શાકભાજી ના ઉખાણા
જવાબ – કારેલુ
(૭)
લાગે ઢમઢોલ શરીર,
પણ નથી મારો કંઇ ભાર,
દેહ છે મારો રંગબેરંગી,
બાળકોનો છું હું સંગી.
જવાબ – ફુગ્ગો
(૮)
નદી-સરોવરમાં રહેતી,
પાણીની રાણી કહેવાતી,
રંગબેરંગી જોવા મળતી,
કહો ક્યા નામે ઓળખાતી ?
જવાબ – માછલી
(૯)
આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?
જવાબ – મિણબત્તી
(૧૦)
સાત વેંતનું સાપોલિયું,
મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ,
જોઇને હસે કાંત.
જવાબ – સાંબેલુ.
ઉખાણા – ૧
ઉડું છું પણ પંખી નહીં
સૂંઢ છે પણ હાથી નહી
છ પગ પણ માખી નહી
ગીત ગાઉં છું પણ ભમરો નહીં.
ઉખાણા 2
ગોળ ગોળ ફરતી જાય
ફરતી ફરતી ગાતી જાય
દાણો દાણો ખાતી જાય
તોય એનુ પેટ ન ભરાય.
ઉખાણા 3
ચાર ભાઇ આડા ચાર ભાઈ ઉભા
એક એકના અંગમાં બબ્બે જણ બેઠા.
ઉખાણા 4
ઉખાણા 4
જીભ વગર ટકટક કરે, ચાલે પણ નહીં પગ
કાંટા પણ વાગે નહીં જાણે આખું જગ
ઉખાણા 5
ચાર ખૂણાનું ચોકઠું આભે ઉડ્યુ જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.
ઉખાણા 6
ફાળ ભરે પણ મૃગ નહી,
નહી સસલો નહી શ્વાન.
મો ઉચુ પણ મોર નહી,
ચતુર કરો વિચાર.
ઉખાણા 7
પગ વિના ડુંગરે ચડે, મુખ વિના ખડ ખાય,
રાણી કહે રળિયામણું, ક્યુ જનાવર જાય ?
ઉખાણા 8
પઢતો પણ પંડિત નહી, પૂર્યો પણ નહી ચોર,
ચતુર હોય તો ચેતજો, મધૂરો પણ નહી મોર.
ઉખાણા 9
તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.
ઉખાણા 10
મારી બકરી આલો પાલો ખાય,
પાણી પીવે તો ટપ દઈને મરી જાય.
જવાબો –
ઉખાણા 1-મચ્છર
ઉખાણા 2- ઘંટી
ઉખાણા 3- ખાટલો
ઉખાણા 4-ઘડિયાળ
ઉખાણા 5- પતંગ
ઉખાણા 6- દેડકો
ઉખાણા 7- ધૂમાડો
ઉખાણા 8- ભમરો
ઉખાણા 9- બળદગાડુ
ઉખાણા 10- દેવતા (દેતવા કે અંગારા.)
૧. પશુ નહી પણ ચાર પગ, એક વાંહો બે શિશ,
બાળક તેના પેટમાં, એ શી ચીજ કહીશ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૨. છત વિનાનું છાપરૂ, જે દુનિયા સઘળી ઢાંકે
ચાંદા-સૂરજ તારાનું ઘર જે સઘળા લોકો આંકે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૩. એક અચરજ એવુ જોયુ, નદી છતા નહી નીર
પહાડ છતા પથ્થર નહી, ગામ છતા નહી વીર.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૪. લીલી લીલી સળીઓ ને ગાંઠે ગાંઠે ચોર,
ચોરનું તો તેલ થાયને છોડાં ખાય ઢોર.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૫. ગોળ છુ પણ દડો નથી, પૂંછડી છે પણ રડતો નથી,
પૂંછડી પકડીને રમે છે બાળકો, તો પણ હુ રડતો નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૬. એક જળકુકડી એવી જે ડબક ડુબકી મારે
પચાસ માઇલ પાણીમાં ચાલી, તોપના ગોળા ખાળે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૭. નહી વાંસલો, નહી વીંઝણો, નહી કારીગર સુતાર,
અદ્ધર મહેલ ચણાવિયો, રાજા કરે વિચાર.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૮. કાળી સોટી તેલે છાંટી,
વળે વળે પણ ભાંગે નહી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૯. વનવગડામાં ડોસો કેડ બાંધી ઉભો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૧૦. ટચુકડી છોકરીને ટચુકડા કાન.
ગળે બાંધો સિંદરુ (દોરી) તો ઝટ કામ થાય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જવાબો.
૧. ઘોડીયું. ૨. આકાશ. ૩. નકશો. ૪. મગફળી. ૫. ફુગ્ગો.
૬. સબમરીન. ૭. સુગરીનો માળો. ૮. વાળ.
૯. પૂળો. ૧૦. સાવરણી.
error: SHIKSHAN SAGAR APP IS BEST