8th Pay Commission Updates: કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સુધારા માટે 8મું પગાર પંચ રચવાની જાહેરાત કરી છે. નવા 8મા પગાર પંચનું અમલ 1 જાન્યુઆરી 2026 થી થઈ શકે છે. તેથી, કર્મચારીઓના પગારમાં વધારો થવાનો અંદાજ છે, પરંતુ સરકારે હજુ સુધી ફોર્મ્યુલા અથવા વધારાની ટકાવારી અંગે સ્પષ્ટતા કરી નથી. સાથે જ, અહેવાલો અનુસાર, પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થવાની શક્યતા પણ છે, અને અમલમાં થતો સમય અપેક્ષા કરતાં વધુ લાંબો થઈ શકે છે.

2.57 ફિટમેન્ટ ફેક્ટરની માંગ: જાણો પગારમાં કેટલો વધારો થવાની શક્યતા

  • બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર ₹18,000 થી વધીને ₹51,480 સુધી પહોંચી શકે છે.
  • અન્ય રિપોર્ટ મુજબ, નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (JCM-NC) દ્વારા ઓછામાં ઓછા 2.57 ફિટમેન્ટ ફેક્ટર (જે 7મા પગાર પંચ જેટલું જ છે) અથવા તેથી વધુની માગણી કરવામાં આવી છે.
  • જણાવી જઈએ કે, ફિટમેન્ટ ફેક્ટર એ એક ગણતરી પ્રણાલી છે, જેની મદદથી સરકારી કર્મચારીઓનો પગાર નક્કી થાય છે. 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ છે 157% પગાર વધારો, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ સુધારો સાબિત થઈ શકે છે.

8મું પગાર પંચ શું છે?

  • 8મું પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ તાજેતરનું પગાર સુધારણા પંચ છે, તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાંમાં સુધારો કરવો છે.
  • આ કમિશન વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થા (DA) ની સમીક્ષા અને સમાયોજન કરશે. એ ઉપરાંત, કર્મચારીઓની જરૂરિયાતો, સરકારની આર્થિક ક્ષમતા અને અન્ય વિવિધ પરિબળોને પણ ધ્યાનમાં રાખીને પગારમાં સુધારા માટે ભલામણ કરશે.
  • પગાર પંચ સામાન્ય રીતે દર 10 વર્ષે સરકાર દ્વારા ગઠિત થાય છે, જે સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને જરૂરી ફેરફારોની ભલામણ કરે છે. અત્યાર સુધી સાત પગાર પંચ લાગુ થઈ ચૂક્યા છે, અને હવે 8મું પગાર પંચ 2026થી અમલમાં આવવાની શક્યતા છે.

અત્યાર સુધીના પગાર પંચનો ઈતિહાસ

પ્રથમ પગાર પંચ (1946)

CGS ની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, પહેલા પગાર પંચ દ્વારા લઘુત્તમ પગાર ₹55 અને મહત્તમ ₹2,000 નક્કી કરવામાં આવ્યો હતો.

બીજો પગાર પંચ

બીજા પગાર પંચે લઘુત્તમ પગાર ₹80 અને મહત્તમ ₹3,000 નક્કી કર્યો.

ત્રીજો પગાર પંચ

ત્રીજો પગાર પંચે લઘુત્તમ મૂળ પગાર ₹185 પ્રતિ માસ અને મહત્તમ ₹3,500 પ્રતિ માસ નક્કી કર્યો.

ચોથો પગાર પંચ (1986)

આ પગાર પંચે લઘુત્તમ પગાર ₹750 અને મહત્તમ ₹8,000 પ્રતિ માસ કર્યો.

પાંચમો પગાર પંચ

પાંચમા પગાર પંચે લઘુત્તમ પગાર ₹2,550 અને મહત્તમ ₹9,000 સુધી નક્કી કર્યું.

છઠ્ઠું પગાર પંચ

આ પગાર પંચે પે બેન્ડ અને પે ગ્રેડ રજૂ કર્યા, જેમાં લઘુત્તમ પગાર ₹7,000 અને મહત્તમ ₹80,000 થયો.

સાતમો પગાર પંચ

સાતમા પગાર પંચે લઘુત્તમ પગાર ₹18,000 અને મહત્તમ ₹2,50,000 પ્રતિ માસ કર્યો

લાખો કર્મચારીઓને થશે લાભ

કેન્દ્ર સરકારના 8મા પગાર પંચના નિર્ણયથી સંરક્ષણ કર્મચારીઓ સહિત આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ થવાની સંભાવના છે. આ સાથે જ, પગાર સુધારણા પંચ દ્વારા સંરક્ષણ નિવૃત્ત સૈનિકો સહિત આશરે 65 લાખ પેન્શનરોને પણ લાભ મળશે.