ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-10 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન 451 ભીમદેવ અને ચૌલાની પ્રણયકથા મુનશીની કઇ નવલકથામાં નિરૂપાઈ છે?
1.જય સોમનાથ
2.રાજાધિરાજ
3.ગુજરાતનો નાથ
4.પાટણની પ્રભુતા
પ્રશ્ન: 452 :નીચેનામાંથી ક્યા યુગલનો પ્રણય ‘ગુજરાતનો નાથ’ નવલકથામાં નિરૂપાયો છે?
1.મુંજ -મૃણાલ
2.હંસા- દેવપ્રસાદ
3.મીનળ- મુંજાલ
4.કાક -મંજરી
પ્રશ્ન: 453 : ‘યુગમુર્તિ વાર્તાકાર’ નું બિરુદ પામેલા નવલકથાકારનું નામ જણાવો?
1.ઝવેરચંદ મેઘાણી
2.કનૈયાલાલ મુનશી
3.રમણલાલ વ. દેસાઈ
4.ધૂમકેતુ
પ્રશ્ન: 454: ‘દિવ્યચક્ષુ’ નવલકથાના નાયકનું નામ જણાવો ?
1.અરુણ
2.સત્યકામ
3.વીરસુત
3.કાનજી
પ્રશ્ન: 455 :ઈ.સ.૧૮૫૭ના વિપ્લવની ઘટના રમણલાલ વ. દેસાઈની કઈ નવલકથાની કથા- સામગ્રી બનવા પામી છે
1.કોકિલા
2.ગ્રામ લક્ષ્મી- ભાગ ૧ થી ૪
3.ભારેલો અગ્નિ
4.દિવ્યચક્ષુ
પ્રશ્ન: 456 : ‘ધીમુ અને વિભા’ નવલકથાના લેખક કોણ છે?
1.ઈશ્વર પેટલીકર
2.જયંતિ દલાલ
3.ર.વ. દેસાઈ
4.ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન: 457 :જયંતિ દલાલ રચિત ‘ધીમુ અને વિભા’ નવલકથાના કયા નારીપાત્રનું અવસાન થાય છે?
1.વિભા
2.કંચન
3.ઝમકુ
4.ચંદા
પ્રશ્ન: 458: ‘પાદરના તીરથ’ નવલકથાને અંતે જગદીશનું શું થાય છે ?
1.લાંચ આપીને છૂટે છે.
2.માફી માગીને છૂટે છે.
3.ફોજદાર કેદી તરીકે લઈ જાય છે.
4.ફોજદાર છોડી મૂકે છે.
પ્રશ્ન :459 :કાળુ- રાજુના આગળ વધતા સંસારની કથા પન્નાલાલની કઈ નવલકથામાં કહેવાઈ છે?
1.ભાંગ્યાના ભેરુ
2.ઘમ્મર વલોણું
3.વળામણા
4.મળેલા જીવ
પ્રશ્ન: 460 :ઝમકુ નામની કન્યાને પરણાવતા મનોરદા મુખીની કથા પન્નાલાલે કઇ કૃતિમાં આલેખી છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન :461: કાનજી અને જીવી એ પન્નાલાલ પટેલની કઇ નવલકથાનું પાત્ર યુગ્મ છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન: 463: પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં છપ્પનિયા દુકાળનું દારૂણ ચિત્ર નિરૂપાયું છે?
1.મળેલા જીવ
2.માનવીની ભવાઈ
3.ભાંગ્યાના ભેરું
4.ઘમ્મર વલોણું
પ્રશ્ન: 464: ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથા કેટલા ભાગમાં લખાયેલી છે?
1.એક
2.બે
3.ત્રણ
4.ચાર
પ્રશ્ન :465: નીચેનામાંથી કયું પાત્રયુગ્મ ઈશ્વર પેટલીકરની ‘જન્મટીપ’ નવલકથાનું છે?
1.કાળુ-રાજુ
2.ચંદા-ભીમો
3.કાનજી-જીવી
4.રૂપા-વીરાજી
પ્રશ્ન :466: નીચેનામાંથી કઈ નવલકથાના લેખક પીતાંબર પટેલ છે ?
1.જન્મટીપ
2.બાવડાના બળે
3.તુલસીક્યારો
4.ખેતરને ખોળે
પ્રશ્ન :467: ‘વ્યાજનો વારસ’ નવલકથાના લેખકનું નામ જણાવો ?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વ.શાહ
3.પુષ્કર ચંદરવાકર
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 468:રાજકીય કાવાદાવાઓનો માર્મિક ઉપહાસ કરતી ચુનીલાલ મડીયાની નવલકથાનું નામ જણાવો?
1.વ્યાજનો વારસ
2.પાવકજ્વાળા
3.સધરા જેસંગનો સાળો- ભાગ-૧,૨
4.લીલુડી ધરતી: ભાગ-૧,૨
પ્રશ્ન: 469 : ‘આભ રુવે એની નવલખ ધારે’ નવલકથાના લેખક કોણ છે ?
1.યશોધર મહેતા
2.શિવકુમાર જોશી
3.કિશનસિંહ ચાવડા
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 470: ‘સરી જતી રેતી’ નવલકથાના લેખકનું નામ જણાવો?
1.ધનસુખલાલ મહેતા
2.કિશનસિંહ ચાવડા
3.યશોધર મહેતા
4.ચંદ્રવદન મહેતા
પ્રશ્ન: 471: ‘દર્શક’ની કઈ નવલકથાનું કથાનક ગણરાજ્યો પર આધારિત છે?
1.દીપનિર્વાણ
2.બંધન અને મુક્તિ
3.કુરુક્ષેત્ર
4.ઝેર તો પીધા છે જાણી જાણી
પ્રશ્ન :472 :”…એણે આંખો બંધ કરી, કારણકે રૂપ સંગીતની આડે આવતું હતું.” આ વાક્ય ‘દર્શક’ની કઇ જાણીતી નવલકથાનું છે?
1.બંધન અને મુક્તિ
2.દીપનિર્વાણ
3.સોક્રેટીસ
4.કુરુક્ષેત્ર
પ્રશ્ન: 473: જન્માષ્ટમીના મેળાથી શરૂ થતી નવલકથા ‘મળેલા જીવ’નો અંત ક્યાં મેળામાં આવે છે ?
1.જન્માષ્ટમીના મેળામાં
2.કાર્તકી પૂનમના મેળામાં
3.વૌઠાના મેળામાં
4.તરણેતરના મેળામાં
પ્રશ્ન: 474 :પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ નવલકથાને ‘ખેતી અને પ્રીતિના મહાકાવ્ય’ તરીકે કોણે ઓળખાવી છે?1.દર્શક
2.ઝવેરચંદ મેઘાણી
3.ઉશનસ્
4.સુન્દરમ
પ્રશ્ન: 475 :નીચેના પૈકી કઇ નવલકથા ઈશ્વર પેટલીકરની છે ?
-
તરણા ઓથે ડુંગર
2.કળિયુગની એંધાણી
3.વેવિશાળ
4.ધરતીનો ધબકાર
પ્રશ્ન: 476: ‘જન્મભૂમિ’ દૈનિકમાં શ્રી ચુનીલાલ મડિયાની કઈ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ હતી ?
1.લીલુડી ધરતી
2.વેળાવેળાની છાંયડી
3.વ્યાજનો વારસ
4.કુમકુમ અને આશકા
પ્રશ્ન: 477: ‘અમે બધા’નવલકથાના જ્યોતીન્દ્ર દવે ઉપરાંત બીજા લેખક કોણ છે?
1.ગુલાબદાસ બ્રોકર
2.ધનસુખલાલ મહેતા
3.યશોધર મહેતા
4.કિશનસિંહ ચાવડા
પ્રશ્ન: 478 :નીચેના પૈકી કઇ નવલકથા હરીન્દ્ર દવેની નથી?
1.અનિકેત
2.અનાગત
3.અગનપંખી
4.માધવ ક્યાંય નથી
પ્રશ્ન :479 :ર.વ દેસાઈએ ક્યા પ્રકારની નવલકથાઓ સવિશેષ લખી છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.પૌરાણિક
4.પ્રાદેશિક
પ્રશ્ન :480 :નીચેનામાંથી કઈ નવલકથા ર.વ.દેસાઈની નથી?
1.શિરીષ
2.દિવ્યચક્ષુ
3.સત્યની શોધમાં
4.હૃદયવિભૂતિ
પ્રશ્ન: 481: ‘જીગર અને અમી’- ભાગ-1, ભાગ-2 નવલકથાના લેખક કોણ છે?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વર્ધમાન શાહ
3.ગુણવંતરાય આચાર્ય
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન :482 :જૈન ધર્મકથામાંથી વસ્તુ લઈ નવલકથા લખનાર સર્જકનું નામ જણાવો?1.પુષ્કર ચંદરવાકર
2.જયભિખ્ખુ
3.ધૂમકેતુ
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન: 483: ‘પારકા જણ્યા’ ક્યાં કવિની એકમાત્ર નવલકથા છે?
1.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.સુન્દરમ
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :484 :પન્નાલાલ પટેલની નવલકથાકાર તરીકેની પ્રતિભા સવિશેષપણે કયા પ્રકારની નવલકથાઓમાં પ્રગટી છે?
1.ઐતિહાસિક
2.પૌરાણિક
3.રાજકીય
4.જાનપદી
પ્રશ્ન: 485: ભાલ નળકાંઠાનાં ગ્રામચિત્રો ક્યા લેખકની નવલકથાઓમાં ઝિલાયા છે?
1.પીતાંબર પટેલ
2.પન્નાલાલ પટેલ
3.પુષ્કર ચંદરવાકર
4.ઈશ્વર પેટલીકર
પ્રશ્ન: 486 :નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની સાગરકથા નથી?
1.દરિયાલાલ
2.સેનાપતિ
3.સરફરોશ
4.હાજી કાસમ તારી વીજળી
પ્રશ્ન :487 : ‘કાકાની શશી’ અને ‘ધૃવસ્વામિની દેવી’ ના લેખકનું નામ જણાવો ?
1.રમણલાલ વ. દેસાઈ
2.કનૈયાલાલ માણેકલાલ મુનશી
3.પન્નાલાલ પટેલ
4.ચં. ચી. મહેતા
પ્રશ્ન :488 : કનૈયાલાલ માણેકલાલ મુનશીના એકમાત્ર ઐતિહાસિક નાટકનું નામ જણાવો ?
1.અવિભક્ત આત્મા
2.ધૃવસ્વામિની દેવી
3.કાકાની શશી
4.પુરંદર પરાજય
પ્રશ્ન :489: ક.મા.મુનશીના નાટક ‘કાકાની શશી’નું વિષયવસ્તુ કેવા પ્રકારનું છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.ધાર્મિક
4.પૌરાણિક
પ્રશ્ન: 490 : ‘આગગાડી’ અને ‘ધરાગુર્જરી’ નાટકકૃતિઓના લેખકનું નામ જણાવો ?
1.ચં. ચી. મહેતા
2.ધનસુખલાલ મહેતા
3.જયંતિ દલાલ
4.કનૈયાલાલ મુનશી
પ્રશ્ન :491: ચંદ્રવદન મહેતાએ પોતાના રેલજીવનના અનુભવો ક્યાં નાટક દ્વારા અભિવ્યક્ત કર્યા છે ?
1.ધરાગુર્જરી
2.આગગાડી
3.કન્યાવિદાય
4.કપૂરનો દીવો
પ્રશ્ન :492 :ભવાઈશૈલીનું ‘હોહોલિકા’ નાટક ક્યાં નાટ્યકારના શ્રેષ્ઠ પ્રહસન તરીકે ઓળખાય છે?
1.ચુનીલાલ મડિયા
2.ગુલાબદાસ બ્રોકર
3.ધનસુખલાલ મહેતા
4.ચં.ચી.મહેતા
પ્રશ્ન :493 :રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે ?
1.સ્વપ્નવાસવદતમ
2.પ્રતિજ્ઞાયૌગંધરાયણ
3.મૃચ્છકટિકમ
4.વેણીસંહાર
પ્રશ્ન :494: ક્યાં નાટ્યકારના ‘બ્રહ્મચર્યાશ્રમ’ નાટકમાં એકાંકીના લક્ષણો પ્રગટ થતાં જણાય છે?
1.ર.વ.દેસાઈ
2.જયંતિ દલાલ
3.કનૈયાલાલ મુનશી
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન: 495 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક ચં.ચી.મહેતા નથી?
1.અખો
2.ધારાસભા
3.દેડકાની પાંચશેરી
4.જવનિકા
પ્રશ્ન: 496 :’મોરના ઈંડા’ નાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2.ચં.ચી.મહેતા
3.કૃષ્ણલાલ શ્રીધરાણી
4.શિવકુમાર જોશી
પ્રશ્ન :497 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી નથી ?
1.વડલો
2.પિયો ગોરી
3.પદ્મિની
4.ધરાગુર્જરી
પ્રશ્ન :498 :’સાપના ભારા’ એકાંકીસંગ્રહ ક્યાં સાહિત્યકાર પાસેથી પ્રાપ્ત થયો છે?
1.કૃષ્ણલાલ શ્રીધરાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.યશવંત પંડ્યા
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 499 :’સોયનું નાકું’ નાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2 જ્યોતીન્દ્ર દવે
3.ચં.ચી મહેતા
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન:500: મૌલિક તેમજ અનુદિત નાટકોને સમાવતા ‘કુલાગાર અને બીજી કૃતિઓ’ નાટ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?
1.કનૈયાલાલ માણેકલાલ મુનશી
2.રામનારાયણ વિશ્વનાથ પાઠક
3.ર.વ.દેસાઈ
4.જયંતિ દલાલ