પ્રશ્ન (1): વિદ્યાર્થી હાજરીપત્રક રજીસ્ટર માટે મે થી એપ્રિલ સુધીનું બનાવવું જોઈએ કે માહે જૂન થી મે સુધીનું બનાવવું જોઈએ?
જવાબ: જિલ્લા પંચાયત પ્રથમ સત્ર કર્તા તરફથી શરૂ થશે અને ક્યારે પુર્ણ થશે તેની લેખિત જાણ કરે છે. વળી વિદ્યાર્થીને તે તે વર્ગનું પરિણામ કઈ તારીખે આપવામાં આવશે તે પણ જાણ કરે છે. આમ પરિણામ આપ્યા તારીખે નવા વર્ગમાં વિદ્યાર્થીને ચઢાવવાના થાય છે. જેથી તે તારીખથી નવા વર્ગના પરિણામ આપવાની તારીખના આગળના દિવસ સુધી વિદ્યાર્થી જે તે વર્ગમાં રહે છે. આથી તે દિવસ સુધીનો વિદ્યાર્થીઓનું હાજરી રજીસ્ટર બનાવવું જોઈએ.
પ્રશ્ન (2): કર્મચારી હાજરીપત્રક માટે કયા માસથી જૂનથી મે સુધીનું ગણાય?
જવાબ: શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોને સી.એલ. જૂનથી મે સુધીમાં વર્ષની ૧૨ ગણવાની થાય છે. જેથી વર્ષ પણ જૂનથી મે સુધીનું ગણાય. માટે શિક્ષકોનું વાર્ષિક હાજરીપત્રક જૂનથી મે સુધીનું ગણાય.