ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ 9મીથી 18મી મે સુધી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલીંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આગામી 26મી મેના રોજ પહેલા રાઉન્ડ માટે કોલેજની ફાળવણી કરાશે.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ગત વર્ષથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે પણ જીકાસ ૫૨ વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા સૂચના આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેના અનુસંધાનમાં હવે ફૂલ રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવી છે. જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે સહિત જાણકારી આપવામાં આવી છે. ગુજરાત યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, યુનિ.ની અંડર ગ્રેજ્યુએશનની અંદાજે 60 હજાર બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠક માટે હજુ સુધી ગણતરી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ 9મીથી 18મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલીંગ કરવાનું રહેશે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં અને કયા કોર્સમાં પ્રવેશ લેવો છે તેની પણ
પસંદગી આપવાની રહેશે. આગામી તા.9મીથી 20મી મે સુધીમાં જીકાસમાં સબમીટ કરેલી ઓનલાઇન અરજી તથા પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટરમાં કરાવવાનું રહેશે. એટલે કે, વિદ્યાર્થીઓએ નજીકની કોલેજમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આગામી 26મી મેથી 28મી મે દરમિયાન વિદ્યાર્થીઓને જીકાસના પોર્ટલ પર સંબંધિત યુનિવર્સિટી-કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશ ઓફરની ચકાસણી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને મળેલી ઓફર પૈકી કોઇપણ એક કોલેજ પર પસંદગી ઉતારીને ઓફર લેટરની પ્રિન્ટ કાઢીને જે તે કોલેજમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે. મહત્ત્વની વાત એ છે કે, કોઈપણ સરકારી યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ જીકાસમાં પ્રક્રિયા કરવી ફરજિયાત છે.
17 મે થી IPL 2025 નો નવો કાર્યક્ર્મ જાહેર
💥🌀ગ્રામ સેવકની જગ્યા બાબત
💥🌀ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા-૨૦૨૫ માટે આવેદન કરવા બાબત
શાળા પ્રવેશોત્સવ બાબત (18, 19, 20 જૂન)
ધો.૧૦ પછી ડીપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ૧૫ મે થી ૨૩ જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ મેળવવા અંગે અખબારી યાદી
હાઈકોર્ટ ની Dyso અને બેલીફ ની પરીક્ષા મોકૂફ રખાઈ