પાઠ ૧ મજા તો : માળીયામાં કા તરિયામાં
સ્વાધ્યાય નાં પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: ૧ ફિયોનાને આયા ની સાર સંભાળ કેમ ગમતી નહોતી..?
જવાબ:- ફિયાના ને આયા ની સાર સંભાળ ગમતી નહોતી કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું-ધોવું, ખાવું-પીવું,દિવસમાં બે વાર કપડા બદલવા વગેરે એક પહેરદારની જેમ કરાવતી હતી.
પ્રશ્ન :૨ સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે..? કેમ…?
જવાબ:- સહેલીઓ સાથે મેળાપ થતા ફીઓના ખુશીની લાગણી અનુભવતી હશે કેમ કે સહેલીઓ સાથે હસવાની રમવાની વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે
(બ ) એક વાક્યમાં જવાબ આપો
૧. સાસુ વહુ ફીયોનાંને કેવી રીતે ઉછેરતા…..?
જવાબ : સાસુ વહુ ફીયોનાંને બે પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ ઉછેરતા
૨. ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી..?
જવાબ : એક દિવસ આયા ને જોકુ આવી ગયું અને તકનો લાભ લઇ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી.
૩. ફીયોનાની સહેલીઓના નામ લખો.
જવાબ : ફીયોનાની ત્રણ સહેલીઓ હતી: જેના નામ ડોલી,પર્લ અને મર્લ હતા.
4 . ડોલી ની સૌથી નાની બહેન ક્યાં હતી?
જવાબ: ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી.
5 . કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું ..?
જવાબ : ફીયોનાની સહેલીઓની માં ના મોઢા ઉપર ગુસ્સા નું નામ નિશાન ન હતું.
- ચારે સહેલી જોઈએ કેવી રીતે ખાધું?
જવાબ : ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા એક જ થાળીમાં ખાધુ.
- સંતાકૂકડી ની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા..?
જવાબ : સંતાકૂકડી ની રમતમાં છોકરાઓ દાદર નીચે,માળિયા પર,કબાટ પાછળ,બારણા ની આડશે અને કોઠારમાં સંતાઈ જતા.
- કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઊઠી…?
જવાબ : કોઠારમાં ફિયોના ના પગ પરથી કંઈક સરકી ગયું તેથી તે ડરી ગઈ અને બૂમ પાડી ઉઠી.
(ક) 1. રમેશ અને ચંદુ રમવા માટે કાતરીયામાં જ શા માટે ગયા હશે..?
જવાબ : રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈને જાણ ન થાય તેથી રમવા માટે કાતરીયા માં જ ગયા હશે
૨. કાતરીયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા?
જવાબ : કાતરીયામાં કુલ ચાર જીવ ભેગા થયા હતા
૩. મમ્મી પપ્પા ડમ દોડ કરતા ઉપર (કાતરીયામાં) શા માટે આવ્યા?
જવાબ : મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર (કાતરીયામાં) આવ્યા કારણકે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડી રહ્યા હતા.
4 ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા…?
જવાબ:-ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ નહોતા જોતા કેમ કે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મને પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોઈ શકતો.
પ્રશ્ન : ૨ નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્ય,મમા જવાબ આપો
૧.ફિયોના ના દાદા ને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે…?
જવાબ:- ફીયોના દાદાને જ રામ કહાની સંભળાવતી હશે, કેમ કે ફિયોના ને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે,દાદા તેની રામ કહાણી રોકટોક વગર શાંતિથી સાંભળતા હશે.
૨. ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું..?
જવાબ:- ડોલી ના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા,મસ્તી તોફાન કરતા કરતા ખાધું, ધીંગા-મસ્તી કરી, સંતાકૂકડી રમી, હિંચકા ખાધા આમ ખૂબ ધમાચકડી અને આનંદ કલોલ કર્યો.
- “ભિખારડા” શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે..?
જવાબ:- ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે, “ડોલી,પર્લ અને મર્લ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માગતા નથી તેઓ પણ મારા જેવા બાળકો છે તો તેમને ભિખારડા કેમ કહ્યું હશે..?”
(બ) 1.ફિયોના બપોરે શું કરતી …?
જવાબ:- ફિયોના આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ દેવું પડતું મોટા પલંગમાં તે પાસા ઘસતી પડી રહેતી.
- ફિયોનાની સહેલીઓના ઘરના માળીયા નું વર્ણન કરો.
જવાબ:- ફિયોનાની સહેલીઓના ઘરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ,તૂટેલો- ફૂટેલો ખાટલો હતો. તે ખાટલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો થઈ ગયો હતો.
4.રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો નો અવતાર કેવો હતો?
જવાબ:- રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધે બાવા બાજી ગયા હતા, ખોરાક જરા ઉતરડાયું હતું,ચોટલાની ડિઝાઇન ક્યાંય પડી ગઈ હતી,હાથ પગ બધું ધૂળ ધૂળ હતું.
- આયા એ ડોલી ના ઘરે પહોંચીને ફિયોના ને શું કહ્યું..?
જવાબ:- આયા ડોલી ના ઘરે પહોંચીને વઢવા લાગી “ચાલ, નીચે ઉતર! આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે ..? તારો વેશતો જો..! ઘરે જઈને પહેલી વહેલી મારે તને નવડાવી પડશે.”
6.આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા જતા શું કહેતી હતી..?
જવાબ:- આયા ફિયોનાનો પાછા ઘરે જતા જતા કહેતી હતી, “તારે બહાર શું કામ આવવું જોઈએ…?ઘરે કેવા મજાના રમકડા છે !અને કપડાં તે બગાડાય..?”
(ક) 1..કાતરીયામાં બિલ્લી પેઠી‘તી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી..?
જવાબ:- જવાબ:- કાતરીયા માં છુપાઈને બેઠેલી બિલ્લી ઉંદરડી ને જોઈ તેણે ઉંદરડી ને જોતા જ પકડવા કૂદકો માર્યો. ઉંદરડી બચીને નાસી ગઈ. બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરીયામાં બિલ્લી બેઠી’તી એ વાતને છોકરાઓને ખબર પડી.
- ચંદુ અને રમેશ કાતરીયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ…?
જવાબ:- બિલાડીની બીક લાગતા ચંદુ અને રમે છે ચીસો પાડી. ચીસો સાંભળી તેના મમ્મી પપ્પા ત્યાં આવ્યા. આ રીતે ચંદુ અને રમેશ કાતરીયામાં છે,એવી જાણ મમ્મી પપ્પા ને થઈ.
- ચંદુ અને રમેશ ની ફિલ્મ મુવી કેમ હશે…?
જવાબ:-ચંદુ અને રમેશ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા, ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડવાથી તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી તેમની ફિલ્મ મૂંગી હશે એવું આપણે કહી શકીએ.
૩. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો
(1) “હત્તરીની! મારુ ઘર તો નજીક જ લાગે છે.”- આવું ફીઓના કેમ બબડતી હશે..?
જવાબ:- “હત્તરીની! મારું ઘર તો નજીક જ લાગે છે”- આવું ફિયોના બબડતી હશે, કેમકે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસે નો ટાવર નજીક દેખાયો. તેથી તેને લાગ્યું કે,”હું ઘરથી નજીક જ છું. હમણાં આયા મને શોધતી શોધતી અહીં આવશે અને મને પકડીને લઈ જશે પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે.”
(2) ફિયોનાનો ‘બિચારી‘ કેમ કહી છે..?
જવાબ:- ફિયોનાની બે પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ તેના દાદી અને મમ્મી ઉછેરતા. તે ધમાચકડી તોફાન મસ્તી બધાથી સાવ અજાણ હતી મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જવા દેતા ન હતા. આખો દિવસ એના ઘરમાં ભરાઈ રહેવું પડતું. તેને આયા સમયપત્રક મુજબ બધું કામ કરાવતી હતી. તેથી તેને ‘બિચારી’ કહી છે.
- નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે (√)ની અને ખોટાં વિધાનો સામે ( ×) ની નિશાની કરો
(1) ફિયોના મહેરા પાંચ વર્ષની હતી. [×]
(2) ડૉલીનો ભાઈ હીંચકા ખાતો હતો. [√]
(3) ડૉલી, પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતાં હતાં. [×]
(4) છાપરા પરથી નજર નાખતાં ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું. . [×]
(૬) હીંચકો ઊંચે જતાં ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. [√]
- 5. આ વાક્ય કોણ બોલી શકે? લખોઃ
1) ના બેટા, એમ ના કરાય આપણાથી.- ફિયોનાની મમ્મી
(2) પણ મને ભૂખ નથી. મારે નથી ખાવું અત્યારે- ફિયોના
(3) તમને ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે! – ફિયોના
(4) થોડીવાર રમવા દોને ફિયોનાને અમારી સાથે – ડોલી
(ડ) સંતાઈ જાઓ, જો જો પોલીસ પકડી ન લે- મર્લ
(6) હું કામ કરતાં કરતાં ઝોકું ખાઈ લઉં છું. – આયા
(7) માથામાં કેટલો કચરો ભર્યો છે? – આયા
(8) આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ.- ડોલી
- નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો:
1) “કેવું મજાનું નામ છે?”-ડોલી
(2) “એય, ચાલ આપણે કુદકા મારીએ.”- પર્લ
(3) “ચાલ, નીચે ઊતર!”- આયા
(4) “મારાં પીટ્યાઓ! ઊતરો છો કે નહીં નીચે..?” – ફિયોનાની સહેલીઓની માતા
(5) “ઘેર કેવાં મજાનાં રમકડાં છે!” – આયા
(6) “ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે!” – ડોલી
- કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(1) ફિયોનાને ……..સાથે સૌથી વધુ દોસ્તી હતી. . (દાદા, દાદી)
જવાબ:- દાદા
(2) એક દિવસ આયાને…… આવી ગયું. . (બગાસું, ઝોકું)
જવાબ:- ઝોકું
(૩) ફિયોના ઘરે …..ની થાળીમાં પંચપકવાન ખાતી. (કાંસા, ચાંદી)
જવાબ : ચાંદી
(4) ડૉલી ફિયોનાને ખેંચીને ….માં લઈ ગઈ. (રસોડા, કોઠાર)
જવાબ:- કોઠાર
(5) આયાનો…. જોઈ ફિયોના હેબતાઈ ગઈ. (રુદ્રાવતાર, કૃષ્ણાવતાર)
જવાબ : રુદ્રાવતાર
- ‘બિચારી ફિયોનાં વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાનાં વાક્યો વાંચીને લખો :
(1) ચોરપગલેઃ ચોરનું પગેરું પકડવા, ચોર ચોરી કરવા ચાલે એમ દબાતા પગલે છાનુંમાનું,
ફટાફટ ભાગી જઈ , .
જવાબ : ચોર ચોરી કરવાના પગલે ,એમ દબાતા પગલે છાંનુંમાંનું
(2) રામકહાણી: ગમેલી-ન ગમેલી વાતો, રામ ભગવાનની વાત, ફિયોનાની વાર્તા
જવાબ : ગમેલી-ન ગમેલી વાતો
(3) ભળી ગઈઃ ગળી ગઈ, ભેગી (સાથે) ગઈ, ભેગી મળી ગઈ
જવાબ : ભેગી મળી ગઈ
(4) નામનિશાન નહોતું: અતોપતો નહોતો, નામ પાડ્યું નહોતું, નામ નિશાના પર નહોતું (5) પરિચિતઃ વિચિત્ર, જાણીતું, જોયેલું ”
જવાબ : અતો-પતો નહોતો
(6) સમીઃ એકસરખી, સાંજ, સામાન્ય
જવાબ : એકસરખી
(7) પરિચિત: વિચિત્ર,જોયેલું ,જાણીતું
જવાબ : જાણીતું
- શબ્દોના અર્થ જાણો. વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો:
(1) પહેરેગીર: જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબો સમય ઊભા રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર.
- નેતા, અભિનેતા કે ખેલાડીઓ પહેરેગીર રાખે છે. આવા પહેરેગીર છ થી સાત કલાક જેટલું ઊભા રહેતા હોય છે.
- મંદિરના દરવાજાની બે બાજુએ પહેરેગીરની મૂર્તિઓ હોય છે.
વાક્ય:- ઘણી સોસાયટીમાં દિવસ-રાતના પહેરગિર અલગ અલગ હોય છે.
(2) પૌત્રીઃ પુત્રની પુત્રી, દીકરાની દીકરી
- ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા. ફિયોના ફતેહજીની પૌત્રી છે.
- ફિયોનાનાં મમ્મીનાં સાસુનું નામ લક્ષ્મીબેન છે, ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. (ઉપરની રીતે તમારું નામ લખો.) .
વાક્ય:- દિવ્યાના દાદીનું નામ દેવિકાબેન છે.દિવ્યા દેવિકાબેન ની પૌત્રી છે.
પ્રશ્ન ૧૦: ___ને શું કહેવાય? સબંધ ની દુનિયા
(1) તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી:- મામી
જવાબ ની સમજ :
– મમ્મીના ભાઈ : મામા
– મમ્મીના ભાઈનો દીકરો : મામાનો દીકરો, પિતરાઈ ભાઈ
– મમ્મીના ભાઈના દીકરાની મમ્મી : મામાના દીકરાની મમ્મી : મામી
(2) ફોઈના પપ્પાની પૌત્રી : પોતે
જવાબની સમજ
– ફોઈના પપ્પા એટલે દાદા
-દાદાની પૌત્રી એટલે પોતે
(3) પપ્પાના પપ્પાના પત્ની:- દાદી
જવાબ સમજ:-
-પપ્પા ના પપ્પા એટલે દાદા
-દાદાના પત્ની:- દાદી
(4) મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી: બહેન
જવાબ ની સમજ:-
-મમ્મીના ઘરવાળા એટલે પપ્પા
-પપ્પાની મારા સિવાયની બીજી દીકરી એટલ આપણી બહેન થાય.
(5) મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી:- માસી
જવાબ ની સમજ:-
-મમ્મીના મમ્મી એટલે નાની
-નાની ના મમ્મી સિવાયની બીજી દીકરી એટલે માસી
પ્રશ્ન- સ્વરચિત બદલીને શબ્દો ઓળખી કાઢો. ઓળખેલો નવો શબ્દ લખો.
ઉદાહરણઃ ણસમા – માણસ
(1) સાલહ- સલાહ
(2) ફારિજયત- ફરજીયાત
(3) અંનદા- આનંદ
(4) પાસૈદરા-પૈસાદાર
(5) સંરાસાભળ- સાર સંભાળ
(6) ખુદક- કુદકા
(7) અસાવર-અસવાર
(8) ધામચકીડ-ધમાચકડી
(9) દવિસ-દિવસ
(10) હાચીંક-હીંચકા
(11) નમાનિશના -નામ નિશાન
12) પચંપકવના-પંચ પકવાન
(13) કકેરાવ- કેકારવ
(14) રમાકાહીણ-રામ કહાણી
(15) ઘાડો- ઘોડો,ઘડો
(16) કીબોજ-બાકીજ
(17) અજાબુજા -આજુબાજુ
(18) છકોરી-છોકરી
(19)દીરો-દોરો
(20) તીફોના-તોફાન
(21) દળા-ભતા = દાળ-ભાત
(22) કુંતારયિ- કુતરીય
(23) પેહરીગેર-પહેરીદાર
(24) અિકબજા-એકબીજા
(25) તુંદંરસ્ત- તંદુરસ્ત
પ્રશ્ન : 11 વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દો વડે બનેલા છે. એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી બે શબ્દોથી બનેલા એક શબ્દનો અર્થ લખોઃ
(1) ગર્ભ, શ્રીમંત : ગર્ભશ્રીમંત:- ધનવાન મા-બાપનું એ બાળક, જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય.
(2) સમય,પત્રક -: સમયપત્રક:- સમયની ફાળવણી નોંધ
(3) રામ, કહાણી:- રામકહાણી : વીતકકથા
(4)ચોર,પગલું : ચોરપગલું : છાનુંમાનું
(5) પંચ, પકવાન : પંચપકવાન: પાંચ જાતની મીઠાઈ
(6) નામ,નિશાન- : નામનિશાનઃ-નામ કે બીજું કાઈ ચિહ્નન
(7) ધીંગી, મસ્તી , : ધીંગામસ્તી: સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે
પ્રશ્ન : નીચેના શબ્દો ને તેમના વાક્યો સાથે જોડો
13. શબ્દજૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો :
જવાબો નીચે ચિત્રમાં નંબર લખેલા છે .
પ્રશ્ન 14: વાક્યોને વાર્તા ક્રમ મુજબ ગોઠવો
જવાબો નીચે ચિત્રમાં નંબર લખેલા છે .
પ્રશ્ન 16. ડૉલીના ઘરમાં પહોંચતાં પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખોઃ
નોંધ : અહી ખોટા શબ્દો ઉપર ચેકો મારવામાં આવેલ છે .
16. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો (અમે, તમે, તમારું, તમાર, તમારી, તમારા, તેમણે, કોણ).
17. ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી?
ઉદાહરણ : શિક્ષકે જયંતને પૂછ્યું, “તું મારું કામ કરીશ?”
તું : જયંત – શિક્ષક જયંતને કહે છે તેથી. .
મારું:- શિક્ષકનું શિક્ષક પોતે બોલે છે તેથી
પ્રશ્ન 18. ઉત્તરના આધારે યોગ્ય પ્રશ્નશબ્દ કસમાંથી ખાલી જગ્યામાં લખો: ‘, ‘ . (કોનું, કોની, કોનો, કોના)
પ્રશ્નો 19. નકામો વિકલ્પ છેકી યોગ્ય વાક્ય બનાવોઃ
પ્રશ્ન 20. કોંસ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(કોને, કોણ, કોની, કોનું, કોનાં, કોઈ, શાનો, શાનું, શાની, શાના, શા)
22. અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો:
ઉદાહરણ (1) દામેન – મેદાન
23. સ્વરચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો અને લખો:
ઉદાહરણઃ રકીબા – રકાબી
(1) કર્મકડા, – કર્મકાંડ – (2) હિરેનગાત – હેરાનગતિ (3) ભાણાકર – ભણકારા (4) ભંડકંધિ – ભંડકીયું (5) ઓડોઅવાળ – આડો અવળો (6) દામયિન- દરમિયાન (7) અશ્વસાના -આશ્વાસન
26. વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેમને સવળા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યું
હશે તે રીત પ્રમાણે વાક્યોને ક્રમમાં ગોઠવો.
(1) કાઢ્યો ચશ્માંમાંથી દાદાના કાચ – દાદાના ચશ્માં માંથી કાચ કાઢ્યો
(2) પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બૅટરી વડે–બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેક્યો
(3) દેખાઈ ફિલ્મ પડદા ઉપર – પડદા ઉપર ફિલ્મ દેખાઈ.
(4) લીધી મમ્મી દોરી પાસેથી –મમ્મી પાસેથી દોરી લીધી.
(5) ફિલ્મની પટ્ટી ગોઠવી કાચ પાછળ : – કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી
(6) પપ્પાની પડદો બનાવ્યો લુંગીનો -પપ્પાની લૂંગીનો પડદો બનાવ્યો

34. સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો:
(1) ગર્ભસીમંત/ગર્ભશ્રીમંત- ગર્ભસીમંત√
(2) કર્મકાંડ/કર્મકાડ – કર્મકાંડ
(3) ફરજિયાત/ફરજીયાત – ફરજિયાત
(4) મુઠ્ઠી/મૂઠ્ઠી –મુઠ્ઠી
(5) ગોડીયુ/ઘોડિયું – ઘોડિયું
(6) કૂદકા/કુદકા – કૂદકા
(7) સંતાકૂકડી/ શંતાકૂકડી – સંતાકૂકડી
(8) અંધારુ/અંધારું – અંધારુ
(9) રિબન/રીબિન- રિબન
(10) પોલિશ/પોલીસ – પોલીસ
(11) સળીયો/સળિયો- સળિયો
(12) પરિચીત/પરિચિત – પરિચિત