સરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠઃ મોંઘવારી ભથ્થું વધશે
3થી 4 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની શકયતા
ગુજરાત મિરર, નવી દિલ્હી, તા.૩ કેન્દ્ર સરકાર ૫ માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આવતા બુધવારે કેબિનેટની બેઠક મળશે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો, સરકારે મોંઘવારી ભથ્થું (DA) વધારવાની જાહેરાત કરી છે, જે વર્ષની શરૂઆતમાં, હોળી પહેલા વધારવામાં આવે છે. આવી સ્થિતિમાં, સરકાર ૫ માર્ચે ડીએમાં વધારો કરે તેવી પૂરી શક્યતા છે. સાતમા પગાર પંચ હેઠળ,
વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવે છે. પહેલો વધારો ૧ જાન્યુઆરીથી અને બીજો ૧ જુલાઈથી લાગુ થશે. ૨૦૨૫નો પહેલાં વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવશે. સરકાર ગમે ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે પરંતુ તે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી માનવામાં આવે
છે. એવી અપેક્ષા છે કે સરકાર ડીએમાં ૩થી ૪ ટકાને વધારો જાહેર કરી શકે છે. જો આવું થશે, તો કેન્દ્ર સરકારના એન્ટ્રી-લેવલ કર્મચારીઓના પગારમાં વધારો થશે. જે કર્મચારીઓનો બેઝિક પગાર ૧૮,૦૦૦ રૂપિયા પ્રતિ માસ છે, તે ૫૪૦ રૂપિયાથી વધીને ૭૨૦ રૂપિયા પ્રતિ માસ થશે.
જો કોઈ કર્મચારીનો પગાર ૩૦,૦૦૦ રૂપિયા છે અને તેનો મૂળ પગાર ૧૮,૦૦૦ રૂપિયા છે, તો તેને હાલમાં ૫૦% એટલે કે ૯,૦૦૦ રૂપિયા ડીએ મળી રહ્યો છે. જો ૩% વધારો થશે તો ડીએ વધીને ૯,૫૪૦ રૂપિયા થશે, જેનાથી પગારમાં ૫૪૦ રૂપિયાનો વધારો થશે. તે જ સમયે, ૪% વધારા પછી, ડીએ ૯,૭૨૦ રૂપિયા થશે અને પગારમાં ૭૨૦ રૂપિયાનો વધારો થશે.
માર્ચ ૨૦૨૪માં સરકારે ડીએમાં ૪% વધારો કરીને તેને ૫૦% સુધી પહોંચાડયો. આ પછી ઓક્ટોબર ૨૦૨૪માં ૩% નો વધારો કરવામાં આવ્યો, જેનાથી ડીએ ૫૩% થયો. હવે જાન્યુઆરી ૨૦૨૫ થી, ડીએ ફરીથી ૩-૪% વધવાની ધારણા 8.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો