સરકારી કર્મચારીઓના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમનો પગાર કેટલો વધશે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટરની શું ભૂમિકા હશે. આ વખતે એવી પણ ચર્ચાઓ છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે વર્તમાન મોંઘવારી ભથથું પણ ધ્યાનમાં લેવાશે, કદાચ તેને બેઝિક પગારમાં મર્જ કરીને. ત્યારે આ માહિતી ખાસ જાણો.
8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ આતુરતાપૂર્વક આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. સરકારે પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેનલની રચના પર વિચાર ચાલી રહ્યો છે. કર્મચારીના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમનો પગાર કેટલો વધશે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટરની શું ભૂમિકા હશે? આ વખતે એવી પણ ચર્ચાઓ છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે હાલના મોંઘવારી ભત્થા (DA)ને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કદાચ તેને બેઝિક પગારમાં મર્જ કરીને. ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે અને પગાર વધારવાનું અસલ ગણિત શું છે તે સમજીએ.
ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે
ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક હોય છે. જ્યારે નવું પગાર પંચ લાગૂ થાય છે ત્યારે વર્તમાન બેઝિક પગારને તે ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણીને નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ કર્મચારીઓને એક સમાન આધાર પર પગાર વધારો મળે અને તમાં છેલ્લા સમયગાળાની મોંઘવારી (જે DA સ્વરૂપમાં મળતી રહી) અને એક વાસ્તવિક વધારો (Real Increase) સામેલ હોય. દાખલા તરીકે સાતમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. તેનો અર્થ એ થયો કે છઠ્ઠા પગાર પંચ હેઠળ જે બેઝિક પે (પે બેન્ડમાં પગાર + ગ્રેડ પે) હતો તેને 2.57થી ગુણીને સાતમાં પગાર પંચનો નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવ્યો હતો.
DA મર્જરનો શું છે મામલો
સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે ત્યારે તે સમય સુધી મળી રહેલા કુલ મોંઘવારી ભથ્થા (DA) ને વર્તમાન બેઝિક પગારમાં મર્જ (વિલય) કરી દેવાય છે. ત્યારબાદ આ રિવાઈઝ્ડ બેઝિક પગારના આધારે કે પછી જૂના બેઝિક પર ફિટમેન્ટ ફેક્ટર લગાવીને નવા પે સ્ટ્રક્ચરની પહેલી બેઝિક સેલરી નક્કી થાય છે અને ડીએનું કાઉન્ટર શૂન્યથી ફરી શરૂ થાય છે.
સાતમા પગાર પંચમાં શું થયું હતું?
1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે સાતમું પગાર પંચ લાગૂ થયું તો ત્યાં સુધીમાં ડીએ 125%થઈ ગયું હતું. આ 125% ડીએને જૂના બેઝિક પેમાં સમાહિત કરી દેવાયું હતું અને પછી ફિટમેન્ટ ફેક્ટર 2.57નો ઉપયોગ નવા બેઝિક પે નક્કી કરવામાં થયો હતો.
આઠમા પગાર પંચમાં શું છે અપેક્ષા
ડીએ મર્જર- પૂરી સંભાવના છે કે 1 જાન્યુઆરી 2026 (જ્યારે આઠમું પગાર પંચ લાગૂ થવાની આશા છે) સુધીમાં જેટલું પણ ડીએ (અંદાજે 60 ટકા ઉપર) હશે, તેને બેઝિક પગારમાં મર્જ કરી દેવાશે.
ફિટમેન્ટ ફેક્ટર- કર્મચારી યુનિયન પગાર પંચના 2.57 ફિટમેન્ટ ફેક્ટરથી ઘણું વધુ ( જેમ કે 3.68)ની માંગણી કરી રહ્યા છે. સરકાર તેને કેટલું રાખશે, તે પંચની ભલામણો પર નિર્ભર કરશે. પરંતુ એવી આશા છે કે તે 257થી તો વધુ હોઈ શકે. (કદાચ 2.8 થી 3.0 કે વધુ)
ગઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે તમારો નવો પગાર
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘બેઝિક + DA = ફિટમેન્ટ ફેક્ટર’ જેવા ફોર્મ્યૂલા ભ્રામક છે, યોગ્ય રીત આ છે….
નવા બેઝિક પેનું નિર્ધારણ
નવો બેઝિક પે= વર્તમાન (સાતમાં CPCનો) બેઝિક પે X આઠમાં પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર
આ ફિટમેન્ટ ફેક્ટરમાં હાલના ડીએનું મર્જર અને વાસ્તવિક વધારો શામેલ હશે.
ઉદાહરણથી સમજો
માની લો કે તમારો હાલનો બેઝિક પે (Level 1) = ₹18,000 છે.
માની લો કે આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 3.0 ( આ ફક્ત ઉદાહરણ છે. વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર અલગ હશે) નક્કી થાય છે. તો તમારો નવો બેઝિક ગાર હશે- ₹18,000 * 3.0 = ₹54,000 (આ ઉદાહરણ તરીકે સમજાવવામાં આવ્યું છે. વાસ્તવિક આંકડો અલગ હોઈ શકે છે.)
(ખાસ નોંધ- આ નવો બેઝિક પગાર હશે. જેનામાં ફરીથી DA, HRA વગેરે ભથ્થા જોડાશે. આ ₹54,000 માં 1 જાન્યુઆરી 2026 સુધીનું DA અને વાસ્તવિક વધારો બંને સામેલ માનવામાં આવશે.
ખોટી ગણતરીથી બચો
મીડિયામાં અનેક પ્રકારની ગણતરી ચાલુ છે. બેઝિક + DA = બધુ ટોટલ, પછી 18% હાઈક. ફરી નવો પગાર / જૂનો બેઝિક = ફિટમેન્ટ ફેક્ટર 1.90) આ ફિટમેન્ટ ફેક્ટર કાઢવાની યોગ્ય રીત દર્શાવતી નથી. ફિટમેન્ટ ફેક્ટર પહેલા નક્કી કરાય છે (ભલામણોના આધારે). ત્યારબાદ તેને જૂના બેઝિક પર લાગૂ કરાય છે કોઈ અંદાજિત સેલરીથી તેને કાઢવામાં આવતું નથી. 1.90 જેવું ઓછું ફિટમેન્ટ ફેક્ટર ગત પેટર્ન સાથે મેળ ખાતું નથી.
સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા પુનઃ શરુ
શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર
પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના
ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે
પ્રવેશોત્સવ બાબતે આજના મહત્વના સમાચાર