વિષય:- સરકારી કર્મચારીઓને માતૃત્વ અને પિતૃત્વ રજાઓની જેમ માતા-પિતાના મૃત્યુ સમયે ૧૫-દિવસની રજાઓ અપાવવા બાબત.
સવિનય સહ જય ભારત સાથે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનુ ખાસ જણાવવાનું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારના પરિપત્ર અનુસાર પ્રસુતિનાં સમયે સેવા માટે પિતૃત્વની ૧૫- દિવસની રજાઓ મળે છે, એ કુટુંબ માટે ખૂબ સારી બાબત છે, આવા સમયે બાળકો માટે મોટા ભાગની જવાબદારીઓ સ્ત્રીનાં પતિ, માતાપિતા અથવા સાસુ-સસરા કે અન્ય પરિવારના સભ્યો સાથે મળીને નિભાવતા હોય છે.
પણ જ્યારે માતા અથવા પિતાનું મૃત્યુ થાય છે, એવા દુઃખના સમયે કુટુંબને પડખે ઊભા રહેવાની અને સમાજની સાથે ધાર્મિક વિધિઓ નિભાવવાની સૌથી મોટી જવાબદારી ઘરના આધારસ્તંભ એવા સરકારી નોકરી કરતા કર્મચારીની રહેતી હોય છે. આવા દુઃખના સમયે કુટુંબને પડખે રહેવા તથા ધાર્મિક વિધિઓ માટે ૧૨ થી ૧૫ દિવસની ખાસ જરૂરિયાત રહેતી હોય છે અને એવા દુઃખના સમયોમાં ખરા અર્થમાં કુટુંબની સાથે ફરજિયાત ઊભા રહેવાની જરૂર હોય છે.
આવા સમયે સરકારી કર્મચારીઓ પોતાના કુટુંબ સાથે દુઃખના સમયે સહભાગી બની શકે તે માટે આપના દ્વારા સરકારશ્રીમાં અસરકારક રજૂઆત થાય અને સરકારી કર્મચારીને ખાસ ૧૫-દિવસ જેટલી રજાઓ મળી રહે તે માટે નમ્રભરી રજૂઆત છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો