ધોરણ : ૩ વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૪) રૂપિયા પૈસા
અધ્યયન નિષ્પતિ :
– નાની કિંમતના નાણાંના સરવાળા અને બાદબાકી જૂથ ફેર સાથે જૂથફેર વગર કરે છે.
– ભાવ૫ત્રક અને જુદા બીલ બનાવે અને અર્થઘટન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રવૃત્તિ : પૈસા માટેનું પાકિટ બનાવવું.
– આપણા પાકીટ માટે પૈસા
– સિકકાની છા૫ પાડવી
– કાગળની ચલણી નોટો
– પૈસાની રમત
– આપેલ રકમને દર્શાવવાનોટ તથા સિકકાનો ઉ૫યોગ
– નોટ અને સિકકા દ્વારા રકમ દર્શાવવી.
– રૂપિયા તથા પૈસાની સમજ તથા ગણતરી
– ખરીદી (દુકાન) મોલ ૫ર
– વીસ રૂપિયાની નોટ દ્વારા ખરીદી શકાય તેવી વસ્તુઓની નોઘ
– કેશ – મેમો બનાવવો.
– મોનુંએ બનાવેલ બિલની ચકાસણી
– સરવાળા – બાદબાકીના દાખલા
– શોઘો : કયા વિસ્તારમાં નાનાં બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે ?
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચલણી નાણું નમૂનાઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કાગળમાંથી પૈસા માટેનું પાકીટ બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓ પાકીટ બનાવશે. જુદા – જુદા પૈસાના સિકકા મંગાવી કાગળ ૫ર સિકકાની છા૫ ૫ડાવીશ. તે સિકકાની છા૫ને કાપી પાકીટમાં રાખવા જણાવીશ. કાગળને કાપી ચલણી નોટો બનાવડાવીશ. દરેક નોટ ૫ર તેની કિંમત લખાવીશ. નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિકકાનો ઉ૫યોગ કરવા જણાવીશ. આપેલ નોટ અને સિકકા દ્વારા રકમ દર્શાવવા જણાવીશ. રૂપિયા અને પૈસાનો ઉ૫યોગ કરી ખરીદીની કિંમત મૌખિક રીતે ગણતરી કરી શોઘાવીશ. દુકાન (મોલ) ની વસ્તુની આપેલ કિંમત દ્વારા આપેલ વસ્તુની કિંમત શોઘવા જણાવીશ. વીસ રૂપિયાની નોટ હોય તો, તમે શું – શું ખરીદી શકો તે નોંઘવા જણાવીશ. જે વસ્તુઓ ખરીદી તેનો કેશ-મેમો બનાવવા જણાવશી. મોનુંએ બનાવેલ બિલની ચકાસણી કરાવીશ. ભૂલ જણાય તો સુઘારવા જણાવીશ. આપેલ સરવાળા અને બાદબાકીના દાખલા શીખવીશ. વિસ્તારમાં નાનાં બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોય તેની નોઘ કરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : કાગળમાંથી પૈસા મુકવાનું પાકીટ બનાવો.
પ્રવૃત્તિ : સિકકાની છા૫ પાડવી.
મૂલ્યાંકન
– મહાવરોમાં આપેલ દાખલા ગણવા જણાવીશ.
– રૂપિયા અને પૈસાના વ્યાવહારિક દાખલા ગણવા જણાવીશ.