્યુબમાં લઇ, દરેકમાં ડ્રોપરની મદદથી 10-10 મિલીલીટર ઉમેરી, હલાવીને દ્રાવણ બનાવો.
(2) એક ટેસ્ટટ્યુબમાં થોડું દૂધ લો. જુદી જુદી પ્લેટમાં બટાકા, તુવેરની દાળ અને પનીરના નાના ટુકડા કરી મૂકો.
(3) હવે બધાં જ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા અલગ અલગ ટેસ્ટટ્યુબ અને પ્લેટમાં ડ્રોપર વડે દરેકમાં વારાફરતી કોપરસલ્ફેટનું દ્રાવણ ડ્રોપર દ્વારા ઉમેરો. હવે દરેકમાં કોસ્ટિક સોડાનું દ્રાવણ પણ ડ્રોપર વડે ઉમેરો.
(4) દરેક ટેસ્ટટ્યુબના મિશ્રણને બરાબર હલાવી થોડીવાર રહેવા દો. થયેલાં રંગ–પરિવર્તનની નોંધ કરો.
અવલોકન :
ખાદ્યસામગ્રી | આયોડિનના દ્રાવણથી થતું રંગ પરિવર્તન |
બટાકા | દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે. |
દૂધ | રંગ પરિવર્તન થતું નથી. |
પનીર | રંગ પરિવર્તન થતું નથી. |
ચણાનો લોટ | રંગ પરિવર્તન થતું નથી. |
ઘઉંનો લોટ | દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે. |
ચોખાનો લોટ | દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે. |
તુવેરની બાફેલી દાળ | રંગ પરિવર્તન થતું નથી. |
ખાદ્યસામગ્રી | કોસ્ટિક સોડા+કોપરના દ્રાવણથી થતું રંગ પરિવર્તન |
બટાકા | રંગ પરિવર્તન થતું નથી. |
દૂધ | દ્રાવણ જાંબલી રંગનું બને છે. |
પનીર | દ્રાવણ જાંબલી રંગનું બને છે. |
ચણાનો લોટ | દ્રાવણ જાંબલી રંગનું બને છે. |
ઘઉંનો લોટ | રંગ પરિવર્તન થતું નથી. |
ચોખાનો લોટ | રંગ પરિવર્તન થતું નથી. |
તુવેરની બાફેલી દાળ | દ્રાવણ જાંબલી રંગનું બને છે. |
નિર્ણય :
(1) બટાકા, ઘઉંનો લોટ, ચોખાનો લોટ કાર્બોદિત ઘટક ધરાવે છે.
(2) દૂધ, પનીર, ચણાનો લોટ, તુવેરની બાફેલી દાળ પ્રોટીન ધરાવે છે.
પાઠ ૨ આહારના ઘટકો
- યોગ્ય માહિતી દ્વારા કોષ્ટક પૂર્ણ કરો : આપેલ ઘટક હાજર હોય તો ‘હા’ લખો અને ગેરહાજર હોય તો ‘ના’ લખો :
ક્રમ | ખાદ્યસામગ્રી | સ્ટાર્ચ | પ્રોટીન | ચરબી |
1. | કાચા બટાકા | હા | ના | ના |
2. | દૂધ | ના | હા | હા |
3. | મગફળી | ના | હા | હા |
4. | ચોખાનો લોટ | ના | હા | ના |
5. | ચણાનો લોટ | ના | હા | ના |
6. | કોઇપણ ફળનો ટૂકડો | હા | ના | ના |
7. | તલના પીસેલા દાણા | ના | હા | હા |
8. | બાફેલું ઇંડું(સફેદ ભાગ) | ના | હા | હા |
- કાર્બોદિત આપતા કોઇ પણ દસ ખાદ્ય પદાર્થનાં નામ જણાવો.
ઉત્તર : ઘઉં, ચોખા, બાજરી, મકાઇ, બટાકા, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ, કેરી વગેરે કાર્બોદિત આપતા ખાદ્ય પદાર્થ છે.
- ચરબી પૂરી પાડતા 7 વનસ્પતિજન્ય તથા 7 પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થો જણાવો.
ઉત્તર : ચરબી પુરી પાડતા વનસ્પતિજન્ય પદાર્થો : મગફળી, તલ, બદામ, સરસવનું તેલ નાળિયેર તેલ, સોયાબીન તેલ, સૂર્યમુખીનું તેલ, એરંડા (દિવેલ)
ચરબી પૂરી પાડતા પ્રાણીજન્ય પદાર્થો : દૂધ, ઘી, ઇંડાં, માંસ, માછલી, માખણ, મલાઇ
- પ્રોટીનયુક્ત 5 વનસ્પતિજન્ય સ્ત્રોતો અને 5 પ્રાણીજન્ય સ્ત્રોતો જણાવો.
ઉત્તર : પ્રોટીનયુક્ત વનસ્પતિજન્ય પદાર્થો : ચણા, વાલ, વટાણા, તુવેર દાળ, સોયાબિન
પ્રોટીનયુક્ત પ્રાણીજન્ય પદાર્થો : દૂધ, ઇંડાં, પનીર, માંસ, માછલી
- સ્ટાર્ચ ધરાવતા કોઇપણ ચાર ખાદ્ય પદાર્થોનાં નામ જણાવો.
ઉત્તર : બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, ચોખા, બાજરી, ઘઉં વગેરેનો લોટ, મકાઇ, શેરડી વગેરે સ્ટાર્ચ ધરાવે છે.
- વિટામિન –A ના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, માખણ, ઇંડાં, ગાજર, પપૈયું, કોબીજ, કૉડ–લીવર ઓઇલ, કોથમીર વગેરેમાંથી વિટામિન-A પ્રાપ્ત થાય છે.
- વિટામિન –C ના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : લીંબુ, આમળા, નારંગી, ટામેટાં, જામફળ, છાસ, આંબલી, કાચી કેરી વગેરે……જેવાં ખાટાં ફળોમાંથી વિટામિન–C પ્રાપ્ત થાય છે.
- વિટામિન–Dના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, માખણ, ઇંડાં, માછલી, કોડ–લીવર ઓઇલ જેવા સ્ત્રોતોમાંથી વિટામિન-D મળે છે. તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં શરીર વિટામિન-D બનાવે છે.
- વિટામિન-Bના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, ઇંડા, માસ, યકૃત, શિંગ, આખા ધાન્ય, સોયાબિન, ફણગાવેલ કઠોળ વગેરે વિટામિન-Bના સ્ત્રોતો છે.
- કાર્બોદિત આપણા શરીર માટે શું કાર્ય કરે છે?
ઉત્તર : કાર્બોદિત ઘટકો આપણા શરીરને વિવિધ કાર્યો માટેની શક્તિ પૂરી પાડે છે.
- ચરબીની અગત્યતા સમજાવો.
ઉત્તર : ચરબી દ્વારા શરીરને ઊર્જા મળે છે. ઠંડી સામે રક્ષણ મેળવવા આ ઊર્જા કામ લાગે છે. આ ઉપરાંત વિટામિન A, D, E અને K માત્ર ચરબીમાં જ દ્વાવ્ય થાય છે, પાણીમાં નહીં. તેથી ચરબી દ્વાવ્ય વિટામિનોના શોષણ માટે જરૂરી છે.
- …………..માનવ શરીરને કાર્બોદિત કરતાં વધારે ઊર્જા પૂરી પાડે છે.
ઉત્તર : ચરબી
- પ્રોટીનયુક્ત ખોરાકને ‘શરીરવર્ધક ખોરાક’ પણ કહે છે, કારણકે……….
ઉત્તર : પ્રોટીન નવા કોષોનું સર્જન કરવા માટેનો મુખ્ય ધટક છે. કોષોની સંખ્યામાં વધારો કરવા જરૂરી છે. તેનાથી શારીરીક વૃદ્ધિ સંભવે છે. માટે પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહે છે.
- ……………..ની ઊણપથી હાડકાં નાજુક બની વળી જાય છે.
ઉત્તર : વિટામિન –D
- ………….હાડકાં અને દાંતને સ્વસ્થ રાખનાર ખનીજક્ષાર છે.
ઉત્તર : કૅલ્શિયમ
- નાના બાળકો તથા માતા બનનાર સ્ત્રીઓએ ખોરાકમાં મુખ્યત્વે કયો ઘટક વધારે લેવો જોઇએ? શા માટે ?
ઉત્તર : નવા કોષોના સર્જન માટે, શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે તથા સમારકામ માટે પ્રોટીન અતિ આવશ્યક છે. નાનાં બાળકો કે માતા બનનાર સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો બાળક અને માતાના સ્વાસ્થ પર વિપરીત અસર થાય. વળી પ્રોટીનની ઊણપથી ત્રુટિજન્ય રોગ પણ થઇ શકે. માટે, નાનાં બાળકો અને માતા બનનાર સ્ત્રીને પ્રોટીન–યુક્ત આહાર વધુ લેવો જોઇએ.
- વાળ, ચામડી અને આંખની તંદુરસ્તી માટે જવાબદાર વિટામિન …………….. છે.
ઉત્તર : વિટામિન-A
પાઠ ૨ આહારના ઘટકો
- પાચક રેસાને…………પણ કહે છે.
ઉત્તર : રૂક્ષાંશ29. પાચક રેસા અથવા રૂક્ષાંશ આપણને ક્યા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? તેની અગત્યતા સમજાવો.
ઉત્તર : પાચક રેખાઓના પ્રાપ્તિસ્થાન : અનાજ, દાળ, બટાકા, ફળો અને શાકભાજી વગેરેમાંથી પાચક રેસાઓ પ્રાપ્ત થાય છે.અગત્યતા :તેઓ પાચનક્રિયાની કાર્યક્ષમતા માટે શરીરના અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવા આવશ્યક છે.
30. ……………..અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
ઉત્તર : પાચક રેસા31. વિટામિનના પ્રકાર જણાવી દરેકની ઉપયોગિતા જણાવો.
ઉત્તર :વિટામિન–A :આંખો તથા ત્વચાની તંદુરસ્તી અને જાળવણી માટે
વિટામિન–B : ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્યક્ષમતા વધારવા, કોષોની ક્રિયાશીલતા અને જૈવરાસાયણિક ક્રિયા માટે
વિટામિન–C : દાંત અને પેઢાની તંદુરસ્તી માટે, રોગપ્રતિકારક શક્તિ કેળવવા
વિટામિન–D : હાડકાં અને દાંત માટે જરૂરી કેલ્શિયમના શોષણ માટે.
વિટામિન–E : કોષોની કાર્યક્ષમતા માટે
વિટામિન–K : રૂધિરની જામી જવાની ક્રિયા માટે
32. યોગ્ય રીતે જોડકાં ગોઠવો:
વિભાગ અ | વિભાગ બ | જવાબ |
1. તલ | 1. કાર્બોદિત | 1. – 2 |
2. ઘઉં | 2. ચરબી | 2. – 1 |
3. સંતરું | 3. વિટામિન– A | 3.– 5 |
4. પપૈયું | 4. પ્રોટીન | 4. – 3 |
5. વટાણા | 5. વિટામિન– C | 5. – 4 |
વિભાગ અ | વિભાગ બ | જવાબ |
1. પાલક, જમરૂખ | 1. આયોડિન | 1. – 3 |
2. માછલી, ઝિંગા | 2. ફૉસ્ફરસ | 2. – 1 |
3. દૂધ, ઇંડાં | 3. આયર્ન | 3. – 4 |
4. કેળાં, દૂધ | 4. કેલ્શિયમ | 4. – 2 |
5. વટાણા | 5. પ્રોટીન | 5. – 5 |
- પાણી હોય તેવા 4 ખાદ્ય પદાર્થોનાં નામ લખો.
ઉત્તર : દૂધ, છાસ, તરબુચ, લીંબુ, ટામેટું, શેરડી, કેરી, લીંલુ નાળિયેર વગેરે પાણી ધરાવતા ખાદ્ય પદાર્થો છે.
- આપણા શરીર માટે જરૂરી ખનીજક્ષારોનો સ્ત્રોત અને તેમની અગત્યતા જણાવો.
ઉત્તર :
ખનીજ ક્ષાર : આયોડિન
સ્ત્રોત : આયોડિનયુક્ત મીઠુ, ઝીંગા, માછલી, દરિયાઈ ખોરાક
અગત્યતા : થાઇરોક્સિન અંત:સ્ત્રાવના સંશ્લેષણ માટે, માનસિક, શારીરિક સ્વસ્થતા માટે.
ખનીજ ક્ષાર : ફૉસ્ફરસ
સ્ત્રોત : દૂધ, કેળા, સોયાબીન, તલ,, સૂકો મેવો, અનાજ
અગત્યતા : દાંત, હાડકાનાં બંધારણ માટે, ATP ના બંધારણ માટે
ખનીજ ક્ષાર : આયર્ન
સ્ત્રોત : લીલાં પાંદડાંવાળા શાકભાજી, સફરજન, જામફળ, સૂકો મેવો
અગત્યતા : હિમોગ્લોબિનના બંધારણ માટે, એનિમિયાથી બચવા માટે
ખનીજ ક્ષાર : કૅલ્શિયમ
સ્ત્રોત : દૂધ, ઇંડા, કેળાં, છાસ, દહીં
અગત્યતા : દાંત અને હાડકાનાં બંધારણ માટે, સુક્તાન ન થાય તે માટે
- ‘પાણી શારીરિક સ્વસ્થતા માટે અગત્યનોપ ધટક છે.’ – સમજાવો.
ઉત્તર : શારીરિક સ્વસ્થતા માટે પાણી નીચેની બાબતો માટે અગત્યનું છે:
(1) શરીરમાં તમામ જૈવરાસાયણિક પ્રક્રિયા માટે પાણી જરૂરી છે.
(2) શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટેનું અગત્યનું માધ્યમ છે.
(3) શરીરનું તાપમાન જાળવી રાખવા માટે જરૂરી છે.
(4) બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવા માટે જરૂરી છે. (5) આપણાં આહારના પોષકદ્રવ્યોનું શોષણ કરવા પાણી જરૂરી છે.
(6) ખોરાકને રાંધવા માટે નરમ અને પાચક બનાવવા પાણી જરૂરી છે.
- સમતોલ આહાર એટલે શું?
ઉત્તર : જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનીજ ક્ષારો, વિટામિન, પાણી અને પર્પાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે.
- આપણે રોજિંદા ખોરાકમાં સમતોલ આહાર લેવો જોઇએ, કારણ કે……………
ઉત્તર : આહારમાં બધાં જ પોષક દ્રવ્યો, પર્યાપ્ત માત્રામાં હોય, જેમાં રૂક્ષાંશ અને પાણી પણ હાજર હોય તેવો ખોરાક લેવાથી શરીરની કાર્યક્ષમતા અને તદુંરસ્તી લાંબા સમય સુધી જળવાય છે. રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે અને ત્રુટિજન્ય રોગો થતાં નથી. માટે સમતોલ આહાર લેવો જોઇએ.
- ભોજનમાં ……………………ની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે.
ઉત્તર : ચરબી
- વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઇએ, કારણકે…………..
ઉત્તર : વધુ પડતો ચરબીયુક્ત આહાર લેવાથી શરીરમાં મેદસ્વીતાનું પ્રમાણ વધે છે. વધારાની ચરબી રક્તવાહિનીઓમાં જમા થાય છે. જે હૃદય પર વિપરીય અસર કરે છે. ભવિષ્યમાં બીજા રોગ પણ થવાની શક્યતા રહેલી છે માટે વધુ પડતો ચરબીયુક્ત ખોરાક લેવો જોઇએ નહીં.
પાઠ ૨ આહારના ઘટકો
-
ત્રુટિજન્ય રોગો એટલે શું?
ઉત્તર : કેટલાંક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનીજક્ષારોની ઊણપથી થાય છે. જેને ત્રુટિજન્ય રોગો કહે છે.41. કૅલ્શિયમ, આયોડિન અને આયર્નની ઊણપથી થતાં રોગો અને તેમનાં લક્ષણો જણાવો.
ઉત્તર :ખનીજ દ્રવ્ય : કૅલ્શિયમ
ત્રુટિજન્ય રોગ : હાડકાં અને દાંતનો કોહવાટ
ચિહ્નો : નબળાં હાડકાં અને દાંતમાં સડો થવોખનીજ દ્રવ્ય : આયોડિન
ત્રુટિજન્ય રોગ : ગૉઇટર (ગલગંડ)
ચિહ્નો : ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતાખનીજ દ્રવ્ય : આયર્ન
ત્રુટિજન્ય રોગ : એનિમિયા (પાડુંરોગ)
ચિહ્નો : નબળાઇ, રક્તકણોનું પ્રમાણ ઘટવું
- વિટામિન –Dની ઊણપથી………………થાય છે.
ઉત્તર : રિકેટ્સ (સુકતાન)
- ……………..ની ઊણપથી બેરીબેરી રોગ થાય છે.
ઉત્તર : વિટામિન – B
- આપણા આહારમાં……………..ના અભાવથી રતાંધળાપણું થાય છે.
ઉત્તર : વિટામિન – A
- જો કોઇ વ્યક્તિને લાંબા સમય સુધી પ્રોટીન તથા કાર્બોદિત ન મળે તો તેમને શું શું અસર થઇ શકે ?
ઉત્તર : આહારમાં લાંબા સમય સુધી પ્રોટીન ન મળવાથી શારીરિક વૃદ્ધિ, વિકાસ, નવા કોષોનું સર્જન જેવી ક્રિયાઓ અટકી જાય અને ત્રુટિજન્ય રોગો થાય. કાર્બોદિત પદાર્થ લાંબા સમય સુધી ન મળે તો તે શારીરીક કાર્ય કરી શકે નહીં. આમ, સ્વાસ્થ પર વિપરીત અસર થાય છે.
- વિટામીનની ઉણપથી થતાં રોગો અને તેમનાં લક્ષણો જણાવો.
ખનીજ દ્રવ્ય : વિટામિન – A
ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : આંધળાપણું
ચિહ્નો : નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક દેખાતા બંધ થઇ જવું
ખનીજ દ્રવ્ય : વિટામિન – B
ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : બેરીબેરી
ચિહ્નો : નબળા સ્નાયુઓ, કામ કરવા માટે અશક્તિ, થાક
ખનીજ દ્રવ્ય : વિટામિન – C
ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : સ્કર્વી
ચિહ્નો : પેઢામાંથી લોહી પડવું તથા ઘા માં રૂઝ આવવા વધુ સમય લાગવો.
ખનીજ દ્રવ્ય : વિટામિન – D
ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : રિકેટ્સ (સુક્તાન)
ચિહ્નો : હાડકાનું નાજુક બની વળી જવું, ઘૂંટણ પાસે પગ ભટકાવવા
- ………………ની ઊણપથી બાળકોમાં માનસિક મંદતા આવી શકે છે.
ઉત્તર : આયોડિન
- ……………એનિમિયા માટે જવાબદાર ખનિજક્ષાર છે.
ઉત્તર : આયર્ન
- ……………..યોગ્ય પ્રમાણમાં લેવાથી સ્કર્વી નામનો રોગ થતો નથી.
ઉત્તર : વિટામિન – C
- તફાવત લખો.
(1) ખનીજક્ષાર– વિટામિન
ઉત્તર :
ખનીજક્ષાર | વિટામિન |
1. ખનીજક્ષારોની આવશ્યકતા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે છે.
2. કેલ્શિયમ હાડકાં અને દાંત માટે તેમજ, આયર્ન હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી છે. 3. આયોડિન અતિશય અલ્પ માત્રામાં જરૂરી છે. |
1. વિવિધ વિટામિન આપણને રોગો સામે રક્ષણ આપે છે.
2. વિટામિન A આંખ અને ચામડીના તંદુરસ્ત વિકાસ માટે તથા વિટામિન C પેઢા માટે જરૂરી છે. 3. બધાં જ વિટામિન શરીરને યોગ્ય સમયે મળવા જરૂરી છે.
|
- વિટામિન B અને વિટામિન C
વિટામિન B | વિટામિન C |
1. વિવિધ પ્રકારનાં વિટામિનોનો સમૂહ છે.
2. દૂધ, ઇંડા, માંસ, યકૃત, શીંગ, આખા ધાન્ય વગેરેમાંથી મળે છે. 3. તેની ઊણપથી બેરીબેરીનો રોગ થાય છે. |
1. રોગપ્રતિકારક શક્તિ કેળવનાર વિટામીન છે.
2. નારંગી, ટામેટા, આમળા, લીંબુ જેવા ખાટાં ફળોમાંથી મળે છે. 3. તેની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. |
- વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલાં પોષક દ્રવ્યોનો વ્યય કેવી રીતે અટકાવી શકાય?
ઉત્તર : નીચેના ઉપાયો દ્રારા પોષક દ્રવ્યોનો વ્યય અટકાવી શકાય છે:
(1) ખોરાકને પલાવીને રાંધવો.
(2) ફળો અને શાકભાજીને આખા જ ધોયા પછી પાણીથી સાફ કરવા જોઇએ.
(3) બહુ ઊંચા તાપમાને કે વધુ લાંબા સમય સુધી રાંધવું નહીં.
(4) જે શાકભાજી કાચાં ખાઇ શકાય તેવા હોય તેને રાંધવા નહીં.
- અવલોકન જણાવો.
- ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો…………..
ઉત્તર : પાણીમાં દ્રાવ્ય અને ફળની છાલમાં રહેલા વિટામીન અને ખનીજક્ષારો દૂર થાય.
- વિટામિન – C ધરાવતા પદાર્થોને રાંધવાથી………
ઉત્તર : વિટામિન – C ધરાવતાં પદાર્થોને રાંધવાથી ગરમીના કારણે વિટામિન – C નાશ પામે છે.
- લાંબા સમય સુધી વિટામીન – A નહીં મળવાથી…………..
ઉત્તર : દ્રષ્ટિ નબળી પડે છે, રાત્રે દેખાતું બંધ થાય છે, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થાય છે.
- રોજના ભોજનમાં ચરબીયુક્ત પદાર્થો વધારે લેવાથી………….
ઉત્તર : શરીરમાં મેદસ્વિતાનું પ્રમાણ વધે છે, હૃદય પર વિપરીત અસર થાય છે.
- લીંબુ અને આમળાનો યોગ્ય ઉપયોગ કરવાથી……………..
ઉત્તર : શરીરમાં વિટામિન – C નું પ્રમાણ જળવાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે.
- ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાક એકસમાન હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- દૂધ અને દૂધનાં ઉત્પાદકો દુનિયાના દરેક દેશમાં ખાદ્યસામગ્રી તરીકે વપરાય છે. (✔ કે ✖ )
ઉત્તર : ✔
- વનસ્પતિ કે તેના ભાગ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નથી. ( ✔ કે ✖)
ઉત્તર : ✖
- આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- કેટલીક વનસ્પતિ ઝેરી પણ હોય છે? (✔ કે ✖)
ઉત્તર : ✔
- મધમાખી ફૂલના મધુરસને મધમાં ફેરવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- કચુંબરમાં કાચાં ટામેટાં, ગાજર, ફણગાવેલા મગ હોઇ શકે. (✔ કે ✖)
ઉત્તર : ✖