ધોરણ ૫ બીજ,બીજ,બીજ

પાઠ 5 બીજ ,બીજ ,બીજ
1. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો
2. કયો છોડ શિકારી છોડ કહેવાય છે?
જવાબ : કળશ પર્ણ
3. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે?
જવાબ : નારિયેળી
4. કોનું બીજ વટાણાને બીજથી મોટું હોય છે?
જવાબ : રાજમા
5. મરચા મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા?
જવાબ : દક્ષિણ અમેરિકા
6. ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલ ……….. ખાવાની સલાહ આપે છે.
જવાબ : કઠોળ
7. ………… માંથી અંકુર પામીને છોડ ઉગે છે
જવાબ : બીજ
8. આંકડો, રજકો અને રાજમા પૈકી………. ના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે.
જવાબ : રજકો
9. મગ,વાલ અને મકાઈ પૈકી ……….. છે.
જવાબ : મકાઈ
10. ગોખરુ ના બીજનો ફેલાવો ………… દ્વારા થાય છે.
જવાબ : પ્રાણીઓ
11. ચણા ભીંડા અને કપાસ ના બીજ પૈકી ………… નું બીજ હોય છે
જવાબ : ભીંડા
12. નારિયેળીના બીજનો ફેલાવો …………… દ્વારા થાય છે.
જવાબ : પાણી
13. વાલ રાય અને કારેલાના બીજ પૈકી ………… નું બીજ ખરબચડું હોય છે.
જવાબ : કારેલા
14. બીજને ઉગવા માટે કયા કયા પરિબળો જરૂરી છે?
જવાબ : બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે.
15. ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે?
જવાબ : ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે.
16. બીજના ફેલાવવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે?
જવાબ : પવન ,પાણી ,પક્ષીઓ ,કીટકો અને પ્રાણીઓ.
17. અનાજ ના ચાર ઉદાહરણ આપો.
જવાબ : ઘઉં ,બાજરી ,ચોખા ,અને મકાઈ અનાજના ઉદાહરણ છે.
18. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો, કણજી અને શિમળા ના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે.
19. છોડને પાણી ના મળે તો શું થાય?
જવાબ : છોડને પાણી મળે તો છોડ ચીમળાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે.
20. તકમરીયા ના બીજ નો ફેલાવો કઈ રીતે થાય છે?
જવાબ : તકમરીયા ના બીજ નો ફેલાવો પાણી દ્વારા થઇ છે.
પાઠ 5 બીજ ,બીજ ,બીજ
- બીજા કેટલા પ્રકાર છે? કયા કયા?
જવાબ : બીજ ના બે પ્રકાર છે (1)એક દળી બીજ અને (2)દ્વીદળીબીજ.
22. શાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે?
જવાબ : બટાકા ,ગુલાબ, મેંદી, કેળા, જામફળ, બોરડી વગેરેના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે.
23. બીજ ની અંદર શું હોય છે?
જવાબ : બીજ ની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગાડવા ની ક્ષમતા હોય છે.
24. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે?
જવાબ : બીજ જમીનમાંથી પાણી શોષી ને અંકુર પામે છે .આ અંકુર હવા સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધ પામતો જાય છે છેવટે મોટો છોડ કે ઝાડ બને છે.
25. બીજ થી રમી શકાય તેવી કોઈ રમત લખો.
જવાબ : આમલીના બીજ થી પાચીકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય.
26. કઠોળ કેવી રીતે ફણગાવવા માં આવે છે?
જવાબ : કઠોળ ની રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળ અને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે ત્યારબાદ એક-બે દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થાય છે
26. બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે ઉદા.આપી સમજાવો?
જવાબ : કેટલાક છોડના બીજ હલકા અને પાતળા તાતણા વાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે .અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. દાખલા તરીકે આંકડો કણજી અને શીમળાના બીજ.
27. ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઊગી નીકળે છે?
જવાબ : બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયા હોય છે .ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે. તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે
28. જમીનમાં વરસાદ આવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે ફૂટતા નથી?
જવાબ : બીજ માંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળે તે જરૂરી છે. તેની સાથે સાથે બીજને હવા અને ગરમી મળવા પણ એટલા જ જરૂરી છે. જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઇ જતાં બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી તેથી બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો માંથી અંકુર ફૂટતાં નથી.
29. આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી ?આવું કેમ?
જવાબ : આખી તુવેર એ તુવેરના છોડ નું બીજ છે. તે બીજની નિષ્ક્રિય અવસ્થા છે તેને હવા પાણી અને અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી આખી તુવેરને ભરડી તેની બે ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરી દાળ બનાવવામાં આવે છે. આમ કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે.
30. જો બીજી ફેલાય નહિ અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય?
જવાબ : તો એક જ ઝાડ ના બધા જ બીજ તેની નીચે જ પડી રહે. તે બીજ માંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી અને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં. વળી એક જગ્યા જ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઊગે પરંતુ બીજી જગ્યાએ વનસ્પતિ જોવા મળે નહીં.
31. બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબળો ઉદાહરણ આપી સમજાવો.
જવાબ : (1) પવન : વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઇ છે ઉ દા. આંકડો અનેક શીમળાના બીજ. (2) પાણી : પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ છે ઉદા. રજકો અને તકમરીયા ના બીજ. (3) પક્ષીઓ અને પ્રાણીઓ : પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિ ખાય છે .ક્યારે બીજો તેમના શરીરમાં જાય છે ન પચેલા બીજ પક્ષીઓની આધાર સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાઈ છે. ગારડુ ગોખરુ ના બીજ કાંટાવાળા હોય છે. તે પ્રાણીઓના શરીર સાથે ચોટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે.
32. બીજના ફેલાવાથી થતા ફાયદા જણાવો.
જવાબ : (1)વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિ નીએક જ સ્થળે ગીચતાથતી અટકે છે.(2)બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઊગે છે તેથી તેમના સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે (3).બીચ લાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહત માં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી વનસ્પતિ નો વિસ્તાર વધે છે.
33. ખરા કે ખોટા તે જણાવો
1. બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર :×
2. કઠોળ ફણગાવવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે.
ઉત્તર : ✓
3. બીજને ઉગવા માટે ફક્ત હોવા જરૂરી છે.
ઉત્તર : ×
- પાલના બીજ અંકુરણ પામે ત્યારે બે બીજ પત્ર દેખાય છે.
ઉત્તર : ✓5. સડેલા બીજ વાવવાથી ઉગતા નથી.
ઉત્તર :✓6. બધા જ પ્રકારના બીજ નો આકાર એક સરખો હોય છે.
ઉત્તર : ×7. વનસ્પતિના ફળમાં બીજ હોય છે.
ઉત્તર : ✓8. નારિયેળીના બીજ પવન ફેલાઈ છે.
ઉત્તર : ×32. બંધબેસતાં જોડકાં રચો.
વિભાગ અ (બીજ) | વિભાગ બ (શાના દ્રારા ફેલાય છે?) |
1. ગોખરુનાં બીજ | 1. પક્ષીઓ |
2. તકમરિયાંનાં બીજ | 2. પવન |
3. આકડાનાં બીજ | 3. મનુષ્ય |
4. વડનાં બીજ | 4. પશુઓ |
5. પાણી |
જવાબ :
ઉત્તર |
1. – 4 |
2. – 5 |
3. – 2 |
4. – 1 |
-
ભારતમાં કેટલા પ્રકારના શિકારી છોડ જોવા મળે છે?
ઉત્તર :3037. આપણે બીજનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરી શકીએ છીએ?
ઉત્તર :આપણે બીજનું વર્ગકરણ તેના આકાર, કદ, રંગ, દેખાવ, ઉપયોગ વગેરેને આધારે કરી શકીએ છીએ.38. નીચે આપેલાં બીજનું દેખાવની દષ્ટિએ તે લીસાં છે કે ખરબચડાં, તે મુજબ વર્ગીકરણ કરો :
(રાજમા, મગ, ચણા, વટાણા, પપૈયું, વાલ, ચીકુ, જીરું, ભીંડા, કેરી, તડબૂચ, તલ)
ઉત્તર :
લીસાં બીજ : રાજમા, મગ, વટાણા, પપૈયું, વાલ, ચીકુ, ભીંડા, તડબૂચ .
ખરબચડાં બીજ : ચણા, જીરું, કેરી.
39. પપૈયાનાં બીજ ……… રંગનાં હોય છે.
ઉત્તર : કાળા40. ભીડાનાં બીજનો આકાર કેવો છે?
ઉત્તર : ગોળ41. રાઈનાં બીજનો નીચેનામાંથી કેવો રંગ હોતો નથી?
ઉત્તર : સફેદ42. વટાણાનાં બીજ …………. અને ……… રંગનાં હોય છે.
ઉત્તર : સફેદ, લીલા43. રાઈનું બીજ દેખાવે …………. હોય છે.
ઉત્તર : લીસું
44. માગ્યા મુજબ દરેકનાં બે – બે નામ આપો :
(1) મોટાં બીજ
ઉત્તર : કેરી, એવોકૈડો(2) નાનાં બીજ
ઉત્તર : તલ, રાઈ(3) હલકાં બીજ
ઉત્તર : જીરું, અજમો, વરિયાળી(4) અનાજ તરીકે ઉપયોગી બીજ
ઉત્તર : મકાઈ, બાજરી(5) મસાલા તરીકે ઉપયોગી બીજ
ઉત્તર : મેથી, જીરું, મરિયાં, વરિયાળી વગેરે.(6) ખાઈ શકાય તેવાં ફળોનાં બીજ
ઉત્તર : તરબૂચ, ટેટી
(7) ચપટાં બીજ
ઉત્તર : રાજમા, વાલ(8) શાકભાજીનાં બીજ
ઉત્તર : ટામેટાં, ભીંડા, ગલકાં(9) તેલીબિયાં તરીકે વપરાતાં બીજ
ઉત્તર : સીંગદાણા, તલ, રાઈ45. બીજથી રમી શકાય તેવી એક રમતનું નામ આપો. (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : અમારે ત્યાં કેરીના ગોટલાથી ઈંડુંની રમત રમવામાં આવે છે.46. વૃક્ષોનાં બીજ હરી ફરી શકે છે.
ઉત્તર : સાચું47. વૃક્ષોનાં બીજ ફેલાવવામાં માણસનો કોઈ ફાળો નથી.
ઉત્તર : ખોટું48. બીજના ફેલાવા માટે કોણ કોણ મદદરૂપ છે?
ઉત્તર : બીજના ફેલાવા માટે પ્રાણીઓ, પક્ષીઓ, માણસો, હવા, પાણી, ઝાડ વગેરે મદદરૂપ છે.49. પક્ષીઓ અને પ્રાણીઓ બીજના ફેલાવામાં કઈ રીતે મદદરૂપ છે?
ઉત્તર : પક્ષીઓ અને પ્રાણીઓ ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ખાય છે પણ તેનાં બીજને જ્યાં ત્યાં યૂંકી દે છે, અથવા ગળી જાય છે. તેમની લાદ કે ચરક દ્વારા આ બીજ વિવિધ જગ્યાએ પહોંચી જાય છે. આ રીતે તેઓ બીજના ફેલાવામાં મદદ કરે છે.50. ………… બીજ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યા પહોંચી જાય છે.
ઉત્તર : હલકાં51. પતંગિયાં …….. નાં બીજના ફેલાવામાં મદદરૂપ છે.
ઉત્તર : ફૂલો52. કેટલાંક બીજ કપડાં પર પણ ચોંટી જાય છે.
ઉત્તર : સાચું53. કેટલાંક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે.
ઉત્તર : સાચું54. ………….. પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે.
ઉત્તર : સોયાબીન
55. શું તમે કોઈ દીવાલ ઉપર કે ફૂવામાં છોડ ઊગતા જોયા છે? કયા કયા?
ઉત્તર : હા, અમે દીવાલ પર કે કૂવામાં વડ, પીપળો, લીમડો વગેરે છોડ ઊગતા જોયા છે.56. દીવાલ કે ફૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે?
ઉત્તર : દીવાલમાં કે કૂવામાં બીજ હવા, પાણી કે પક્ષીઓની મદદથી પહોંચે છે.57. જો બીજ ફેલાય નહિ અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય?
ઉત્તર : જો બીજ ફેલાય નહિ, તો ખૂબ મોટી સમસ્યા ઊભી થાય. જેમ કે, બધાં જ બીજ વૃક્ષ પર રહી જાય. તેથી તે વૃક્ષ બીજે ક્યાંય થાય નહીં. વૃક્ષોની આસપાસ જ તેનાં બીજ પડતાં તેની નજીકમાં જ તેનું બીજ વૃક્ષ બનવા માંડે પણ તેને પૂરતાં હવા-પાણી ન મળે તો તે થોડા સમયમાં નાશ પામે.58. બીજ કેવી રીતે ફેલાય છે? તેની જુદી જુદી યાદી બનાવો.
ઉત્તર : બીજ જુદી જુદી રીતે ફેલાય છે.
(1) માણશ ફળ ખાતી વખતે જ્યાં ત્યાં તેના બીજ નાખી દે છે.
(2) પ્રાણી અને પક્ષીઓએ ખાધેલા અને ન પચેલા આખા બીજ તેમના મળ સાથે જ્યાં ત્યાં ફેલાવે છે.
(3) પાણીમાં પડેલા બીજ પાણીના પ્રવાહના કારણે ફેલાય છે.
(4) હલકાં બીજ હવા દ્વારા ફેલાય છે.
(5) કેટલાંક બીજ પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓના હલનચલન સાથે જુદી જુદી જગ્યાએ ફેલાય છે.
(6) અમુક વનસ્પતિની શીંગ જાતે ફાટે છે જેમાંથી બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે.
(7) ક્યારેક નાના જીવજંતુઓ પણ બીજનું વહન કરે છે.
59. વેલ્કોની શોધ કઈ સાલમાં થઈ?
ઉત્તર : ઈ.સ. 194860. વેલ્રોની શોધ ………… કરી હતી.
ઉત્તર : જ્યોર્જ મેસ્ટ્લે61. વેલ્ક્રોની શોધ કયા દેશમાં થઈ હતી?
ઉત્તર : સ્વિત્ઝર્લેન્ડ62. જ્યોર્જ મેસ્ટ્રલે ………… માંથી પ્રેરણા લઈને વેલ્ક્રોની શોધ કરી.
ઉત્તર : પ્રકૃતિ63. કઈ ઘટના પરથી જ્યોર્જ મેસ્ટ્રલને “વેલ્ક્રો’ બનાવવાનો વિચાર આવ્યો?
ઉત્તર : એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા, ત્યારે તેમણે જોયું કે તેમના કૂતરાના શરીર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારનાં બીજ હતાં. તેમણે તે બીજ લઈ બીજે ચોટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા અને તે બીજનું સૂક્ષ્મદર્શક-યંત્રમાં નિરીક્ષણ કર્યું તો તેમાં તેમને બીજ ઉપર નાના-નાના હૂક દેખાયા કે જેની મદદથી તે કપડાં પર સહેલાઈથી ચોટી જતા હતા. આ ઘટના પરથી મેસ્ટ્રલને “વેલ્કો’ બનાવવાનો વિચાર આવ્યો.64. ………………. ની મદદથી ખૂબ નાની વસ્તુને મોટી જોઈ શકાય છે.
ઉત્તર : સૂક્ષ્મદર્શક યંત્ર65. વેલ્ક્રોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર : વેલ્ક્રોનો ઉપયોગ કપડાં, બેંગ, બૂટ, સેન્ડલ વગેરેમાં થાય છે.66. વેલ્ક્રોમાં ઉપર-નીચે એમ બે પટ્ટી હોતી નથી.
ઉત્તર : ખોટું
67. જોડકાં જોડો :
વિભાગ : અ | વિભાગ : બ | ઉત્તર |
1. કોબીજ | 1. ચીન | 1. – 3 |
2. ભીંડા | 2. ભારત | 2. – 5 |
3. સોયાબીન | 3. યુરોપ | 3. – 1 |
4. કારેલાં | 4. દક્ષિણ અમેરિકા | 4. – 3 |
5. મરચાં | 5. આફ્રિકા | 5. – 4 |
વટાણા ………….. થી આવ્યા છે.
ઉત્તર : યુરોપ
69. બટાકાનું મૂળ વતન U.S.A છે.
ઉત્તર : ખોટું70. દક્ષિણ અમેરિકાથી કયા કયા છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે?
ઉત્તર : દક્ષિણ અમેરિકાથી મરચાં, બટાકા, મગફળી, ટામેટાં, ગવાર વગેરે છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે.71. ધાણા-મેથી ક્યાંની મૂળ પેદાશ છે?
ઉત્તર :ભારત72. ભારત જેનું મૂળ વતન છે તેવાં ફળો અને શાકભાજીનાં નામ જણાવો.
ઉત્તર : રીંગણ, મૂળા, બોર, વાલોળ, કારેલાં, કેરી, સંતરાં, કેળાં, પાલક, પરવળ, ધાણા, મેથી વગેરે ફળો અને શાકભાજીનું મૂળ વતન ભારત છે.73. કોફીનું મૂળ વતન ક્યું છે?
ઉત્તર : આફ્રિકા