પ્રશ્ન: વેકેશન દરમિયાન યોજનારી તાલીમમાં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ શિક્ષક તાલીમમાં હાજર રહી શકે તેમ ન હોય તો આ સમયે શિક્ષકની કે.રજા ગણવી કે ન ગણવી? શિક્ષકોના હાજરીપત્રકમાં શું લખવું? રજા રિપોર્ટ કે.રજાનો લખવો કે ફક્ત રજા મંજૂર કરવા બાબતનો લખવો?
જવાબ: ભાઈશ્રી, સરકારશ્રીએ તાજેતરમાં વેકેશનમાં તાલીમ રાખેલ હતી. સદર તાલીમ વેકેશનમાં રાખેલ હોઈ જે શિક્ષકોએ તાલીમમાં હાજરી આપી છે. તેઓને વળતર કે પ્રાપ્ત રજા મળવાની થાય છે. જે શિક્ષકો તાલીમમાં હાજર રહેલ નથી તેવા શિક્ષકોને સરકારશ્રી જ્યારે વધારે તાલીમ ગોઠવે ત્યારે તાલીમ લેવાની રહે છે. જેથી આવા શિક્ષકોને વેકેશન દરમિયાન તાલીમમાં હાજર ન રહેતાં કોઈ કે.રજા કે અન્ય રજા મુકવાની રહેતી નથી. તેઓને વળતર કે પ્રાપ્ત રજા મળવાપાત્ર થતી નથી અને જ્યારે ફરીથી તાલીમ ગોઠવાશે ત્યારે તેઓને ફરજયાતપણે તાલીમ લેવાની રહેશે.