ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૬ જળ એજ જીવન PART 1
પાઠ ૬ જળ એ જ જીવન
1. ગડીસીસર શબ્દમાં સર નો અર્થ શું થાય?
જવાબ : તળાવ
2. પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બનાવતા હતા.
જવાબ : વાવ
3. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
જવાબ : વરસાદ
4. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે?
જવાબ : અડાલજની વાવ
5. કયા કાર્ય કરવા માટે પાણીની જરૂર પડતી નથી
જવાબ : કાગળ ના રમકડા બનાવવા માટે
6. દાડકીમાઈ ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ?
ઉત્તર : તળાવ બનાવીને
7. ગડીસિસર એ ……… ના રાજા ગડસી એ બંધાવેલ તળાવ છે.
ઉત્તર : જેસલમેર
8. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ સિમેન્ટ રેતી થી …………… આવે છે
ઉત્તર : ટાંકી
9. …………..માં પગથિયાં દ્વારા અંદર ઊતરીને પાણી મેળવવામાં આવતું.
ઉત્તર : વાવ
10. એક પ્રવેશદ્વાર વાળી વાવને……. કહેવામાં આવે છે.
ઉત્તર : નંદા
11. પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાય ત્યારે લાડુ બનાવીને વેચવામાં આવતા હતા. તેને…………..કહે છે.
ઉત્તર : મેઘલાડુ
12. વધુ વરસાદ આવે તો ગામના…………. છલકાઈ જાય છે.
ઉતર : તળાવ
13. પાણી એ……. સંપત્તિ છે.
ઉત્તર : કુદરતી
14. ……………. વડે જમીનમાં રહેલું ભૂગર્ભજળ મોટર પંપ ની મદદથી બહાર કાઢવામાં આવે છે.
ઉત્તર : બોરવેલ
15. પાણીનો સ્ત્રોત એટલે શું?
ઉત્તર : પાણી ક્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહે છે.
16. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
ઉત્તર : પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે.
17. પાણીના સ્ત્રોત કયા કયા છે?
ઉત્તર : વરસાદ , કુવા , બોર , ઝરણાં , નદી , તળાવ , સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે
18. આપણે પીવાનું પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ?
ઉત્તર : આપણે પીવાનું પાણી કુવા , બોર , તળાવ , નદી કે ઘર માં આવેલા નળમાંથી મેળવીએ છીએ
19. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામા કરવામાં આવે છે?
ઉત્તર : મારા ઘરમાં પાણીનો સંગ્રહ બનાવેલ ભૂગર્ભ ટાંકી અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે.
20. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે?
ઉત્તર : જમીન પર પડેલા વરસાદ પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે.
21. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે?
ઉત્તર : પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્ય , પશુઓ , પંખીઓ , જીવજંતુઓ , વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે.
ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૬ જળ એજ જીવન PART 2
પાઠ ૬ જળ એજ જીવન
- અતિવૃષ્ટિ એટલે શું?
ઉત્તર : ચોમાસાની ઋતુમાં સતત ખુબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે.
23. અનાવૃષ્ટિ એટલે શું?
ઉત્તર : ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે.
24. જમીન કેવી રીતે પાણી શોષે છે?અને તે કુવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે?
ઉત્તર : જમીન પર પડેલું વરસાદનું પાણી જમીનમાં શોષાય ઊંડે ઉતરે છે અને કૂવા અને વાવ સુધી પહોંચે છે.આ સમસ્યા એક સાદા પ્રયોગ દ્વારા સમજીએ. એક પ્લાસ્ટિકનો ડબ લો. તેમાં માટી ભરોએમાં ધીમે ધીમે પાણી રેડો એ પાણી શોષાઈ જાય પછી થોડું વધારે પાણી રેડો. તે પાણી પણ માટી મા ઉતરી જશે હવે માટીના વચ્ચે ખાડો કરો. થોડો સમય બાદ જૂઓ ખાડામાં પાણી આવતું દેખાશે આ જ પ્રમાણે જમીનમાં કૂવો અને વાવ ખોદવાથી શોષાયેલું પાણી તેમાં પહોંચે છે.
25. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો?
ઉત્તર : મારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલ છે. એ ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે. મારા ઘરમાં એ નળમાંથી પાણી મેળવીએ છીએ.
26. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર : પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં, નાહવામાં ધોવામાં, સફાઈ કામ માં , બાગ-બગીચામાં , ખેતીવાડીમાં , મકાનના બાંધકામમાં , વીજળી અને વરાળઉત્પન્ન કરવામાં તેમજ નાના-મોટા ઉદ્યોગોમાં પણ થાય છે.
27. ઘરમાં પાણીની બચત કરવા માટે શું કરવું જોઈએ?
ઉત્તર : (1)પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાંમાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે. (2)સ્નાન કરતી વખતે તથા વાસણ કપડા ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ. (3)જરૂરીયાત કરતા વધારે પાણી વાપરવું જોઈએ નહીં. (4)રસોઈ બનાવવા ખપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.(5) જરૂર હોય એટલા જ સમયે નળ ચાલુ રાખવો. (6)બ્રશ અને શેવિંગ કરતી વખતે નળ ચાલુ ન કરવો પરંતુ છેલ્લે સફાઈ કરતી વખતે નળ ચાલુ કરવો .
28. ‘પાણી એ જીવનનું અમૃત છે.’ સમજાવો.
ઉત્તર : આપણું જીવન પાણી પર નિર્ભર છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ બેભાન થઈ જાય છે. વધુ પડતું પાણી ગુમાવે તો માણસનું મૃત્યુ પણ પામી છે. શરીરની જૈવિક પ્રક્રિયાઓ જેવી કે પાચન ક્રિયા ઉત્સર્જન ક્રિયા રુધિર નું ભ્રમણ માટે પાણી ખુબ જ આવશ્યક છે.આમ જીવન ટકાવવા પાણી જરૂરી હોવાથી પાણી એ જીવનનું અમૃત છે.
29. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો હોય તેવી ચાર બાબતો જણાવો.
ઉત્તર : હા, અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં ધુળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઈપ પડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે આ ઉપરાંત નળ ની નીચે વાસણ ધોતા કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. શોચાલય ના ઉપયોગ સંપૂર્ણ શોચ ક્રિયા દરમ્યાન પાણીનો નળ ચાલુ રાખે છે.
30. વરસાદી પાણીને શું લાભ થાય છે?
ઉત્તર : વરસાદ થી આપણને પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે. વરસાદ પડે તો જ આપણે અને બીજો પાક તેમજ શાકભાજી ઉત્પન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ નદી અને કૂવામાં પાણી જમા થાય છે જેથી તે બારેમાસ વાપરવા માટે પાણી મળી
31.”ધરતી પર પાણી સૌ કોઈ માટે છે” –પાણી બચાવવાના છ સૂત્ર લખો.
ઉત્તર : (1)જળ એજ જીવન. (2)પાણીને પાણી સમજીને ન વેડફો.(3) ટીપે ટીપે સરોવર ભરાય છે.(4) પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. (5)પાણી જીવનનું અમૃત છે. (6)પાણી બચાવો પાણી આપણને બચાવશે.
32. બંધબેસતા જોડકાં જોડો.
વિભાગ અ | વિભાગ બ | ઉત્તર |
1. નદીમાંથી કાઢેલી શાખા | 1. વરસાદ | 1. – 3 |
2. પાણીનો મુખ્ય સ્ત્રોત | 2. ઝરણું | 2. – 1 |
3. પગથિયાં વાળો કુવો | 3. નહેર | 3. – 5 |
4. નદીનું શરૂઆતનું નાનું સ્વરૂપ | 4. બોરવેલ | 4. – 2 |
5. વાવ |
ધોરણ ૫ આસપાસ (પર્યાવરણ ) પાઠ : ૬ જળ એ જ જીવન PART 01
ઉત્તર : તળાવ
2. ગડસીસર ક્યાં આવેલું છે?
ઉત્તર : જેસલમેર
3. ગડસીસર કોણે અને ક્યારે બંધાવેલું?
ઉત્તર : ગડસીસર જેસલમેરના રાજા ગડસીએ 650 વર્ષ પહેલાં બંધાવેલું.
4. ગડસીસર તળાવ રાજાએ ………… ની મદદથી બનાવેલું.
ઉત્તર : લોકો
5. રાજાએ ગડસીસરની આસપાસ શું શું બનાવ્યું હતું?
ઉત્તર : રાજાએ ગડસીસરની આજુબાજુ પગથિયાંવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ, શાળા ને બીજું ઘણું બધું બનાવ્યું હતું.
6. ગડસીસરની આસપાસ બગીચો બનાવવામાં આવ્યો હતો.
ઉત્તર : ખોટું
7. ગડસીસર આગળ લોકો શા માટે આવતા હતા?
ઉત્તર : તહેવાર ઊજવવા, સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા
8. બાળકો ગડસીસરના ઘાટ પર શા માટે આવતા હતા?
ઉત્તર : બાળકો ગડસીસરના ઘાટ પર બનાવેલી શાળામાં ભણવા આવતા હતા.
9. તળાવને ચોખ્ખું રાખવાની કાળજી કોણ લેતું હતું?
ઉત્તર : રાજા, પ્રજા, સૈનિકો
10. તળાવમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી ………… સુધી પહોંચતું હતું.
ઉત્તર : માઇલો
11. ગડસીસર તળાવની બનાવટમાં શું ખૂબી હતી?
ઉત્તર : ગડસીસરની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તે ભરાઈ જતાં તેનાથી નીચેની સપાટીએ બનાવેલા બીજા તળાવમાં પાણી જતું રહે. બીજુ તળાવ ભરાય એટલે ત્રીજા તળાવમાં પાણી જતું રહે. આ રીતે ક્રમશઃ નવ તળાવ ભરાતાં અને વરસાદનું પાણી આખું વર્ષ વાપરી શકાતું.
12. આજે પણ ગડસીસરનો ઉપયોગ પહેલાંની જેમ થાય છે.
ઉત્તર : ખોટું
13. આજે ગડસીસરનો ઉપયોગ શા માટે નથી થતો?
ઉત્તર : આજે ગડસીસર અને નવ તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને મકાનો આવી ગયાં છે. લોકોને પાણી માટે બીજી વ્યવસ્થા મળી ગઈ છે. આથી તેઓ વરસાદના પાણીને વહી જવા દઈ વેડફે છે અને ગડસીસરનો ઉપયોગ કરતા નથી.
14. આપણે ઇતિહાસ જાણવા માટે મુખ્ય ………. પ્રકારના શ્નોતોનો ઉપયોગ કરીએ છીએ.
ઉત્તર : બે
15. નીચેનામાંથી લેખિત ન્નોત તરીકે કોનો ઉલ્લેખ થાય છે?
ઉત્તર : શિલાલેખ
16. સ્થાપત્યો એ ઈતિહાસ જાણવાના …………… શ્નોત છે.
ઉત્તર : અલિખિત
17. ઇતિહાસ જાણવાના લેખિત સ્તોતો કયા કયા છે?
ઉત્તર : તાડપત્રો, ભોજપત્રો, પ્રવાસીઓની નોંધો, શિલાલેખો, ડાયરી, મહાકાવ્યો વગેરે લેખિત ઇતિહાસ જાણવાના સ્નોતો છે.
18. અલ-બિરુનીની નોંધ એ ………….. સ્રોત છે.
ઉત્તર : લિખિત
19. અલ-બિરુની દેશના વતની હતા?
ઉત્તર : ઉઝબેકિસ્તાન
20. અલ-બિરુનીએ તેમની નોંધમાં ભારતીય લોકોની કઈ કુશળતાનાં વખાણ કર્યા છે?
ઉત્તર : અલ-બિરુની હજારો વર્ષ પહેલાં ભારતમાં આવેલા. તેમણે ભારતીય લોકોની તળાવો બનાવવાની કુશળતાનાં વખાણ કર્યા છે.
21. અલ-બિરુનીની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા શેનો ઉપયોગ થતો હતો?
ઉત્તર : અલ-બિરુનીની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા મોટા પથ્થરો અને લોખંડના સળિયાઓનો ઉપયોગ થતો હતો.
22. અલ-બિરુનીની નોંધ મુજબ ભારતમાં તળાવોની તે સમયે શી વિશેષતા હતી?
ઉત્તર : અલ-બિરુનીની નોંધ મુજબ ભારતના લોકો તળાવ બનાવવામાં કુશળ છે. તેઓ મોટા પથ્થ?.ની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે.. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાનાં અને નીચે આવવાનાં પગથિયાં જુદાં જુદાં હોવાથી ત્યાં ભીડ ઓછી થતી હોય છે.
23. અલ-બિરુનીની નોંધ પરથી તે સમયની ભારતીય પ્રજાની પાણીના સંગ્રહ માટેના વ્યવસ્થિત આયોજનની ઝાંખી થાય છે.
ઉત્તર : સાચું
24. તમારી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે? કેવી રીતે? ચર્ચા કરો.
ઉત્તર : ખોટું
26. જેસલમેરમાં વરસાદ …….. પડે છે.
ઉત્તર : ઓછો
27. પહેલાંના સમયમાં લોકોના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે …………. ની વ્યવસ્થા હતી.
ઉત્તર : ટાંકા
28. પહેલાંના સમયમાં લોકો તળાવો શા માટે બંધાવતા હતા?
ઉત્તર : પહેલાંના સમયમાં લોકોને પાણીની અનિવાર્યતાની ખબર હતી. તેઓ પાણીને ખૂબ મૂલ્યવાન ગણતા હતા. તેથી વરસાદનાં પાણી વેડફાઈ ન જાય અને તે આખું વર્ષ વાપરી શકાય તે માટે તેઓ તળાવો બંધાવતા હતા. જેથી તળાવોમાંનું પાણી જમીનમાં ઊતરી કૂવા અને વાવ સુધી પહોંચે જેથી તે વિસ્તારમાં પાણી મળી રહે અને જમીન ફળદ્ટુપ બને.
ધોરણ ૫ આસપાસ (પર્યાવરણ ) પાઠ : ૬ જળ એ જ જીવન PART 02
-
…………. ની પોળોનાં કેટલાંક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા જોવા મળે છે.
ઉત્તર :અમદાવાદ30. હાલમાં પણ નવા ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહની પ્રથા ચાલુ છે.
ઉત્તર :ખોટું31. પહેલાના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું, છતાં ત્યાંનાં ગામડાંઓમાં પાણીની અછત ન હતી; શા માટે?
ઉત્તર : પહેલાના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું. છતાં ત્યાંનાં ગામડાંઓમાં પાણીની અછત નહોતી; કારણ કે આ લોકોને ખબર હતી કે પાણીનું દરેક ટીપું કીમતી છે. આથી, આ વિસ્તારમાં ઘરની છતમાં પડતા વરસાદના પાણીને જમીનની અંદર બનાવેલ ટાંકીમાં પહોંચતું કરીને તેમજ કૂવા, વાવ અને તળાવ દ્વારા પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. આથી, તેમને પાણીની અછત નહોતી.32. વાવ કોને કહે છે?
ઉત્તર : કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય અને પાણી સુધી પહોંચી શકે તેવા બાંધકામને ‘વાવ’ કહે છે.33. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર : ચાર
34. નંદામાં પાંચ પ્રવેશદ્વાર હોય છે.
ઉત્તર : ખોટું35. જમીન કેવી રીતે પાણી શોષે છે?
ઉત્તર : જમીનમાં ખૂબ નાનાં છીદ્રો હોય છે, જે દ્રારા જમીન પર આવેલ નદી, તળાવ, દરિયો વગેરેનું પાણી જમીનમાં ઊતરે છે. ઉપરાંત જમીન પર ઢોળાનું પાણી પણ માટીના નાના છીદ્રો દ્રારા જમીનમાં અંદર જાય છે અને આમ જમીન પાણી શોષે છે.36. જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ | ઉત્તર |
1. નંદા | 1. ચાર પ્રવેશદ્વાર | 1. – 3 |
2. ભદ્રા | 2. ત્રણ પ્રવેશદ્વાર | 2. – 4 |
3. જયા | 3. એક પ્રવેશદ્વાર | 3. – 2 |
4. વિજયા | 4. બે પ્રવેશદ્વાર | 4. – 1 |
-
ફૂવા અને વાવમાં પાણી ક્યાંથી આવે છે?
ઉત્તર : જમીનમાં ઊતરેલા પાણી વચ્ચે કોઈ મોટા ખડક જેવું આવરણ આવે ત્યાં પાણી નીચે ઊતરતું અટકી જઈને આસપાસમાં ફેલાઈ જાય છે અને સંગ્રહાય છે. આવી જગ્યાની આસપાસના કૂવા કે વાવમાં આ પાણી પહોંચતાં તેમાંથી સરળતાથી પાણી મળી રહે છે.38. પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી કેવી રીતે મેળવતા હતા?
ઉત્તર : પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી નદી, કૂવા, તળાવ કે વાવમાંથી મેળવતા હતા.
39. પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં મુસાફરોને પાણીની તકલીફ ન પડે તે માટે શી વ્યવસ્થા હોય છે?
ઉત્તર :પહેલાંના સમયમાં મુસાફરો, વટેમાર્ગુને પાણી મળી રહે તે માટે વાવ, કૂવા કે પરબો બંધાવવામાં આવતી હતી. અત્યારે મોટા ભાગના લોકો મુસાફરીમાં પોતાની સાથે પાણીની બોટલો રાખે છે તથા સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો પણ બાંધવામાં આવે છે.40. નદીઓને આપણે …………. નું બિરુદ આપ્યું છે.
ઉત્તર : લોકમાતા41. જળને ક્યારે વધાવવામાં આવે છે?
ઉત્તર : જ્યારે વરસાદના પાણીથી તળાવ ભરાઈ જાય ત્યારે જળને વધાવવામાં આવે છે.42. ગુજરાતના ઘણાં ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે શું વહેંચવામાં આવે છે?
ઉત્તર :મેઘલાડુ43. જળગ્નોતોમાંથી પાણી ભરવા જતાં આપણે ………… બહાર કાઢીને જવું જોઈએ.
ઉત્તર : ચંપલ44. પહેલાંના સમયમાં પાણી ભરવા માટે સ્ટીલનાં વાસણોનો ઉપયોગ થતો હતો.
ઉત્તર : ખોટું45. પહેલાંના સમયમાં પાણી ભરવા માટે કઈ ધાતુનાં વાસણો વપરાતાં હતાં?
ઉત્તર : પહેલાંના સમયમાં પાણી ભરવા માટે તાંબા-પિત્તળના ચળકતા કલાત્મક ઘડાઓનો ઉપયોગ થતો હતો.46. પહેલાંના સમયમાં પાણિયારા અને જળઘરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી.
ઉત્તર : પહેલાંના સમયમાં પાણિયારા અને જળઘરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી.47. અત્યારે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે મળે છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : અત્યારે અમારા ઘરમાં પીવાનું પાણી મ્યુનિસિપાલિટીના નળમાંથી આવે છે.48. અત્યારે લોકો પાણી મેળવવા કયા સ્રોતોનો ઉપયોગ કરે છે?
ઉત્તર : આજે લોકો પાણી મેળવવા માટે પાણીપુરવઠા સંસ્થા દ્વારા આવતા પાણીના પૂરવઠાનો, હૅન્ડપંપ, બોરવેલ, કૂવા કે નદી જેવા સ્ત્રોત પાણીનો ઉપયોગ કરે છે.49. આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી? શા માટે?
ઉત્તર : આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી, તે માટે નીચેનાં કારણો જવાબદાર છે :
(1) દરેક જગ્યાએ પાણીપૂરવઠા નિગમ દ્વારા પાઇપ લાઇનનું જોડાણ પહોંચ્યું નથી.
(2) કેટલાંક લોકો પાણીની પાઇપ લાઇનમાંથી વધુ અને ઝડપી પાણી મેળવવા તેની સાથે પાણી ખેંચવાના પંપ જોડી દે છે, તેથી તેમની આસપાસના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
(3) ધનિક લોકો એકથી વધારે પાઇપના કનેક્શનો દ્વારા વધુ પાણી મેળવી લે છે.
(4) કેટલાંક લોકો કૂવામાંનું પાણી બોરલેવ દ્વારા ખેંચી લે છે.
(5) કેટલાંક લોકો પાણીની કેનાલમાં ગાબડાં કરી પાણીને પોતાની તરફ ખેંચી લે છે.50. દરેક નાગરિકને પાણી મળી રહે તે જોવાની જવાબદારી ……….. ની છે.
ઉત્તર : સરકાર51. ઈ.સ. 1986માં …….. શહેરના લોકોએ જૂની વાવ સાફ કરીને પાણી મેળવ્યું હતું.
ઉત્તર : જોધપુર52. જોધપુરની જૂની વાવમાંથી ટ્રકથી પણ વધુ કચરો નીકળ્યો હતો.
ઉત્તર : 20053. આપણા પૂર્વજોએ જળસંચય માટેના કયા કયા ઉપાયો યોજ્યા હતા?
ઉત્તર : આપણા પૂર્વજોએ વરસાદી પાણીનો બારેમાસ ઉપયોગ કરી શકાય તે માટે વરસાદની ત્ર્છતુમાં પાણી વેડફાઈ ન જાય અને સંગ્રહ કરી શકાય તે માટે વાવ, કૂવા, તળાવ, ભૂગર્ભ ટાંકા વગેરે બનાવ્યાં હતાં.54. હાલમાં સરકાર દ્વારા જળસંચય માટે કયા ઉપાયો યોજવામાં આવ્યા છે?
ઉત્તર : હાલમાં સરકાર દ્વારા જળસંચય માટે નદીઓ પર આડબંધ અને બંધ બાંધીને વરસાદી પાણીને વહી જતાં રોકવામાં આવે છે. ખેડૂતોને ખેત તલાવડી અંગેની માહિતી આપીને તેમને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પાણીનો બગાડ અટકાવવા કેટલાંક શહેરોમાં પાણીનાં મીટર મૂકવામાં આવ્યાં છે.55. દેડકી માઈએ અલવરના લોકોને સ્થળાંતર કરવામાંથી કેવી રીતે બચાવ્યા?
ઉત્તર : દેડકી માઈએ ‘તરુણ ભારત સંઘ’ નામના સમૂહનું નામ સાંભળ્યું હતું. તેઓ આ સમૂહના સભ્યોને મળ્યા અને પોતાના ગામની પાણીની સમસ્યાની વાત કરી એટલે તરુણ ભારત સંઘના સભ્યો ગામમાં આવ્યા અને ગામના લોકોને સાથે રાખી તેમણે તળાવ બનાવ્યું. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો. જેથી કૂવામાં પાણીનું સ્તર આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેવા લાગ્યું. તેથી ગામના લોકો પાણી ન મળવાને કારણે સ્થળાંતર કરતા હતા તે ગામમાં સ્થાયી વસવાટ કરવા લાગ્યા.56. જળસંચય માટે આપણે કયા કયા ઉપાયો યોજી શકીએ?
ઉત્તર : જળસંચય માટે આપણે નીચે મુજબનાં ઉપાયો યોજી શકીએ :
(1) ઈમારતની છત પરથી વરસાદની ત્તુ દરમિયાન વહી જતાં પાણીનો ઈમારતની પરસાળ કે ચોકમાં ટાંકા બનાવી સંગ્રહ કરવો જોઈએ.
(2) જો કોલોની કે સોસાયટીનાં બધાં ઘરોના લોકો તૈયાર થાય તો સોસાયટીના કોમન પ્લોટમાં મોટો ટાંકો બનાવી દરેક ઘરની છતનું વરસાદી પાણી એકઠું કરીને આખું વર્ષ અથવા તો આ પાણીને ભૂગર્ભમાં મોકલી શકાય અને વાપરી શકાય.
(3) ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ભેગા મળી પોતાના ખેતરની પાસે કૃત્રિમ સરોવર બનાવવું જોઈએ. જેનું પાણી ચોમાસા સિવાયની ઋતુમાં પાકને પાવામાં કામ લાગે.
(4) વધુ વૃક્ષો વાવી પાણી વહી જતું અટકાવી શકાય. આવા ઘણા બધા ઉપાયો આપણે યોજી શકીએ તેમ છીએ.