NCERT: ધો.3 થી 12માં ઓપરેશન સિંદૂરનું ચેપ્ટર ભણાવવામાં આવશે
* આ માટે ખાસ ક્લાસરૂમ મોડ્યુલ બનાવવામાં આવશે
એજન્સી નવી દિલ્હી
એનસીઇઆરટી (નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ધોરણ 3થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપશે. આ માટે ખાસ ક્લાસરૂમ મોડ્યુલને વિકસિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ
મોડ્યુલ ધો.3થી 8 અને ધો.9થી 12 માટે અલગ અલગ રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મોડ્યુલમાં પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યની કાર્યવાહી અને કૂટનૈતિક સ્તરે કરવામાં આવેલા પ્રયાસોને આવરી લેવાશે. આ મોડ્યુલનો હેતુ આતંકવાદને જવાબ આપવાની ભારતની તૈયારી તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે સંરક્ષણ, રાજદ્વારી પ્રયાસો અને મંત્રાલયો વચ્ચે કેવી રીતે સંકલન સાધવામાં આવે છે
એ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો છે.
પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ 26 લોકોને તેમના પરિવારજનોની સામે જ ગોળી ધરબી દીધી હતી. આ ઘટના બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. સોમવારથી સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે ચર્ચા પણ કરવામાં આવશે.