ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ
૧ | સહન ના કરી શકનાર | અસહિષ્ણુ |
૨ | નિયમિત પણે ઓછું ભોજન કરનારો | મિતાહારી |
૩ | જોવામાં પ્રિય લાગે તેવું | પ્રિયદર્શી |
૪ | સત્યને ટકાવી રાખનારી દેવી | ઋતંભરા |
૫ | શબને ઓઢાડવાનું કાપડ | કફન |
૬ | પ્રણામ કરવાની વિધિ | પાપલાગણ |
૭ | કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક ભાષા | પરિભાષા |
૮ | પૈસા લીધા વિના કામ કરનાર | અવેતનિક |
૯ | હાથીની જેવી ચાલ ચાલનારી | ગજગામિની |
૧૦ | પ્રણયીજનોની નજરોનું નિશાન | તારામૈત્રક |
૧૧ | કમળ જેવી આંખોવાળી | કમલાક્ષી |
૧૨ | પૃથ્વીના પેટાળનું જ્ઞાન ધરાવનાર | ભૂગર્ભ વેત્તા |
૧૩ | વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન | આશ્રમ |
૧૪ | તાકીદની સખત ઉઘરાણી | તકાજો |
૧૫ | એક જ વાર ફળનારી સ્ત્રી | કાકવ્યંધા |
૧૬ | હંસના જેવી ચલ ચાલનારી | હંસગામિની |
૧૭ | મુર નામના એક રાક્ષસને હણનાર | મોરારી |
૧૮ | ઉભા રહેવાની રીત | ત્રિભંગ |
૧૯ | વારંવાર કહેવાયેલી ઉક્તિ | પુનરોક્તિ |
૨૦ | સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી | અભિસારિકા |
૨૧ | કલ્પિત પર્વત | ઉદયાચળ |
૨૨ | પોતાની જાત સાથેની છેતરપીંડી | આત્મવંચના |
૨૩ | દેખીતા અર્થમાં અવળો અર્થ સૂચવતી વાણી | અવળવાણી |
૨૪ | આધાર વગરની તરંગી વાત | ઉટાંગ |
૨૫ | ઈંડામાંથી ઉત્પન્ન થનારું | અંડજ |
૨૬ | પાણી વગરની રેતાળ જગ્યા | મરુભૂમિ |
૨૭ | પોતાની જાત પર જ નિર્ભર રહેનાર | આત્મનિર્ભર |
૨૮ | ચાલતા ચાલતા વારંવાર ઉભા રહી જનાર | અડિયલ |
૨૯ | જંગલમાં વસનારો માનસ | આરણ્યક |
૩૦ | કોઈની સાથે સરખાવી ન શકાય તેવું | અનુપમ |
૩૧ | લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા | લોકૈષણા |
૩૨ | તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે | અનુમાન |
૩૩ | જેની ઉપેક્ષા ના કરવી ઘટે કે ન કરાય તેવું | અનુપ્રેક્ષ્ય |
૩૪ | પરિણીત જીવનથી દુર રહેનાર | બ્રહ્મચારી |
૩૫ | આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનારી સંસ્થા | વેધશાળા |
૩૬ | આશરો કે ઉત્તેજન આપનાર | પોશીંટો |
૩૭ | છુપા વેશે ફરનાર રાજ્યનો કર્મચારી | ગુપ્તચર |
૩૮ | ધીરધારનો ધંધો કરનાર | શરાફ |
૩૯ | મીઠું પકવવાની ક્યારી કે જમીન | અગર |
૪૦ | જીવાત્મા અને પરમાત્મા જુદા છે એવો વાદ | દ્વૈતવાદ |
૪૧ | વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ | ભાવનિયમન |
૪૨ | હું ઉતરતો છું એવો મનોભાવ | લઘુતાગ્રંથી |
૪૩ | ગાઈ ન શકાય તેવી કૃતિ | અગેય |
૪૪ | જોઈએ તેનાથી વધુ ખર્ચ કરનારું | ઉડાઉ |
૪૫ | જેણે મક્કમ કૃત્ય કર્યું છે તેવું | કૃતનિશ્ચયી |
૪૬ | નવાઈથી મુગ્ધ થયેલું | આશ્વર્યમુગ્ધ |
૪૭ | દીર્ઘ આયુષ્યવાળો | ચિરાયુ |
૪૮ | જૈન ધર્મનો પ્રવર્તક | તીર્થંકર |
૪૯ | જેના હાથમાં સારંગ નામનું ધનુષ્ય છે તે | સારંગપાણી |
૫૦ | ભોજન પછી ડાબા પડખે સુવું તે | વામકુક્ષી |
૫૧ | પ્રજાની માલિકીનું કરવું તે | રાષ્ટ્રીયકરણ |
૫૨ | બે મોટા સમુદ્રોને જોડનારી ખાડી | સામુદ્રધુની |
૫૩ | શિયાળુ અને ચોમાસાની વચ્ચે થતો પાક | જાયદ |
૫૪ | પાયા વગરની ખોટી વાતો | અફવા |
૫૫ | રાત્રે ભટકનાર | નિશાચર |
૫૬ | મીઠું પકવનારો | અગરિયો |
૫૭ | ચંદ્ર જેવા મુખવાળી | ચંદ્રમુખી |
૫૮ | પ્રાચીન ઇતિહાસનો જાણકાર | પુરાતત્વવિદ |
૫૯ | ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય | અન્ય મનસ્ક |
૬૦ | અસ્ખલિત વહેતી વાણી | વાગ્ધારા |
૬૧ | મર્મને જાણનાર | મર્મજ્ઞ |
૬૨ | દહીં વલોવવાની ક્રિયા | દધિમંથન |
૬૩ | પોતાની મેળે પતિ પસંદ કરવો તે | સ્વયંવર |
૬૪ | ખુબ જ સંકુચિત મન વાળું | કૂપમંડૂક |
૧ | જે નામે નહિ તેવું | અણનમ |
૨ | જે કલ્પના વાસ્તવિક ના હોય તે | હવાઈકિલ્લા |
૩ | જે પોતાના પર નિર્ભર છે તે | આત્મનિર્ભર |
૪ | કોઈનો જીવ લઇ શકે તેવું. | ગોઝારું |
૫ | જાતે જ રાંધીને ખાનાર | સ્વયંપાકી |
૬ | પખાલમાં પાણી ભરીને લાવી લોકને પહોચાડનાર | ભિસ્તી |
૭ | દેખીતી સ્તુતિ મારફતે નિંદા કરવી તે | વ્યાજસ્તુતિ |
૮ | દરિયાઈ લુંટારાઓ | ચાંચિયા |
૯ | તાકીદની સખત ઉઘરાણી | તકાજો |
૧૦ | જાતિની ભેળસેળ | વર્ણસંકર |
૧૧ | જેનું નામ પવિત્ર છે તે | પુણ્યશ્લોક |
૧૨ | ત્રણ કલાકનો સમય | પ્રહર |
૧૩ | નહિ માંગવાની વૃત્તિવાળો | અજાચક્ર |
૧૪ | દુઃખ ભર્યો પોકાર | આર્તનાદ |
૧૫ | નિરાંતે નહિ બેઠેલું | ઉભડક |
૧૬ | બીજીવાર પરણનાર | બીજવર |
૧૭ | પ્રશ્ન પૂછતા જ જવાબ આપનાર | હાજરજવાબી |
૧૮ | બાંધકામ માટે પાયાના પથ્થર મુકવાની વિધિ | શિલારોપણ |
૧૯ | બે બળદ વડે ખેચાતું ગાડું | ડમણીયું |
૨૦ | માદા પશુના આંચળ પરનો ભરાવદાર ભાગ | આઉં |
૨૧ | બ્રાહ્મણોને અપાતું ભોજન | બ્રહ્મભોજન |
૨૨ | કમોસમી વરસાદ | માવઠું |
૨૩ | ખાઈ શકાય નહિ તેવું | અભક્ષ્ય |
૨૪ | કોઈની મદદ વિના ચાલતો આડેધડ વહીવટ | અરાજકતા |
૨૫ | જેને હજાર હાથ છે તે | સહસ્ત્રબાહુ |
૨૬ | દિવસભરનો કાર્યક્રમ | દિનચર્યા |
૨૭ | માઘ મહિનામાં માટીના ઘડાના પાણીથી સ્નાન કરવું તે | માઘસ્નાન |
૨૮ | બેચેનીભરી શાંતિ | સન્નાટો |
૨૯ | પંદર દિવસે બહાર પડતું પત્ર | પાક્ષિક |
૩૦ | બધા રાજાઓ પર સત્તા જમાવનાર | ચક્રવર્તી |
૩૧ | શિવનું ભયંકર નૃત્ય | તાંડવ |
૩૨ | લોખંડનું બાણ | નારાય |
૩૩ | સાધુ-સંતના મૃતદેહ પર તે જગ્યાએ કરેલી દેરી | સમાધિ |
૩૪ | શબ્દની મૂળ ઉત્પત્તિ | વ્યુત્પત્તિ |
૩૫ | અસ્ખલિત વહેતી વાણી | વગ્વાણી |
૩૬ | પગથી માંડીને માથા સુધીનું | નખશિખ |
૩૭ | એક જ વર્ગમાં સાથે ભણનાર | સહાધ્યાયી |
૩૮ | પૃથ્વી પર ના હોય તેવું | અલૌકિક |
૩૯ | ઘૂમટો તાણેલી સ્ત્રી | સરંગટ |
૪૦ | આવવા-જવા પર પ્રતિબંધ | સંચારબંધી |
૪૧ | અધિકારી આગળ રજુ કરાતી હકીકત | કેફિયત, બયાન |
૪૨ | જંગલમાં પાડેલા વૃથા પોકાર જેવું | અરુન્યરુદન |
૪૩ | જીવ પર આવી ગયેલું | મરણિયું |
૪૪ | સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણા | તગાવી |
૪૫ | જાદુ-ટોણા કરનાર | ઐન્દ્રજાલિક |
૪૬ | વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા | કાયાકલ્પ |
૪૭ | ટચલી આંગળી પાસેની આંગળી | અનામિકા |
૪૮ | મીનના જેવા નેત્રો વાળી | મીનાક્ષી |
૪૯ | લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર | પીઢ |
૫૦ | હવાઈકિલ્લા બાંધનાર | શેખચલ્લી |
૫૧ | સાઠ વર્ષ પુરા થયે ઉજવાતો ઉત્સવ | હીરક મહોત્સવ |
૫૨ | જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી | અખોવન |
૫૩ | મુલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ | જાંગડ |
૫૪ | ગામને પાદર ભરવાડોનું ઘેટાં-બકરાં રાખવાનું ઠેકાણું | ઝોકડું |
૫૫ | ખાસ માનીતો શિષ્ય | પટ્ટશિષ્ય |
૫૬ | આંખના ખૂણામાં જોવાની મોહક રીત | કટાક્ષ |
૫૭ | મહાન વ્યક્તિનો જન્મ-દિવસ | જયંતી |
૫૮ | રૂઢીને ચુસ્તપણે વળગી રહેનાર | રૂઢિચુસ્ત |
૫૯ | જૂનાં બાંધકામોનું સમારકામ | જીર્ણોદ્ધાર |
૬૦ | ત્રણ કાળનો સમૂહ | કાલત્રય |
૬૧ | ઘી પીરસવા માટેનું વાસણ | વાઢી |
૬૨ | જેમાં કન્યા જાતે પતિને વરે તે | સ્વયંવર |
૬૩ | મરણ પામેલું | સ્વર્ગસ્થ |
૬૪ | જેનું આયુષ્ય લાંબુ છે તે | દીર્ઘાયુ |
- ન સમજાય તેવું ગૂઢ – અકળ
- જેને કોઈ શત્રુ નથી તે – અજાતશત્રુ
- પાપ વગરનું(નિષ્પાપ) – અનઘ
- હાથીને કાબુમાં રાખવા માટેનું સાધન – અંકુશ
- પિયરથી વધુને વિધિસર સાસરે વળાવી આણવી તે – આણું
- ફરજ બજાવવામાં તલ્લીન – કર્તવ્યપરાયણ
- વૃદ્ધ છતાં મજબુત બાંધાનું – ખખડધજ
- મડદા ઉપર ઓઢાડવાનું કપડું – ખાંપણ
- ગાયોને ચાલવાથી ઉડતી રજ – ગોરજ
- વહાણનો મુખ્ય ખલાસી – ટંડેલ
- છાતીમાં ભરાતી લાગણીનો આવેશ – ડૂમો
- એકબીજામાં પરોવાયેલ – તલ્લીન
- કમળની વેલ – મૃણાલિની
- કરિયાણું વેચનાર વેપારી – મોદી
- ઘરની બાજુની દિવાલ – કરો
- ઘરનો સરસામાન – અસબાબ
- ઘી પીરસવા માટેનું વાસણ – વાઢી
- ચંદ્ર જેવા મુખવાળી – શશીવદની
- ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ – રસાતલ
- છાપરાનો છેડાવાળો ભાગ – નેવું
- છોડી દેવા યોગ્ય – ત્યાજ્ય
- જીત સૂચવનારું ગીત – જયગીત
- જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું – અણમોલ
- જોઇ ન શકાય તેવું – અદીઠું
- ઝાડની છાલનું વસ્ત્ર – વલ્કલ
- દહીં વલોવવાથી નીકળતું સત્વ – ગોરસ
- દિશા અને કાળનો સમૂહ – દિસકાલ
- દેવોની નગરી – અમરાપુરી
- દોઢ માઇલ જેટલું અંતર – કોશ
- ધનુષ્યની દોરી – પણછ
- નાશ ન પામે એવું – અવિનાશી
- નિયમમાં રાખનાર – નિયંતા
- પાણીનો ધોધ – જલધોધ
- પ્રવાહની મધ્યધારા – મઝધારા
- બીજા કશા પર આધાર રાખતું – સાપેક્ષ
- બેચેની ભરી શાંતિ – સન્નાટો
- ભંડાર તરીકે વપરાતો ભાગ – ગજાર
- માથે પહેરવાનું વસ્ત્ર – શિરપાઘ
- માથે બાંધવાનો છોગાવાળો સાફો – શિરપેચ
- મૂળમાં હોય એના જેવી જ કૃતિ – પ્રતિકૃતિ
- મોહ પમાડનાર શ્રીકૃષ્ણ – મોહન
- યુદ્ધે ચડેલી વિરાંગના – રણચંડી
- રથ હાંકનાર – સારથિ
- રહીરહીને પડતા વરસાદનું ઝાપટું – સરવડું
- લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર – સંઘાડો
- વપરાશમાં ન રહેલો હોય તેવો – ખાડિયો
- વસંત જેવી સુંદર ડાળી – વિશાખા
- વસંત જેવી સુંદર સ્ત્રી – ફાલ્ગુની
- વિનાશ જન્માવનાર કેતુ – પ્રલયકેતુ
- વેદનાનો ચિત્કાર – આર્તનાદ
- શબ્દની મૂળ ઉત્પત્તિ – વ્યુત્પત્તિ
- શાસ્ત્રનો જાણકાર મીમાંસક
- સંપૂર્ણ પતન થાય તે – વિનિપાત
- સંસારની આસક્તિનો અભાવ – વૈરાગ્ય
- સમગ્ર જગતનું પોષણ કરનાર – વિશ્વંભર
- સાંભળી ન શકનાર – બધિર
- સામાન્યથી વધારે જ્ઞાન – અતિજ્ઞાન
- સૂકા ઘાસના પૂળાની ગંજી – ઓઘલી
- હવાઇ કિલ્લા ચણનાર – શેખચલ્લી
- હાથીનો ચાલક – મહાવત.
- અણીના વખતે – તાકડે
- અવાજની સૃષ્ટિ – ધ્વન્યાલોક
- આંખ આગળ ખડું થઇ જાય તેવું – તાદ્શ
- આખા દેશ માટેની ભાષા – રાષ્ટ્રભાષા
- કુરાનના વાક્યો – આયાત
- કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન – કોસ
- કોઇ પવિત્ર કે યાત્રાની જગા – તીર્થ
- ખરાબ રીતે જાણીતો – નામચીન
- ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની – થૂલી
- ચમકની છાંટવાળો આરસપહાણ – સંગેમરમર
- ચાલવાનો અવાજ – પગરવ
- જગતનું નિયંત્રણ કરનાર – જગતનિયતા
- જેની કોઇ સીમા નથી તે – અસીમ
- જેની પત્ની મૃત્યુ પામી છે તે – વિધુર
- જેની બુદ્ધિ સ્થિર છે તે – સ્થિતપ્રજ્ઞ
- જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ – પ્રજ્ઞાચક્ષુ
- ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો – સવ્યસાચી
- તત્વને જાણનાર – તત્વજ્ઞ
- ધર્મમાં અંધ હોવું – ધર્માંધ
- ધીરધારનો ધંધો કરનાર – શરાફ
- નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકરો
- પગ વેડે કરવામાં આવેતો પ્રહાર – પદાઘાત
- પગે ચાલવનો રસ્તો – પગદંડી
- પરાધીન હોવાનો અભાવ – ઓશિયાળું
- પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા – કાગવિદ્યા
- પાંદડાનો ધીમો અવાજ – પર્ણમર્મર
- પાણીના વાસણ મૂકવાની જગ્યા – પાણિયારું
- પૂર્વ તરફની દિશા – પ્રાચી
- પ્રજાની માલિકીનું કરવું તે – રાષ્ટ્રીયકરણ
- પ્રયત્ન કર્યા વિના – અનાયાસ
- પ્રયાસથી મેળવી શકાય એવું – યત્નસાધ્ય
- બપોરનું ભોજન – રોંઢો
- બારણું બંધ કરવાની કળ – આગળો
- ભેંસોનું ટોળું _ ખાડું
- ભોજન પછી ડાબે પડખે સૂવું તે – વામકુક્ષી
- મધુર ધ્વનિ – કલરવ
- મરઘીનું બચ્ચું – પીલુ
- મરણ પાછળ રોવું–કૂટવું તે – કાણ
- રાત્રિનું ભોજન – વાળુ
- લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે – સામૈયું
- લાંબો સમ્ય ટકી શકે તેવું – ચિરસ્થાયી
- લોટને ચાળવાથી નીકળતો ભૂકો – થૂલું
- વહાણ ચલાવનાર – ખલાસી
- વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર – શાલિગ્રામ
- વેપારીએ રાખેલ વાણોતર – ગુમાસ્તો
- શેર–કસબામાં ભરાતું બજાર – ગુજરી
- સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ – સૂતક
- સવારનો નાસ્તો – શિરામણ
- સહેલાઇથી મળી શકે તેવું – સુલભ
- સ્પૃહા વિનાનું – નિ:સ્પૃહ
- રોગના મૂળ કારણની તપાસ – નિદાન
- નોકરીમાંથી રુખસદ મળવી તે – બરતરફી
- ભોગ આપવા માટે કાઢેલ ભાગ – બલિ
- વહાણમાં તુતકનો નીચેનો ભાગ સાંભળનાર – ભંડારી
- માર્ગ બતાવનાર – ભોમિયો
- સહુની સરખી માલિકીનું – મજિયારું
- ડૂબકી મારી સમુદ્રમાંથી મોતી કાઢનાર – મરજીવો
- હાથીનો ચાલક – મહાવત
- યુદ્ધે ચડેલી વીરાંગના – રણચંડી
- પોતે ઉતરતો છે તેવો મનોભાવ – લઘુતાગ્રંથિ
- લાખોની સંપત્તિનો માલિક – લક્ષાધિપતી
- સાંજનું ભોજન – વાળુ
- દેશ યા ધર્મ માટે કુરબાની આપનાર – શહીદ
- મોહમાયા પ્રત્યે ઉદાસીનતા – વિરક્તિ
- છાની વાતો જાણનાર – જાણભેદુ
- કોઈના જીવનનું ટૂંકું નિરૂપણ – રેખાચિત્ર
- ચડતા લોહીનું – નવલોહીયું
- નાણાં લઈને દીકરીના કરાવાતાં લગ્ન – કન્યાવિક્રય
- દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો – ભૂશિર
- જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું – લબ્ધપ્રતિષ્ઠિત
- જેમાં બધા પરકારનો મેળ હોય તે – સામંજસ્ય
- દીર્ઘ આયુષ્યવાળો – ચિરાયુ
- દરિયાઈ લુટારો – ચાંચિયો
- મદિરા જેવી મોહક સ્ત્રી – મદિરાક્ષિ
- પાણીમાં ધોળેલુ અફીણ – કસુંબો
- જોઈએ એટલું જ વાપરનાર – કરકસરિયું
- ગાયને રાખવાની જગ્યા – ગૌશાળા
- ખાઈ શકાય નહિ તેવું – અભાવ્ય
- જળમાં ફરનારું – જળચર
- જેને જાણી ન શકાય તેવું – અજ્ઞેય
- છાપરાનાં નળિયાને વ્યવસ્થિત કરનાર – સંચારો
- છાપાને ખબર મોકલનાર – ખબરપત્રી, પત્રકાર
- કન્યા ન મળવાથી કુંવારો રહેલો – વાંઢો
- દાંડી પીટીને જાહેરાત કરનાર – દાંડિયો
- જેનો પતિ વિદેશ ગયેલો છે તેવી સ્ત્રી – પ્રોષિતભર્તુકા
- દાબી ન શકાય તેવું – અદબ્ય
- નમૂના માટે બે મૂઠી લેવાતા બે દાણા – વાનચી
- પહેલી વાર બાળકના વાળ ઉતરાવવા તે ક્રિયા – ચૌલ કર્મ
- બહુ બોલ-બોલ કરનારું – વાચાળ
- પચ્ચીસ વર્ષે ઉજવાતો મહોત્સવ – રજત મહોત્સવ
- પચાસ વર્ષે ઉજવાતો મહોત્સવ – સુવર્ણ મહોત્સવ
- સાઠ વર્ષે ઉજવાતો મહોત્સવ – હીરક મહોત્સવ
- પંચોતેર વર્ષે ઉજવાતો મહોત્સવ – અમૃત મહોત્સવ
- સો વર્ષે ઉજવાતો મહોત્સવ – શતાબ્દી મહોત્સવ
- બીજી વખત પરણનાર – બીજવર
- પતિએ છોડી દીધી હોય તેવી સ્ત્રી – ત્યકતા
- ભેસોનો સમૂહ – ખાડુ
- માણ વગાડીને કથા કરનાર કલાકાર – માણભટ્ટ
- શબ્દની મૂળ ઉત્પત્તિ – વ્યુત્પત્તિ
- ત્રણ રસ્તા મળતા હોય તેવી જગ્યા – ત્રીભેટો
- સાગરકિનારે દીવાવાળો મિનારો – દીવાદાંડી
- કમરથી ઉપરના ભાગનું ચિત્ર – અરુણચિત્ર
- અંગૂઠા પાસેની આંગળી – તર્જની