પ્રશ્ન (૧): આપણે પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકોના હાજરીપત્રકમાં સહી કરીએ છીએ તે સહી શું માત્ર ગુજરાતીમાં જ કરવાની હોય છે? કે પછી તેને અંગ્રેજીમાં પણ કરી શકાય? વિગત માહિતી આપશો.
શિક્ષકોના હાજરીપત્રકમાં સહી કરવા બાબતે સરકારનો કોઈ પરિપત્ર હોય તેવું મારા ધ્યાનમાં નથી પરંતુ સહી સુવાચ્ય અક્ષરે સામે વાળી વ્યક્તિને ખ્યાલ આવી શકે તે પ્રકારે કરવી જોઈએ. જેથી તમો તમોને અનુકુળ હોય તે ભાષામાં સહી કરી શકો છો.