ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૬ ખાધા વિના ન ચાલે PART 01
૧. આપણને જીવવા માટે પાણીની સાથે ખોરાક પણ જરૂરી છે. (✓કે X)
ઉત્તર : ✓
૨. દિવસ દરમિયાન આપણે શું શું ખાઈએ છીએ તે લખો.
સવારે નાસ્તામાં | ભાખરી,બટાકાપૌંઆ ,થેપલાં, ફળો |
બપોરે ભોજનમાં | દાળભાત, રોટલી, શાક, કઠોળ, સલાડ, છાશ |
રાત્રે હળવું ભોજન | ખીચડી, કઢી, ઢોકળાં,હાંડવો |
૩.આપણે સવારે, બપોરે અને સાંજે જે ખાઈએ છીએ તે આપણો………….. છે
(A) પ્રસાદ
(B) ખોરાક
(C) વ્યાયામ
(D) નાસ્તો
ઉત્તર : B
૪.તમે ગઈકાલે સવારે, બપોરે અને રાત્રે ખોરાકમાં શું શું લીધું હતું ?
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
સવારે | |
બપોરે | |
રાત્રે |
૫. ખાધા વિના ચાલે નહીં.(✓કે X)
ઉતર : ✓
૬. કારણ આપો : ખાધા વિના ચાલે નહીં.
ઉત્તર : કારણ કે ખાધા વિના શરીરમાં અશક્તિ આવી જાય,ચક્કર આવે. કોઈ કામ સારી રીતે થઈ શકે નહિ. વળી, જીવવા માટે ખોરાક જરૂરી છે.
૭. ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે
ઉત્તર : જયારે પેટ ખાલી હોય તેવું લાગે ત્યારે ખબર પડે કે ભૂખ લાગી છે. ભૂખ લાગે ત્યારે કામ કરવાનું મન ન થાય. અશક્તિ લાગે અને ખાવાની ઈચ્છા થાય.
૮. કોઈ દિવસ તમારા ઘરે જમવાનું બન્યું ન હોય તેવું ક્યારેય થયું છે ?ત્યારે તમને કેવો અનુભવ થયો હતો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૯. શું વર્ગના બધા બાળકોએ ગઈકાલે એકસરખો ખોરાક ખાધો હતો ? કેમ?
ઉત્તર : ના, વર્ગના બધા બાળકોએ જુદો જુદો ખોરાક ખાધો હતો. કેમ કે બધા બાળકોની પસંદ જુદી જુદી હોય છે અને દરેકના ઘરમાં જુદો જુદો ખોરાક બને છે.
૧૦. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૧. ભૂખ લાગે તો દેખાતું અને સંભળાતું બંધ થઈ જાય છે. (✓ કે X)
ઉત્તર : X
૧૨. જેમ સ્કૂટરને ચાલવા માટે પેટ્રોલની જરૂર છે, તેમ માણસ ને………..ની જરૂર છે.
ઉત્તર : ખોરાક
૧૩.ખાવાનું ન મળે તો શું થાય ?
(A) ગુસ્સો આવે.
(B) રડવું આવે.
(C) ઉદાસ થઈ જવાય.
(D) આપેલ તમામ.
ઉત્તર : D
૧૪. તમને કેવા સ્વાદની રસોઈ પસંદ છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો)
૧૫.એવી કઈ વસ્તુઓ છે કે જે તમે ખાઈ શકો છો પણ તમારા ઘરના ઘરડા સભ્યો ખાઈ શકતા નથી ?
(A) મકાઈડોડા
(B) રોટલી
(C) શીરો
(D) દૂધપાક
ઉત્તર : A
૧૬. શું બધાં ઘરડાં લોકો મકાઈડોડા અને કઠણ ચણા ખાઈ શકે? કેમ ?
ઉત્તર : ના,બધાં ઘરડાં લોકો મકાઈડોડો અને કઠણ ચણા ખાઈ શકે નહિ. કેમકે ,ઘરડાં લોકો દાંત નબળા હોય છે.
૧૭. અમુક કડક નાસ્તા ઘરડાં લોકો ખાઈ શક્તા નથી,કેમ કે…..
(A) તેમને તે ભાવતા નથી.
(B) તેમના દાંત નબળા હોય છે.
(C) નાસ્તા માત્ર બાળકો માટે જ હોય છે,
(D) નાસ્તા બહુ મોંઘા હોય છે.
ઉત્તર : B
૧૮. ચાર મહિનાનો સની તેની માતાના દૂધ પર જ રહે છે , કારણ આપો.
ઉત્તર : કારણ કે સની માત્ર ચાર મહિનાનો હોવાથી તેને દાંત નથી. તે માત્ર દૂધ જ પી શકે છે. દૂધ તેના માટે અત્યારે પૌષ્ટિક ખોરાક છે.
૧૯. બાળકો, યુવાનો અને વૃદ્ધો શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે ?કોષ્ટકમાં માહિતી ભરો :
શું ખાઈ શકે ? | શું ન ખાઇ શકે ? | |
બાળક (નાનું) | દૂધ, દાળ, સૂપ | મકાઈ, ભાખરી, રોટલી |
યુવાન | બધી જ વસ્તુઓ | – |
વૃદ્ધ | દાળમાં પલાયેલી રોટલી, સૂપ, પ્રવાહી ખોરાક | ભાખરી, કડક પૂરી, પાપડ |
૨૦. આપણે હંમેશાં કેવો ખોરાક ખાવો જોઈએ ?
(A) બજારનો
(B) ખુલ્લો
(C) તાજો
(D) ઠંડો
ઉત્તર : C
૨૧. આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેવો ખોરાક ખાવો જોઈએ ?
ઉત્તર : આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપણે હંમેશાં તાજો ખોરાક ખાવો જોઈએ. ફળો, શાકભાજી હંમેશા ધોઈને વાપરવાં જોઈએ, રાંધેલો યોગ્ય પ્રમાણમાં ખોરાક ખાવો જોઈએ અને સમતોલ તથા પૌષ્ટિક આહાર ખાવો જોઈએ.
૨૨. ખુલ્લો ખોરાક ખાવાથી શું થાય ?
ઉત્તર : ખુલ્લો ખોરાક ખાવાથી બીમાર પડી જવાય, કેમ કે તેની પર માખી, મચ્છર જેવા જીવજંતુઓ બેઠેલા હોય છે. આ જીવજંતુઓ તેમની સાથે ઘણી બીમારીના જીવાણુઓ ખોરાક પર છોડી દે છે, જેથી બીમારી ફેલાય છે.
૨૩. શાકભાજી અને ફળોને ધોઈને વાપરવા જોઈએ.(✓ કે X)
ઉત્તર : ✓
૨૪. શરીરને નુકસાન કરે તેવા ખોરાક કયા કયા છે ?
(A) બજારું પાણીપૂરી, ભેળ, રંગડાપેટીસ
(B) બજારું ખમણ, દાબેલી
(C) બજારું ચટણીપૂરી, સમોસા, કચોરી
(D) આપેલ તમામ
ઉત્તર : D
૨૫. આપણા શરીરને શક્તિ અને ગરમી આપતો સમતોલ ખોરાક ખાવો જોઈએ.(✓ કે X)
ઉત્તર : ✓
ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૬ ખાધા વિના ન ચાલે PART 02
૨૬. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ રોજ ખોરાકમાં કરવો જ જોઈએ?
(A) ફળો
(B) બર્ગર
(C) મકાઈ
(D) કેક
ઉત્તર : A
૨૭. તમે કયાં કયાં કઠોળ ખાઓ છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૨૮. તમારી ભાવતી વસ્તુ ઉપર ✓ કરો: (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૨૯. ઘઉં અને ચોખામાંથી બનતી વાનગીઓનાં નામ લખો.
ઉત્તર : ભાખરી, પરોઠા, પૂરી, લાડવા, રોટલી, શીરો, પુલાવ, ભાત, ખીચડી, ઈડલી, ઢોકળાં, પાપડ, ખીચું.
૩૦. નીચેની વાનગીઓ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે, તે લખો.
(૧) શીરો
ઉત્તર : ઘઉંના લોટમાંથી, સોજી માંથી
(૨) નાસ્તાની પૂરી
ઉત્તર : ઘઉંના લોટમાંથી, મેંદામાંથી
(૩) શિખંડ
ઉત્તર : દહીંમાંથી
(૪) પરોઠા
ઉત્તર : ઘઉંના લોટમાંથી
(૫) ઊંધિયું
ઉત્તર : વિવિધ શાકથી
(૬) દહીં
ઉત્તર : દૂધમાંથી
૩૧. બાજરીમાંથી કઈ વાનગી બને છે ?
(A) રોટલા
(B) પરોઠા
(C) પૂરી
(D) આપેલ તમામ
ઉત્તર : A
૩૨. ઢોંસા બનાવવામાં ચોખાનો ઉપયોગ થતો નથી.(✓ કે X)
ઉત્તર : X
૩૩. ખોરાકમાં માંસનો ઉપયોગ કરતા હોય તેવા લોકોને શું કહેવાય ? ✓કરો.
માંસાહારી ✓ / શાકાહારી
૩૪. તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય તેવી ચાર વાનગીઓનાં નામ લખો :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો)
પસંદ | |
નાપસંદ |
૩૫. શાકાહારી કોને કહેવાય ?
ઉત્તર : જે લોકો ખોરાકમાં માત્ર શાકભાજી, અનાજ, ફળોનો ઉપયોગ કરતા હોય તેવા લોકોને શાકાહારી કહેવાય.
૩૬. માંસાહારી લોકો માંસ ખાય છે.(✓ કે X)
ઉત્તર : ✓
૩૭. સુરત, વલસાડમાં કઈ વાનગી વધુ ખાવામાં આવે છે ?
(A) મીઠાઈઓ
(B) માછલી, ભાત
(C) ખીચું, પાપડ
(D) ઊંધિયું, ઊંબાડિયું
ઉત્તર : D
૩૮. દુનિયામાં જુદા જુદા સ્થાન અને વિસ્તારમાં રહેલા લોકોનો ખોરાક જુદો જુદો હોય છે. (✓ કે X )
ઉત્તર : ✓
૩૯. દુનિયામાં બધા લોકો એકસરખો જ ખોરાક ખાય છે.(✓ કે X )
ઉત્તર : X
૪૦. દુનિયાના બધા લોકોના ખોરાકમાં વિવિધતા શા માટે જોવા મળે છે ?
ઉત્તર : દુનિયાના બધા લોકો જુદા જુદા સ્થાન અને વિસ્તારમાં રહે છે. જે વસ્તુ જે જગ્યાએ સરળતાથી પ્રાપ્તથતી હોય તે વસ્તુનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે છે. બધા જ પ્રકારના ખોરાક બધે જ મળવા મુશ્કેલ છે. માટે દુનિયાના બધા લોકોના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.
૪૧. કાશ્મીરમાં બનાવેલી માછલીમાં અને ગોવામાં બનાવેલી માછલીમાં શો ફેર હોઈ શકે ?
ઉત્તર : કાશ્મીરમાં તળાવની મીઠા પાણીની માછલીનો ઉપયોગ થાય. ગોવામાં દરિયાની ખારા પાણીની માછલીનો ઉપયોગ થાય. ગોવામાં દરિયાકિનારો હોવાથી નારિયેળીના તેલમાં માછલી બનાવવામાં આવી હોય, કાશ્મીરમાં કોઈ બીજા તેલમાં માછલી બનાવવામાં આવી હોય.
૪૨. જંગલ વિસ્તારના લોકો ખોરાકમાં શું લેવાનું પસંદ કરતા હશે ?
ઉત્તર : જંગલ વિસ્તારનાં લોકો ખોરાકમાં ફળો, દૂધ, શાકભાજી વધુ લેવાનું પસંદ કરતા હશે.
૪૩. દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક શો હોય છે ?
ઉત્તર : દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક માછલી, ભાત, નારિયેળમાંથી બનતી વિવિધ વાનગીઓ હોય છે.
૪૪. આપણી રીતભાત અને આપણી સંસ્કૃતિ એ ખોરાકની આદતો પર અસર કરે છે.(✓ કે X)
ઉતર : ✓
૪૫. બધા જ લોકો માંસ-માછલી ખાવાનું પસંદ કરે છે.(✓ કે X )
ઉત્તર : X
૪૬. વિવિધ પ્રદેશમાં રહેતા લોકો માત્ર ખોરાકની આદતોથી અલગ પડે છે.(✓ કે X)
ઉત્તર : X
૪૭. વિવિધ પ્રદેશમાં રહેતા લોકોમાં ખોરાક સિવાય કઈ વિવિધતા જોવા મળે છે ?
ઉત્તર : વિવિધ પ્રદેશમાં રહેતા લોકોમાં ખોરાક સિવાય રહેઠાણ,કપડાં, ઘરેણા, નૃત્યો, બોલી, ભાષા, ભણતર, વ્યવસાય, ધર્મ, પસંદગી, રીતિરિવાજો વગેરેમાં વિવિધતાજોવા મળે છે .
૪૮. આપણે શું જમીશું તે કઈ રીતે નક્કી થાય છે ?
ઉત્તર : આપણે શું જમીશું તે આપણી રીતભાત, સંસ્કૃતિ, પસંદગી,સરળતાથી મળતી વસ્તુઓ, જે-તે ખોરાકની કિંમતને આધારે નક્કી થાય છે.
૪૯. નીચે કેટલીક વસ્તુઓનાં નામ આપેલાં છે. તેમાંથી જે ખાઇ શકાય એવી હોય વસ્તુની સામે ✓કરો:
કેળનાં ફૂલો ✓
સરગવાનાં ફૂલો ✓
કમળનું પ્રકાંડ ✓
લાલ કીડી
વાસી રોટલી
ઊંટડીનું દૂધ ✓
મરઘીનાં ઈંડાં ✓
અળવીનાં પર્ણો ✓
ઉંદર
માછલી ✓
દેડકો
આમળાં ✓
રોટલો ✓
ફુલાવર ✓
માંસ ✓
ડુંગળી ✓
કરચલો ✓
ઘાસ
નારિયેળીનું તેલ ✓
રોટલી ✓
૫૦. જોડકાં જોડો :
વિભાગ – અ | વિભાગ – બ | જવાબ |
(૧) માંસ | (A) દરિયાકિનારે વસવાટ કરતા લોકો | (૧) C |
(૨) પરોઠા-શાક | (B) વૃદ્ધો, બાળકો | (૨) D |
(૩) નારિયેળની મીઠાઈ | (C) માંસાહારી | (૩) B |
(૪) પ્રવાહી વાનગી | (D) શાકાહારી | (૪) A |