ધોરણ-૧થી ૮માંવિદ્યા સહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર
ગુજરાત રાજ્યમાં ૧૩૮૫૨ જેટલી વિદ્યા સહાયકોની ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ
ભુજ,શુક્રવાર
કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક બાજુ શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે ત્યારે સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા શરૂ થતાં રાહતની લાગણી વ્યાપી છે. આ અંગે વિશેષ માહિતી આપતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં
| ધો. ૧થી ૫ અને ધો. ૬થી ૮ માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ ૧૩૮૫૨ વિદ્યા સહાયકોની ભરતી માટે ગત ૭ નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. | પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો ૨૫ ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી ૨૭ ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જરૂરી આધાર પુરાવાઓ સાથે જમા કરાવવાની સૂચના અપાઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ । ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે.
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે
શાળાઓમાં વિદ્યા સહાયકોની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી માટેવિભાગદ્વારાઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ધો.૧થી ૫ અને ધો.૬થી ૮માં સંયુક્ત ભરતી માટે ૧ નવેમ્બરે જાહેરાત આપવામાં આવી હતી.
ધો. ૧થી ૫માં ગુજરાતી માધ્યમમાં પ હજાર જગ્યાઓ માટે ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે ધો.૬થી ૮ માં ગુજરાતી|
| માધ્યમમાં ૭ હજાર જગ્યા પર ભરતી કરવાઅને ધો.૧થી ૮માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં ૧૮પ૨ જગ્યા પર ભરતી હાથ | ધરવામાં આવી હતી.
ભરતી માટે ઓનલાઈન અરજી પત્રક | | વેબસાઈટ પર ૭ નવેમ્બરથી ૧૬નવેમ્બરસુધી | ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અરજદારોએ ફોર્મ ભરી ૧૯ નવેમ્બર | સુધી સ્વીકાર કેન્દ્રોમાં અરજીઓ જમા કરાવી હતી.
નવી ભરતીમાં કચ્છને વિદ્યા સહાયકો મળવાના કારણે ઉપરાંત અગાઉ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયકો ફરજ
બજાવતા હતા પણ તેમની જગ્યાએ બદલીથી નિયમિતશિક્ષક આવી જતાં જેમનેછૂટા કરવામાં આવ્યા હતા તેમને અન્ય શાળાઓમાં સમાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે જિલ્લામાં શિક્ષક ઘટનો પ્રર થોડે અંશે હલ થશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરતી પ્રક્રિયા ઝડપીથાય તેમાટેસંગઠન ઉપરાંત રાજ્યના ટેટ -ટાટ પાસ ઉમેદવારોએ પણ ગાંધીનગર સગર ખાતે ખાતે અનેક રજૂઆતો તથા આંદોલન કર્યા હતા. હવે ભરતી પ્રક્રિયા શરૂ થતાં સંબંધિતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો