ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓનો પરિચય
ગુજરાત વિદ્યાસભા :
-
અમદાવાદમાં ઈ.સ.1848 માં એલેકઝાન્ડર ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. જે પાછળથી ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાવા લાગી. તે સાહિત્ય ક્ષેત્રે ગુજરાતની પ્રથમ સંસ્થા હતી અને સાહિત્યના વિકાસ માટે ઉત્તમ ફાળો આપ્યો છે. તેનું ‘બુદ્ધિપ્રકાશ’ મેગેઝિન ૧૮૫૪ થી શરુ કરવામાં આવ્યું અને પરિણામે તે સૌથી ગુજરાતી સામયિક પણ ગણી શકાય.
ગુજરાતી સાહિત્ય પરિષદ
-
ગુજરાતી માતૃભાષાની જાળવણી અને વિકાસ માટે ખેડા જીલ્લાના નડિયાદ ખાતે શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના અધ્યક્ષપદે ગુજરતી સાહિત્ય પરિષદની સ્થાપના થઇ હતી. તેનું ‘પરબ’ માસિક સાહિત્ય ક્ષેત્રના પ્રવાહો અને પ્રવૃત્તિઓ પર પ્રકાશ ફેકે છે.
ગુજરાત સાહિત્ય અકાદમી :
-
ગુજરાત સરકારે ભાષા- સાહિત્યના વિકાસ માટે સ્વાયત્ત સંસ્થા અકાદમીની રચના કરી છે. આ સંસ્થા ‘શબ્દસૃષ્ટિ’ માસિક સાહિત્યિક અંક બહાર પાડે છે. સરકાર દ્વારા સાહિત્યિક રચનાઓ અને નવલેખકોના પ્રોત્સાહન માટે અનુદાનની યોજના ચાલે છે.
ગુજરાત સાહિત્ય સભા
-
શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ આ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કરી હતી. ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે.
પ્રેમાનંદ સાહિત્ય સભા :
-
વડોદરાના આદ્ય કવિ પ્રેમાનંદની સ્મૃતિમાં વડોદરાના સાહિત્યકારો દ્વારા પ્રેમાનંદ સાહિત્ય સભાની રચના કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ કવિ-લેખકને ‘પ્રેમાનંદ- ચંદ્રક’ એનાયત કરવામાં આવે છે.
ફાર્બસ ગુજરાતી સભા :
- ૧૯ મી સદીના મધ્યભાગમાં અંગ્રેજ વિદ્વાન શ્રી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ ગુજરાતના બુદ્ધિજીવીઓમાં આદરભર્યું સ્થાન ધરાવતા હતા. ઈ.સ.૧૮૫૪ માં તેમના નામ પરથી ‘ફાર્બસ ગુજરાતી સભા’ નામે સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનું ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ નામનું સામયિક સાહિત્ય અને સાહિત્યના સંશોધનનું મહત્વનું કાર્ય કરે છે.
નર્મદ સાહિત્ય સભા :
-
નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે. આ સંસ્થા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે નર્મદ ચંદ્રક એનાયત કરે છે.
ભારતીય વિદ્યાભવન :
-
આ સંસ્થાની સ્થાપના મુંબઈમાં શ્રી કનૈયાલાલ મુનશીએ કરી હતી. આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળે કોલેજો અને હાઈસ્કૂલોની સ્થાપના કરવામાં આવી છે. અંગ્રેજીમાં ‘ભવન્સ કોલેજ’ તથા ગુજરાતીમાં ‘નવનીત’(જે પાછળથી સમર્પણ નામે પ્રગટ થયેલું) સામયિક તેના નોધપાત્ર સામયિક પ્રકાશનો છે.
પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ :
-
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ અર્થે ૧૯૨૪ માં સ્વ.શ્રી મોતીભાઈ અમીને આ સહકારી સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા ગ્રંથાલયો અને શિક્ષણસંસ્થાઓને વ્યાજબી ભાવે શિષ્ટ સાહિત્યના પુસ્તકો પૂરાં પાડે છે. આ સંસ્થા ‘પુસ્તકાલય’ નામનું સામયિક પણ ચલાવે છે.