રાજયની સ્કૂલોમાં થતી કરાર આધારીત શિક્ષકોની ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને બખ્ખા કરવાવવા માટે ગત ડિસેમ્બર-૨૦૨૧માં ઘડાયેલ તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી દીધો છે.
વિભાગના ઠરાવ મુજબ, સિક્યુરીટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં ‘શાળા સહાયક’ આઉટ સોર્સથી ભરવામાં આવશે.
રૂ.૨૧ હજારના માસિક મહેનતાણાથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગારકેન્દ્ર શાળામાં સહાયકની નિયુક્તિ કરવામાં આવશે અને ઓછી સંખ્યા હશે ત્યાં ભૌગોલિક વિસ્તારને ધ્યાને લેવાશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યામાં ૧૧ માસના કરાર શિક્ષક નિમાય છે. વર્ષ-૨૦૨૩ સુધી કરાર આધારીત શિક્ષકને પ્રવાસી તરીકે ઓળખવામાં આવતા હતા અને તેઓની નિયુક્તિ જિલ્લાકક્ષાએ થતી હતી. એ પછી વર્ષ-૨૦૨૩માં પ્રવાસી યોજનામાં ફેરફાર કરી વેતનના વધારા સાથે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી. જ્ઞાન સહાયક યોજના શરૂ થાય એ પહેલા ડિસેમ્બર-૨૦૨૧માં તત્કાલિન શિક્ષણ મંત્રી દ્વારા પ્રવાસી શિક્ષકોને ૨૭ હજાર જેટલુ વેતન આપવાની જાહેરાત કરી હતી. એ વખતે પ્રવાસીમાં પ્રાથમિકનું વેતન રૂ.૭,૫૦૦, માધ્યમિકનું રૂ.૧૩,૫૦૦
લાયકાત સ્નાતક+બીએડ, વયમર્યાદા ૩૮ નક્કી કરાઈ
શિક્ષણ સહાયકની નિમણુકમાં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક સહિત બીએડની ડિગ્રી હોવી ફરજિયાત છે. એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ફાળવ્યા છે કે કેમ એ જોવાની સંપૂર્ણ જવાબદારી તાલુકા અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીની રહેશે. કામગીરી યોગ્ય ન હોય તેઓને નોટીસ આપ્યા વિના જ છુટા કરી શકાશે. આ નવી બાબત મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે, વર્ષ-૨૦૨૭-૨૮ સુધી રહેશે. એ પછી ફરી વિચારણા કરાશે.
અને ઉ.માધ્યમિકમાં રૂ.૧૩,૭૦૦ હતુ.
આમ માસિક વેતનમાં બે ગણો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ નાણા વિભાગ સહમત થયુ નહોતુ. આ દરમિયાન એક એવી ચર્ચા ઉઠી હતી કે, વેતનમાં વધારો કરી ભરતીની પ્રક્રિયા આઉટસોર્સ એજન્સી મારફતે કરવી. આમ એ વખતે ખાનગી એજન્સીઓને બખ્ખા કરાવવા માટેની આખીયે યોજના થડાઈ હતી પરંતુ તે શરૂ થઈ શકી નહોતી. એ પછી જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ જેમાં કેન્દ્રીયકૃત ભરતી અત્યારે થાય છે. જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં કરાર આધારીત ‘શિક્ષણ સહાયક’ ભરવાની જાહેરાત કરવામાં આવી છે, જે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરવામાં આવશે. જે અંગે પ્રસિદ્ધ કરેલા ઠરાવમાં જણાવ્યુ છે કે, સંબંધિત જિલ્લાના DPEO, શાસધાનિકારીએ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ-પેમેન્ટથી પ્રત્યેક
શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું રૂ.૨૧ હજાર ચૂકવવાનું રહેશે. એટલુ જ નહી, એજન્સીને સર્વિસચાર્જ અને GST અલગથી ચૂકવવાનો રહેશે.
આખીયે ઘટનામાં મહત્વની વાત એ છે કે, છેલ્લા અંદાજે ૧૩ વર્ષથી શિક્ષણ વિભાગ સ્કૂલોમાં કરાર આધારીત શિક્ષકોની નિમણુક કરે છે અને એમાં કોઈએ કાયમીનો દાવો કર્યો હોય તેવુ પણ નથી તો પછી આ શિક્ષણ સહાયકમાં આઉટસોર્સ એજન્સી લાગુ કરવાનો મતલબ શુ છે. દરેક જિલ્લા અને તાલુકામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તો એમના દ્વારા પણ નિમણુકો આપી શકાય છે.આમ સરકારી સ્કૂલોમાં કાયમી ભરતી ન કરવી પડે એ માટે કરાર આધારીત શિક્ષકો ભરવાના શરૂ કર્યા અને હવે કરાર આધારીત ભરતીમાં પણ શિક્ષણ વિભાગે પોતાના હાથ અધ્ધર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો