શાળા સહાયક બાબતે અગત્યનો લેટર ભરતી
પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગ થી ‘શાળા સહાયક’ ઉપલબ્ધ કરાવવા બાબત.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
ક્રમાંક: ED/KEF/e-file/3/2023/0105/K સચિવાલય, ગાંધીનગર. તા. ૨૧/૦૨/૨૦૨૫
વંચાણે લીધાં:
(૧) પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના પત્ર ક્રમાંક:પ્રાશિનિ/ચ-૧/ન.બા./ઇડીએન-૫.૧૫/૨૨-૨૩/ ૧૦૭૬૬-૬૭, તા.૩૧/૦૩/૨૦૨૩
(૨) પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબત (ઇડીએન-૫.૧૫)ની વહિવટી મંજૂરીનો ઠરાવ ક્રમાંક: ED/KEF/e-file/3/2023/0105/K, તા. ૨૧/૦૨/૨૦૨૫.
પ્રસ્તાવના :
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે. આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય, પે-સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:
પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધિન ‘શાળા સહાયક’ આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવે છે.
માર્ગદર્શક સૂચનાઓ અને શરતો:
A. આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબની લાયકાત ધરાવતા અને માનદ્ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે.
B. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઈઝ કે જિલ્લાવાઈઝ એજન્સી નક્કી કરવાની કાર્યપધ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે.
C. શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા:
i. શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે.
ii. એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
D. શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા:
- રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે.
ii. છૂટા કરેલ શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે.
iii. જો કોઈ કિસ્સામાં છુટા કરાયેલ શાળાસહાયકને તેઓના જિલ્લા/નગરમાં પગાર-કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા/નગરની શાળા સહાયક ફાળવેલ નહી હોય તેવી પગાર-કેન્દ્ર શાળામાં જવા ઇચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરને જાણ કરવાની રહેશે.
Iv. આવી અરજી પરત્વે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરએ કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા/નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને ફાળવણી કરવાની રહેશે.
E. ‘શાળા સહાયક’ની આઉટસોસીંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો:
- આ નવી બાબત ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ પ્રોજેક્ટના સમયગાળા દરમ્યાન એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ સુધી અમલમાં રહેશે.
Hi. આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારનો સેવા વિષયક અન્ય કોઈ પણ હક્કદાવો રહેશે નહી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્યોએ માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
III. “મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનાવિચારણા કરવામાં આવશે.
F. અન્ય શરતો:
- સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર-કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળાસહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે.
ii. હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા/શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે.
III. જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એકપણ શાળા ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે.
Iv. આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ? તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી લેવાની રહેશે. નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શાળાના આચાર્યએ લેવાની રહેશે.
સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને – payment થી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું રૂ. ૨૧,૦૦૦/- પ્રતિમાસ ચૂકવવાનું રહેશે. એજન્સીને સર્વિસચાર્જ અને GST અલગથી ચૂકવવાનો રહેશે.
Vાં. એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેન્ક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને રજૂ કર્યેથી તેઓના બીલની ચૂકવણી કરવાની રહેશે.
Vii. એજન્સી દ્વારા નિમાયેલ શાળા સહાયક કોઈ પણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો માટે હક્ક-દાવો કરી શકશે નહિ.
vli, શાળા સહાયક દ્વારા ફાણવણી અંગેના કોઈ કાનુની પ્રશ્નો ઉભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરાવનાર એજન્સીની રહેશે.
bx. જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહિ હોય તો એવા સહાયકને કોઈ પણ પ્રકારની નોટીસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે અને જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એજન્સીની રહેશે.
આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે.
આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ઇ-ફાઈલ પર તારીખ ૦૬/૦૧/૨૦૨૫ની નોંધથી નાણા વિભાગની મળેલ અનુમતિ આન્વયે બહાર પાડવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
(આર. આર. ઠાકોર) સેકશન અધિકારી શિક્ષણ વિભાગ
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો