ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી-, વર્ગ-૩ સંર્વગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે
આ માટે ઉમેદવારોએ “https://ojas.gujarat. gov.in” વેબસાઈટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧ ૫૯ કલાક) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક) સુધીની રહેશે