EV507 સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરેની મુલાકાત તેમજ વડીલો સાથેના સંવાદ દ્વારા રીત-રિવાજો, ટેવો અને પરંપરામાં આવેલ પરિવર્તનનું અનુમાન કરે છે. (જેમ કે ખેતી, સરક્ષણ, તહેવારો, પોશાક, પરિવહન, સાધનસામગ્રી વ્યવસાય રહેઠાણ, રાંધવાની અને આહારની રીત, કાર્યશૈલી)
EV509 અવલોકનો, અનુભવો, માહિતીઓ (જેમકે કોષ્ટકો, ચિત્રો, સ્તંભઆલેખ, પાઇચાર્ટના સ્વરૂપમાં)ની વ્યવસ્થિત નોંધ કરે છે અને તેના આધારે ઘટનાઓ કે પ્રવૃત્તિઓની તરાહો (જેમ કે તરવું, ડૂબવું, મિશ્રણ, બાષ્પીભવન, અંકુરણ, બગાડ)ના કાર્યકારણ સંબંધો સ્થાપિત કરે છે.
EV512 સમાજની મહત્વની સમસ્યાઓ (પડકારો)માં પોતાનાં અવલોકન કે અનુભવોને આધારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે. (જેમ કે સંસાધનોની પ્રાપ્તિ અને માલિકી સ્થળાંતર, સ્થાપન – વિસ્થાપન, બાળહકો વગેરે)
EV513 સ્વચ્છતા સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થાપન, આપત્તિ/ કટોકટીની સ્થિતિ અને સાધનો(જેમ કે જમીન, ઇંધણ, જંગલો વગેરે)ની જાળવણી/ બચાવ માટેના ઉપાયો સૂચવે છે તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.